એકતા કપૂરે KTina માંથી દિશા પટનીની કરી હાંકલપટ્ટી, આ છે કારણ
એકતા કપૂરની આગામી ફિલ્મ KTina માંથી દિશા પટનીને બહાર કરી છે. મળતી માહિતી અનુસાર એકતા કપૂર અને બાલાજી પ્રોડક્શને દિશા પટનીને તેના અનપ્રોફેશનલ વ્યવહારને કારણે KTina ફિલ્મમાંથી બહાર કરી છે.
એકતા કપૂરની આગામી ફિલ્મ KTina માંથી દિશા પટનીને બહાર કરી છે. મળતી માહિતી અનુસાર એકતા કપૂર અને બાલાજી પ્રોડક્શને દિશા પટનીને તેના અનપ્રોફેશનલ વ્યવહારને કારણે KTina ફિલ્મમાંથી બહાર કરી છે. દિશા પટની આ સમાચાર બાદ હેડલાઇન્સમાં છે.

તારા સુતરિયા કે શ્રદ્ધા કપૂરના નામની ચર્ચા
ઉલ્લેખનીય છે કે, એકતા કપૂરની ફિલ્મ 'KTina' તેના પોતાના જીવન પર આધારિત છે. દિશાનો ફર્સ્ટ લૂક પણ રિલીઝ કરવામાં આવ્યો હતો. હવે તે આ ફિલ્મ માટે નવા ચહેરાની શોધમાં છે.
એકતા કપૂરે પણ ઘણી અભિનેત્રીઓનો સંપર્ક કર્યો છે, પરંતુ ઘણા મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આ ફિલ્મ માટે હવે તારા સુતારિયા કે શ્રદ્ધા કપૂરનું નામ ફાઈનલ થઈ શકે છે.

દિશા પટનીએ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું હતું, પરંતુ...
આ ફિલ્મને એકતા કપૂર પોતે ડિરેક્ટ કરવા જઈ રહી છે. દિશા પટનીને ફિલ્મ ફાઇનલ કર્યા બાદ તેના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.
દૈનિક ભાસ્કરમાં છપાયેલા એક અહેવાલ મુજબ, દિશા પટનીએ પણ આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું હતું, પરંતુ તે પછી દિશાને ફિલ્મમાંથી બહાર ફેંકી દેવામાં આવી હતી.

આ કારણે લેવાયો નિર્ણય
રિપોર્ટ અનુસાર, દિશા પટની અને બાલાજી પ્રોડક્શન કંપનીના સભ્યો વચ્ચે કોઈ કારણસર વિવાદ થયો હતો, જેના પછી એકતા કપૂરે તેનેફિલ્મમાંથી હટાવવાનો નિર્ણય લીધો હતો. હવે દિશા પટની દ્વારા ફિલ્માવવામાં આવેલા સીનનું પણ ફરીથી શૂટિંગ કરવામાં આવશે.

દિશા પટનીનું વર્ક ફ્રન્ટ
બીજી તરફ, વર્ક ફ્રન્ટની વાત કરીએ તો દિશા પટની તાજેતરમાં જ એક વિલન રિટર્ન માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તે અર્જુન કપૂર અનેજોન અબ્રાહમ સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળી હતી. આ સિવાય દિશા પટની ટાઈગર શ્રોફ સાથેના બ્રેકઅપને લઈને પણ ચર્ચામાં રહી છે.












Click it and Unblock the Notifications
