અભિષેકની નજીક આવી રહી છે એશ્વર્યા રાય, વાયરલ થયા વેકેશનના ફોટોસ
Aishwarya Abhishek Viral Photo: બચ્ચન પરિવાર વર્તમાન સમયમાં સતત હેડલાઈન્સમાં રહે છે. આ સાથે તેમના ઘણા જૂના ફોટોસ અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. હાલ સોશિયલ મીડિયા પર સતત ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના છુટાછેડાની અફવા અને તેની સાથે જોડાયેલા સમાચાર ટ્રેન્ડમાં રહે છે.
આ વચ્ચે બચ્ચન પરિવારના વેકેશનના ફોટો વાયરલ થઈ રહ્યા છે. જેમાં આખો પરિવાર વેકેશનની મજા માણતો જોવા મળી રહ્યો છે. અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના છૂટાછેડાની અફવાઓ ચર્ચામાં છે.
આ છુટાછેડાની અફવાઓનું સાચું કારણ બચ્ચન પરિવાર હોવાનું કહેવાય છે, પરંતુ આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ રહી છે.
આ તસવીરમાં જોઈ શકાય છે કે, અભિષેક અને ઐશ્વર્યા એકબીજાની નજીક જોવા મળ્યા હતા. તેમજ આ ફોટોમાં આખો બચ્ચન પરિવાર પણ જોવા મળ્યો હતો.
વાયરલ થઈ રહેલો આ ફોટો કોઈ વેકેશનનો હોય તેવું લાગી રહ્યું છે. જેમાં ઐશ્વર્યા અને અભિષેક ખૂબ જ નજીક જોવા મળે છે. આ સિવાય અમિતાભ બચ્ચન પૌત્રી નવ્યા નંદા સાથે ઐશ્વર્યાની બાજુમાં બેઠા છે.

આ ફેમિલી ફોટોમાં જયા બચ્ચન દીકરી શ્વેતા બચ્ચન નંદા સાથે પોઝ આપતી જોવા મળી રહી છે.બચ્ચન પરિવારની આ તસવીર એક Reddit યુઝરે શેર કરી છે. ઘણા ફેન્સ એવો દાવો કરી રહ્યા છે કે, આ AI જનરેટેડ ફોટોસ છે.
નોંધનીય છે કે, બચ્ચન પરિવારની આ તસવીર કેટલાક વર્ષો જૂની છે, જ્યારે આખો પરિવાર એકસાથે વેકેશન પર ગયો હતો. આ ફોટો માલદીવમાં ક્લિક કરવામાં આવ્યો હતો, જેને નવ્યા નવેલી નંદાએ તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન વચ્ચે છૂટાછેડાની અફવાઓ ત્યારે ચર્ચામાં આવી, જ્યારે બંને અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં અલગ-અલગ પહોંચ્યા હતા. આ કપલે એક વખત પણ મીડિયા સામે એકસાથે પોઝ આપ્યો ન હતો.
થોડા સમય બાદ અભિષેકને છૂટાછેડાની પોસ્ટ લાઈક થઈ, જેનાથી છૂટાછેડાની અફવાઓ ઉડી હતી. તાજેતરમાં જ ઐશ્વર્યા રાય તેની પ્રિય આરાધ્યા સાથે જલસાની બહાર લાંબા સમય બાદ જોવા મળી હતી. જોકે, આ દંપતીએ છુટાછેડા અંગે કોઈ સ્પષ્ટતા આપી નથી.












Click it and Unblock the Notifications
