એપોર્ટ પર એક સાથે દેખાયા આર્યન અને સુહાના, ભાઇ બહેન જોવા મળ્યા સ્ટાલિશ અંદાજમા
શાહરૂખ ખાન ત્રણેય બાળકો આર્યન ખાન સુહાના અને અબરામની પોપ્યુલારિટી કોઇ સ્ટાર્સથી ઓછી નથી. ત્રાણેય જ્યારે નજર આવે છે ત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જાય છે. રવિવારે આર્યન ખાન અને સુહાના એક સાથે મુંબઇ એરપોર્ટ પર નજર આવ્ય
શાહરૂખ ખાન ત્રણેય બાળકો આર્યન ખાન સુહાના અને અબરામની પોપ્યુલારિટી કોઇ સ્ટાર્સથી ઓછી નથી. ત્રાણેય જ્યારે નજર આવે છે ત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જાય છે. રવિવારે આર્યન ખાન અને સુહાના એક સાથે મુંબઇ એરપોર્ટ પર નજર આવ્યા હતા. બંને આ દરમિયાન ઘણા સ્ટાઇલિશ લાગી રહ્યા હતા. તેમના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

આર્યન અને સુહાના આદરમિયાન કૈજ્યુઅલ લુકમાં નજર આવી રહ્યા હતા. સુહાના ખાને ઓફ હાઇટ જોગર્સ અને વ્હાઇટ ફ્રોપ ટોપ અને ક્રોપ જેકેટ પહેરેલુ હતુ. તો આર્યન ખાને વ્હાઇટ શૂજ, બ્લેક પૈટ અને ટી શર્ટ પહેરી રાખી હતી. બંને સુંદર લાગી રહ્યા હતા. સુહાના ખાન આદરમિયાન પોતાની બેલીને ફ્લોન્ટ કરતી નજર આવી હતી. તેનુ આ સ્ટાઇલિશ લુક મીડિયામાં ઘણું પસંદ આવી રહ્યુ છે.
બંને એરપોર્ટ પર બિલકુલ શાંતિથી દરેક પ્રોટોકોલ અને નિયમને ફોલો કરી રહ્યા હતા. આર્યન ખાન એરપોર્ટ પર પોતાનું અને બહેનનો સામાન પણ જાતે જ ઉઠાવેલો નજર આવ્યો હતો. તેમના આ વ્યવાહરની સોશિયલ મીડિયા પર યુજર્સ તેના વખાણ કરી રહ્યા છે.તેમજ તેમણે કેમરાને જોઇને ત્યાંથી જલ્દી નિકળવાની ઉતાવળ પણ ના કરી. પરંતુ સીઆઇએસએફ ઓફિસરો સામે તે ત્યાં સુધી ઉભા રહ્યા જ્યાં સુધી તેમની કાર્યવાહી પુરી ના થઇ ગઇ.
સુહાના ખાન બોલિવૂડમાં ડેબ્ય કરવા માટે તૈયાર છે. તે જોયા અખ્તરના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ ધી આર્ચીજ થી ડેબ્યુ કરશે. તો આર્યન ખાન વિશે એવી ખબર આવે છે કે, તે પડદા પાછળ રહીને કામ કરવા માગે છે. એવું પણ સાંભળવા મળ્યુ છે કે, તે ઇઝરાયલી નિર્દેશક લિઓર રાજ પાસેથી ટ્રેનિંગ મેળવી રહ્યા છે.












Click it and Unblock the Notifications
