રાજામૌલીની ફિલ્મમાં ફરી જોવા મળશે આલિયા ભટ્ટ, મહેશ બાબુ સાથે બનાવશે જોડી
બોલીવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ હાલના દિવસોમાં પોતાની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર પાર્ટ વન શિવા'ને લઈને ચર્ચામાં છે.
બોલીવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ હાલના દિવસોમાં પોતાની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર પાર્ટ વન શિવા'ને લઈને ચર્ચામાં છે. અયાન મુખર્જી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે અને થોડા દિવસોમાં 200 કરોડ ક્લબમાં પણ પ્રવેશ કરી શકે છે. આવા સમયે, હવે સમાચાર સામે આવ્યા છે કે 'RRR' પછી, આલિયા ભટ્ટ ફરી એકવાર એસએસ રાજામૌલી સાથે મોટા પડદા પર ધમાલ કરવા માટે તૈયાર છે.

ફિલ્મનું બજેટ છે 800 કરોડ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આલિયા ભટ્ટે એસએસ રાજામૌલીની ફિલ્મ સાઈન કરી છે, જેમાં તે મહેશ બાબુ સાથે જોવા મળશે. આ ફિલ્મનુંબજેટ પણ 800 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
આવી સ્થિતિમાં ફિલ્મ મોટા પાયે બનાવવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે, આલિયાભટ્ટની ડિલિવરી બાદ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, આલિયા ભટ્ટ ટૂંક સમયમાં જ આ દુનિયામાં તેના પ્રથમ બાળકનુંસ્વાગત કરવા જઈ રહી છે.

આ બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર હિટ રહી
થોડા દિવસો પહેલા જ સમાચાર આવ્યા હતા કે, એસએસ રાજામૌલી મહેશ બાબુ સાથે પેન ઈન્ડિયા ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે.
રાજામૌલીએ અમેરિકામાં એક ફિલ્મ ફેસ્ટિવલમાં કહ્યું હતું કે, તેમની આગામી ફિલ્મ ગ્લોબટ્રોટિંગ એક્શન એડવેન્ચર હશે.
રાજામૌલીઆરઆરઆર અને બાહુબલી જેવી ફિલ્મોની જેમ જ વિસ્ફોટ કરવા માટે તૈયાર છે. આ બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર હિટ રહી હતી.

'જી લે ઝરા' માં કેટરિના કૈફ અને પ્રિયંકા ચોપરા જોવા મળશે
ઉલ્લેખીય છે કે, આલિયા ભટ્ટ આ દિવસોમાં 'બ્રહ્માસ્ત્ર'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. અયાન મુખર્જી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં રણબીર કપૂર,અમિતાભ બચ્ચન, નાગાર્જુન અને મૌની રોય મુખ્ય ભૂમિકામાં છે.
આવા સમયે, આલિયા આગામી સમયમાં રણવીર સિંહ સાથે 'રોકી ઔરરાની કી પ્રેમ કહાની' અને 'જી લે ઝરા'માં જોવા મળશે. 'જી લે ઝરા'માં કેટરિના કૈફ અને પ્રિયંકા ચોપરા પણ મુખ્ય ભૂમિકામાં છે.












Click it and Unblock the Notifications
