Bollywood News : શહેનાઝના ફેન્સને સલમાન ખાને આપી ધમકી, કહી દીધી આ વાત

Bollywood News : સલમાન ખાન પોતાની ફિલ્મ કીસી કા ભાઇ કીસી કી જાનની સ્ટાર કાસ્ટ પ્રમોશન કરવા માટે ધ કપીલ શર્મા શોમાં પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ચોખ્ખા શબ્દોમાં શહેનાઝના ફેન્સને ધમકી આપી હતી.

સલમાન ખાને જણાવ્યું હતું કે, શહેનાઝના ફેન્સ વારંવાર સિદ્ધાર્થની યાદ અપાવીને હેરાન ન કરે. શહેનાઝ પણ આ વાતે સહમત થઇ હતી, અને પોતાની લવ લાઇફ વિશે ખુલીને વાત કરી હતી.

Bollywood News

સલમાન ખાને આપી ચેતવણી

ધ કપિલ શર્મા શોમાં પૂજા હેગડે, રાઘવ જુઆલ, સિદ્ધાર્થ, નિગમ સહિત તેની આખી ટીમ સાથે પહોંચેલા સલમાન ખાને ખૂબ જ મસ્તી કરી હતી. તેમણે દરેકનો પરિચય કરાવ્યો અને જ્યારે શહેનાઝનો વારો આવ્યો, ત્યારે તેમણે જણાવ્યું હતું કે, તેના ચાહકો તેને આગળ વધવા દેતા નથી. દરરોજ સિદ્ધાર્થ શુક્લા વિશે સોશિયલ મીડિયા પર કંઈક ને કંઈક પોસ્ટ કરે છે અને શહનાઝ તેનાથી પરેશાન થઈ જાય છે.

સિદ્ધાર્થ શુક્લાના ઉલ્લેખ પર કહી આ વાત

સલમાન ખાને જણાવ્યું હતું કે, 'સિદનાઝ' કરનારાઓએ વિચારવું જોઈએ કે, સિદ્ધાર્થ શુક્લા હવે આ દુનિયામાં નથી. તો શું તેમને આગળ વધવાનો અધિકાર નથી?

આના પર શહનાઝે જવાબ આપ્યો કે, હા હું તૈયાર છું, આગળ વધવા માટે, મારા જીવનમાં પ્રેમ શોધવા માટે. કપિલ મજાકમાં કહે છે કે, એવું કહો કે તમને કોઈ એવી વ્યક્તિ મળે જે તમને પ્રેમ કરે. તો શહેનાઝ ઉગ્રતાથી કહે છે કે, હું પ્રેમ કરાવીશ.

આગળ વધારવા માંગે છે શહનાઝ

ઉલ્લેખનીય છે કે, કિસી કા ભાઈ કિસી કી જાન ના ટ્રેલર લોન્ચ પ્રસંગે સલમાન ખાને શહનાઝને મીડિયા સામે જણાવ્યું હતું કે, તમે તમારો ભૂતકાળ ભૂલી જાઓ અને હવે આગળ વધો.

જેના પર શહનાઝે જવાબ આપ્યો હતો કે, તમે શું કહેવા માગો છો, તે મને સમજાતું નથી. ઉલ્લેખનીય છે કે, આજકાલ શહનાઝનું નામ તેના કો-સ્ટાર રાઘવ જુઆલ સાથે જોડાઈ રહ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X