અભિષેક ઐશ્વર્યાના છુટાછેડા અંગે મોટો સમાચાર, બચ્ચન પરિવારની વહુ કર્યો ખુલાસો
Abhishek Aishwarya divorce: હાલ સોશિયલ મીડિયા પર સતત ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના છુટાછેડાની અફવા અને તેની સાથે જોડાયેલા સમાચાર સતત ટ્રેન્ડમાં રહે છે.
ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનના છૂટાછેડાના સમાચારો અંગે બચ્ચન પરિવાર કે ઐશ્વર્યા રાયે કોઈ ખુલાસો આપ્યો ન હતો. જોકે, તાજેતરમાં ઐશ્વર્યા રાય બચ્ચને છુટાછેડાની અફવા અંગે પ્રતિક્રિયા આપી હતી.
પેરિસ ફેશન વીકમાંથી ઐશ્વર્યા રાય બચ્ચનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. બોલીવુડ બ્યુટી ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન વચ્ચે અણબનાવ બંને જલ્દી છૂટાછેડા લે તેવી અફવાએ જોર પકડ્યું છે.
ઐશ્વર્યા રાય તેની પુત્રી આરાધ્યા બચ્ચન સાથે પેરિસ ફેશન વીક ઈવેન્ટમાં ગઈ હતી. આ સમય દરમિયાન, તે ખૂબ જ ખુશ દેખાઈ રહી હતી અને કેમેરા માટે પોઝ આપતી વખતે તેણીની લગ્નની વીંટી પણ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
હવે અભિનેત્રીની આ લગ્નની વીંટી જોયા બાદ લોકો માને છે કે, અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય વચ્ચે બધુ બરાબર છે. બંને વચ્ચે પ્રેમ હજુ પણ ક્યાંક જીવંત છે.

બચ્ચન પરિવારની વહુ ઐશ્વર્યા રાયે તેના લગ્નની વીંટી બતાવીને છૂટાછેડાની અફવાઓ પર પૂર્ણવિરામ મૂક્યું છે. ઉલ્લેખનીય છે કે, આ કપલ ઘણા સમયથી સાથે જોવા મળ્યું નથી.
આ ઈવેન્ટ દરમિયાન એક્ટ્રેસ ઐશ્વર્યા રાયનો વીડિયો જોઈને લોકો તેને રિએક્શન પણ આપી રહ્યા છે કે, કપલ વચ્ચે બધુ બરાબર ચાલી રહ્યું છે. અન્ય એક યુઝરે લખ્યું કે, ભગવાન તમને ખુશ રાખે.












Click it and Unblock the Notifications
