હવે શ્વેતા તિવારીએ ચુપ્પી તોડી, વૉટ્સએપ ચેટ શેર કરવા પર અભિનવ કોહલીને જવાબ આપ્યો

હવે શ્વેતા તિવારીએ ચુપ્પી તોડી, વૉટ્સએપ ચેટ શેર કરવા પર અભિનવ કોહલીને જવાબ આપ્યો

નવી દિલ્હીઃ ટીવી સીરિયલ 'કસૌટી જિંદગી કી'માં પ્રેરણાનો રોલ નિભાવી મશહૂર થયેલી એક્ટ્રેસ શ્વેતા તિવારી ફરી એકવાર પોતાની પર્સનલ લાઇફને લઈ ચર્ચામાં છે. જણાવી દઈએ કે શ્વેતા તિવારીથી અલગ થઈ ચૂકેલ તેના પતિ અભિનવ કોહલીએ પોતાના ઇંસ્ટાગ્રામ પર વૉટ્સએપની પર્સનલ ચેટ શેર કરી છે. આ ચેટને લઈ અભિનવે દાવો કર્યો છે કે આ તેની અને શ્વેતા તિવારી વચ્ચેની વાતચીત છે. આની સાથે જ અભિનવે એમ પણ કહ્યું કે તેમની પત્ની શ્વેતા તિવારીએ તેમની વિરુદ્ધ કોઈ કેસ દાખલ નહોતો કરાવ્યો. હવે આ સમગ્ર મામલાને લઇ શ્વેતા તિવારીએ પોતાની ચુપ્પી તોડી છે અને અભિનવ કોહલીને જવાબ આપ્યો છે.

મને બાકી લોકોની ચિંતા નથી

મને બાકી લોકોની ચિંતા નથી

વૉટ્સએપ ચેટ સાર્વજનિક કરવાના મામલે શ્વેતા તિવારીએ પતાની ઈન્સ્ટા સ્ટોરીમાં એક પુસ્તકનું પેજ શેર કર્યું છે. સાથે જ આ પેજની કેટલીક લાઇનોને શ્વેતાએ અંડરલાઇન કરી છે. શ્વેતા તિવારીએ સીધી જ રીતે કંઇ ના કહ્યું, પરંતુ ઇશારા ઇશારામાં અભિનવ કોહલી પર નિશાન સાધતા કહ્યું, 'જેટલા પણ લોકો મહત્વ ધરાવે છે તેઓ હકીકત જાણે છે, મને બાકી લોકોની પરવાહ નથી. થોડા ઉંઘી લઇએ.'

અભિનવ તિવારીએ દાવો કર્યો- અમારી વચ્ચે બધું ઠીક

અભિનવ તિવારીએ દાવો કર્યો- અમારી વચ્ચે બધું ઠીક

જણાવી દઇએ કે શ્વેતા તિવારી અને તેની દીકરી પલકે પાછલા વર્ષે ઓગસ્ટમાં અભિનવ કોહલી વિરુદ્ધ ઘરેલૂ હિંસાની ફરિયાદ નોંધાવી હતી. એટલું જ નહ, શ્વેતાની દીકરી પલકે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ લખતા જણાવ્યું હતું કે અભિનવ એ બંને સાથે ખરાબ વ્યવહાર કરે છે. શ્વેતા તિવારીની ફરિયાદ પર એક્શન લેતા પલીસે અભિનવ કોહલીની ધરપકડ કરી હતી. જો કે હાલમાં અભિનવ તિવારીએ દાવો કર્યો કે તેની અને શ્વેતા વચ્ચે બધું જ ઠીક છે અને તે બંને સાથે રહી રહ્યા છે. અભિનવે પોતાના ઇન્સ્ટાગ્રામ પર વૉટ્સએપની એક ચેટ પણ શેર કરતા લખ્યું કે તેમની વિરુદ્ધ કોઈ ફરિયાદ નથી નોંધી.

શ્વેતાએ મારી વિરુદ્ધ ક્યારેય કોઇ ફરિયાદ નથી નોંધાવી

શ્વેતાએ મારી વિરુદ્ધ ક્યારેય કોઇ ફરિયાદ નથી નોંધાવી

અભિનવ કોહલીએ ઇટાઇમ્સ ટીવી સાથે વાત કરતા જણાવ્યું કે, મેં જે કંઈ કહ્યું તેના પર હું તટસ્થ છું. 11 ઓગસ્ટ 2019ના રોજ જે કેસ ફાઇલ થયો હતો, તે શ્વેતાએ ફાઇલ નહોતો કર્યો અને મારી વિરુદ્ધ ક્યારેય કોઇ ફરિયાદ પણ નથી થઈ. તો જે પણ અમારી ફરિયાદ છે, તે અમારા ઝોનના ડીસીપીએ એક વીડિયો બનાવ્યો અને તે ઇન્ટરનેટ પર છે.

મારે જે કહેવું છે સોશિયલ મીડિયા પર કહીશ

મારે જે કહેવું છે સોશિયલ મીડિયા પર કહીશ

આ મામલાને લઇ જ્યારે અભિનવ કોહલીને જણાવવામાં આવ્યું કે શ્વેતા તિવારીએ તેની સાથે સમાધાનના દાવાને ફગાવી દીધો તો તેમણે કહ્યું, ઠીક છે, પરંતુ હું આ મામલે કંઇ કહેવા નથી માંગતો. મીડિયામાં જે કંઈપણ સમાચાર આવી રહ્યા છે, તે હું વાંચી રહ્યો છું, પરંતુ મારે જે કંઇ કહેવું છે તે મારા સોશિયલ મીડિયા અકાઉન્ટ પર જણાવીશ. આ મામલે જે કંઇપણ શક અથવા શંકા છે અને જે કંઇપણ શ્વેતા કહી રહી છે એ બધી વાતોને હું મારા સોશિયલ મીડિયા અકાઉન્ટમાં સ્પષ્ટ કરી દઇશ. હાલ હું કંઇપણ કહેવા નથી માંગતો. મારા ઇન્સ્ટાગ્રામ પર તમે મારી પોસ્ટ જોતા રહો અને બધું જ સાફ થઇ જશે.

પલકે પણ અભિનવ પર આરોપ લગવ્યો

પલકે પણ અભિનવ પર આરોપ લગવ્યો

જણાવી દઇએ કે પાછલા વર્ષે શ્વેતા તિવારી સાથે તેની દીકરી પલકે પણ અભિનવ કોહલી પર ઘરેલૂ હિંસાનો આરોપ લગાવ્યો હતો. જે બાદ પોલીસે અભિનવ કોહલીની ધરપકડ કરી લીધી હતી. અભનવ કોહલી શ્વેતા તિવારીન બીજો પતિ છે અને પલક તેની સોતેલી દીકરી છે. મામલાને લઇ અભિનવ તિવારીએ તે સમયે કહ્યું હતું કે આ બધું મારા માટે કાફી છે પરંતુ હજી આ બધું ખતમ નથઈ થયું. હજી તો આ ચાલુ છે. હું નર્મલ થવાની કોશિશ કરી રહ્યો છું, બધું જ નોર્મલ થવામાં થોડો સમય લાગશે. આ અમારા પરિવારનો અંગત મામલો છે. જેલથી આવ્યા બાદ મેં શ્વેતા સાથે મુલાકાત કરી છે. આ દરમિયાન અભિનવ કોહલી સાથે તેની મા પૂનમ કોહલી પણ હાજર હતી. જો કે અભિનવે દીકરી પલકના આરોપો પર કંઇ નથી કહ્યું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X