બિગવ બૉસ 18 ગ્રાન્ડ પ્રીમિયરમાં સામેલ થઇ વિવાદમાં ફસાયા અનિરુદ્ધાચાર્ય, જૂનો વીડિયો થયો વાયરલ
અનિરુદ્ધાચાર્ય, તેમની બોલ્ડ અને ઘણીવાર વિવાદાસ્પદ ટિપ્પણીઓ માટે જાણીતા છે, તાજેતરમાં તેમના એક ચોક્કસ નિવેદન પછી હેડલાઇન્સ બન્યા હતા અને જેને લઈ સોશિયલ મીડિયા યૂઝર્સે તેમને ટ્રોલ કર્યા હતા. વાયરલ થયેલા એક વિડિયોમાં અનિરુદ્ધાચાર્ય કોઈનું સીધું નામ લીધા વિના ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ટીકા કરતા સાંભળી શકાય છે.

અનિરુદ્ધાચાર્યએ ઉશ્કેરણીજનક રીતે પૂછ્યું, "જો આ ફિલ્મ નિર્માતાઓને એટલી જ ચિંતા હોય, તો આ મૂર્ખાઓને પૂછો કે ગરીબો માટે કેટલી યુનિવર્સિટીઓ બનાવી છે. તમે ગરીબો માટે કેટલી કોલેજો ખોલી છે? તેઓ માત્ર ફૂટપાથ પર સૂતા લોકો પર વાહન ચલાવે છે. તેઓ ઉપદેશ આપશે કે ભગવાન શંકર પર દૂધ ના ચડાવો. એવું તમે લોકો સાંભળ્યા રાખો બસ."
ઉલ્લેખનીય છે કે મહેમાન તરીકે બિગ-બૉસ 18માં સામેલ થયા ત્યારે અનિરુદ્ધાચાર્યએ સલમાન ખાનના પેટ પકડીને વખાણ કર્યાં હતાં. આ ઉપરાંત તેમણે અભિનેતાને લગ્ન કરી લેવાની સલાહ પણ આપી હતી. પરંતુ બિગ-બૉસના ગ્રાન્ડ પ્રીમિયર પછી અનિરુદ્ધાચાર્યનો એક જૂનો વીડિયો ચર્ચામાં આવી ગયો છે. જેમાં તેમણે સલમાન ખાનનું નામ લીધા વિના તેમના પર વિવાદિત નિવેદન આપ્યું હતું.
અનિરુદ્ધાચાર્યનો આ વીડિયો વાયરલ થયા બાદ સલમાનના ચાહકો તેમને ખૂબ ખરી-ખોટી સંભળાવી રહ્યા છે. એક યૂઝરે લખ્યું, આ બાવો સલમાન ખાન સાથે સેલ્ફી લેવા માટે કંઈપણ કરી શકે છે. અન્ય એક યૂઝરે લખ્યું, "જ્યારથી હું આ અનિરુદ્ધાચાર્યને સાંભળી રહ્યો છું ત્યારથી મને આ મૂર્ખ લાગી રહ્યો છે. એને સલમાન ખાનને ગીતા આપવાની શું જરૂરત હતી, સલમાન ખાન ક્યારેય સમ્માન નહીં કરે."
मैं इस अनिरुधाचार्य को जब से सुन रहा हूं तब से मुझे ये मूर्ख लग रहा है।
— बृजेश मिश्र/ Brijesh Mishra🇮🇳 (@MishraBRIJESH13) October 6, 2024
क्या जरूरत थी इसे सलमान खान को गीता देने की, सलमान खान कभी सम्मान नही करेगा।
और पहले जब सलमान खान पर बोल चुके हो उसके बावजूद भी बिग बॉस के सेट पर चले गए। pic.twitter.com/gBN0FEfOrC
અગાઉ અનિરુદ્ધાચાર્યએ દાવો કર્યો હતો કે "મને બિગ બૉસ 18માં પ્રતિયોગી તરીકે ભાગ લેવા માટે પ્રસ્તાવ મળ્યો હતો, મને બોલાવવામાં આવ્યા હતા અને કરોડોની ઑફર પણ કરી હતી, પરંતુ આ ઑફર મેં નકારી કાઢી હતી. કેમ કે તે મારી સંસ્કૃતિ અને સંસ્કાર સાથે મેચ નથી કરતું. પૈસા કરતાં મારા માટે સંસ્કાર વધુ મહત્વ ધરાવે છે."












Click it and Unblock the Notifications
