દિશા પટનીએ મારી '720 કિક', ચાહકોએ કહ્યું- ટાઈગરની અસર
ઘણીવાર તમે હીરોને એક્શન અને ખતરનાક સ્ટંટ કરતા જોયા હશે, પરંતુ બોલિવૂડમાં એક એવી હિરોઈન પણ છે જે પોતાના માર્શલ આર્ટ અને સ્ટંટ માટે ફેમસ છે.
ઘણીવાર તમે હીરોને એક્શન અને ખતરનાક સ્ટંટ કરતા જોયા હશે, પરંતુ બોલિવૂડમાં એક એવી હિરોઈન પણ છે જે પોતાના માર્શલ આર્ટ અને સ્ટંટ માટે ફેમસ છે. પોતાની ફિટનેસ માટે જાણીતી દિશા પટની તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ પરથી અદભૂત વીડિયો શેર કરે છે.

દિશાએ ફરી એકવાર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે હવામાં કૂદતી અને શાનદાર કિક મારતી જોવા મળી રહી છે. ચાહકો તેને તેના બોયફ્રેન્ડ ટાઈગર શ્રોફની અસર કહી રહ્યા છે. ખુદ ટાઈગર શ્રોફે પણ દિશાના વખાણ કર્યા છે.
ખૂબ જ અઘરી હોય છે 720 કિક
'720 કિક' એ તાઈક્વાન્ડોનો એક ભાગ છે. આ સ્ટંટ કરવાનું અત્યંત મુશ્કેલ માનવામાં આવે છે. દિશા પટાનીએ આ કિક ખૂબ જ સરળતાથી મારી અને બતાવ્યું કે કોઈ પણ કામ મુશ્કેલ નથી. દિશા પટનીએ સ્લો મોશન વીડિયોમાં 720 ડિગ્રી પર રોટેટ કરીને કીકને ટારગેટ પર વાગવા સુધી જોઇ શકાય છે.
ચાહકોએ કહ્યું- ટાઈગરની અસર
ટાઇગર શ્રોફને સ્ટંટનો રાજા કહેવામાં આવે છે. તે એક પછી એક સ્ટંટ સરળતાથી કરી શકે છે. આવી સ્થિતિમાં તેની ગર્લફ્રેન્ડ દિશા કેવી રીતે પાછળ રહી શકે. દિશાએ પણ પોતાને ફિટ રાખવા માટે કોઈ કસર છોડી નથી. દિશાની મહેનત અને ફિટનેસ જોઈને ફેન્સ તેની પ્રશંસા કરતા થાકતા નથી. ચાહકો પણ તેને ટાઈગરની અસર કહી રહ્યા છે.












Click it and Unblock the Notifications
