Bollywood Upcoming Movies : કિસી કા ભાઇ કિસી કી જાન સાથે રિલીઝ થશે આ પાંચ ફિલ્મો
Bollywood Upcoming Movies : ઇદ 2023 પર સલમાન ખાનની અપકમિંગ ફિલ્મ કિસી કા ભાઇ કિસી કી જાન રિલીઝ થવા જઇ રહી છે. કિસી કા ભાઇ કિસી કી જાન છેલ્લા ઘણા દિવસોથી હેડલાઇન્સમાં રહે છે. સલમાન ખાનની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનથી ઘણા કલાકારો બોલીવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે.
સલમાનની નોર્થ-સાઉથ મિક્સ ફિલ્મને લઈને લોકોમાં ઘણો ક્રેઝ છે, પરંતુ શું તમે જાણો છો કે, સલમાન ખાનની 'કિસી કા ભાઈ કિસી કી જાન'ની સાથે 5 અન્ય મોટી ફિલ્મો પણ 2023ની ઈદના અવસર પર રિલીઝ થવા જઈ રહી છે.

chengiz : બોલીવુડના પ્રખ્યાત ફિલ્મ નિર્માતા નીરજ પાંડે અને નિર્દેશક રાજેશ ગાંગુલીની બંગાળી ફિલ્મ 'ચેંગીઝ' ઈદના દિવસે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ સમગ્ર ભારતની ફિલ્મ છે, જેમાં 70-90ના દાયકાનું કલકત્તા બતાવવામાં આવ્યું છે.
virupaksha : ટોલીવુડ સ્ટાર સાઈ ધરમ તેજ પહેલીવાર પાન ઈન્ડિયા ફિલ્મ લઈને આવી રહ્યા છે. મિસ્ટ્રી ફિલ્મ વિરૂપાક્ષ પણ ઈદના દિવસે સિનેમાઘરોમાં રિલીઝ થશે.
Tamilarasan : બાબુ યોગેશ્વરનની ફિલ્મ અગાઉ 14 એપ્રિલના રોજ રિલીઝ થવાની હતી. જે મુલતવી રાખ્યા બાદ, હવે તે ઈદના દિવસે રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં સોનુ સૂદ પણ જોવા મળશે.
yaathisai : પિરિયોડિક ફિક્શન ડ્રામા ફિલ્મ યાથીસાઈ ચોલા સામ્રાજ્યની સ્ટોરી દર્શાવે છે. મલ્ટિસ્ટારર ફિલ્મ પણ ઈદના દિવસે સિનેમાઘરોમાં રિલીઝ થશે.
kisi ka bhai kisi ki jaan : ઈદના દિવસે સલમાન ખાનની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાન બોક્સ ઓફિસ પર ઘણી ફિલ્મોને ટક્કર આપવા જઈ રહી છે.












Click it and Unblock the Notifications
