રિલેશનશિપમાં શારીરિક સંબંધનું કેટલું મહત્વનું છે? દીપિકાએ આપ્યો આ જવાબ
ફિલ્મ અભિનેત્રી દીપિકા પાદુકોણ આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ગહેરાઇયાં ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું ત્યારથી જ તેમાં દીપિકાના ઈન્ટિમેટ સીનને લઈને પણ ચર્ચા ચાલી રહી છે.
મુંબઈ : ફિલ્મ અભિનેત્રી દીપિકા પાદુકોણ આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ગહેરાઇયાં ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું ત્યારથી જ તેમાં દીપિકાના ઈન્ટિમેટ સીનને લઈને પણ ચર્ચા ચાલી રહી છે. ફિલ્મના પ્રમોશન માટે પહોંચેલી દીપિકાને જ્યારે પૂછવામાં આવ્યું કે, તે રિલેશનશિપમાં ફિઝિકલ ઈન્ટિમસીને કેટલું મહત્વપૂર્ણ માને છે તો દીપિકાએ કહ્યું કે, આ સૌથી મહત્વનું નથી.

શારીરિક સંબંધ ખૂબ જ મહત્વપૂર્ણ છે, પરંતુ...
બોલીવુડ હંગામાના ફરીદુન શહરયાર સાથેની વાતચીતમાં દીપિકા પાદુકોણે જણાવ્યું હતું કે, સંબંધમાં શારીરિક સંબંધો ખૂબ જ મહત્વપૂર્ણ છે.
દીપિકાએ કહ્યું કે, શારીરિકસંબંધો ખૂબ જ ખાસ છે, પરંતુ તે તેને સંબંધનો સૌથી મહત્વપૂર્ણ ભાગ નથી માનતી.
દીપિકાએ કહ્યું કે, વિશ્વાસ અને મિત્રતા જેવી બાબતો વધુ મહત્વની છે. જો સંબંધમાંવિશ્વાસ ન હોય તો બાકીની વાતોનો કોઈ અર્થ રહેતો નથી.

શારીરિક સંબંધ માટે દસમાંથી કેટલા નંબર?
જ્યારે દીપિકાને શારીરિક સંબંધના મહત્વ પર 10 માંથી નંબર આપવાનું કહેવામાં આવ્યું ત્યારે દીપિકાએ જણાવ્યું હતું કે, તે છ સાત નંબર આપશે.
દીપિકાએ એમ પણકહ્યું કે, બ્રેકઅપનું સૌથી સામાન્ય કારણ બેવફાઈ છે.

'પઠાણ' વિશે પણ કરી વાત
ઈન્ટરવ્યુમાં દીપિકા પાદુકોણે તેની આગામી ફિલ્મ 'પઠાણ' વિશે પણ વાત કરી હતી. જેમાં તે શાહરૂખ ખાન સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે.
દીપિકાએ કહ્યું કે, તેનેઆ ફિલ્મની સ્ક્રિપ્ટ ખૂબ જ ગમી હતી.

ફિલ્મ ગહેરાઇયાં 11 ફેબ્રુઆરીએ રિલીઝ થશે
દીપિકાની ફિલ્મ 'ગહેરાઇયાં' 11 ફેબ્રુઆરી, 2022ના રોજ રિલીઝ થઈ રહી છે. તે એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થશે.
દીપિકા પાદુકોણ અને સિદ્ધાંત ચતુર્વેદીપહેલીવાર ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા છે.
આ બંને સિવાય અનન્યા પાંડે અને ધૈર્ય કારવા પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.












Click it and Unblock the Notifications
