Entertainment News : ઇલિયાનાએ શેર કર્યો પોતાના બાળકના પિતાનો ફોટો
Entertainment News : બોલીવુડ એક્ટ્રસ ઇલિયાના ડિક્રુઝ પોતાની ગર્ભાવસ્થાને કારણે સતત ચર્ચામાં રહે છે. વર્તમાન સમયમાં વિદેશમાં રહીને પોતાના ગર્ભાવસ્થાનો આનંદ લઇ રહ્યો છે. ઇલિયાનાએ એપ્રિલમાં પોતાની પ્રગ્નેન્સીના રહસ્ય ઉજાગર કર્યું હતું.
જ્યારથી ઇલિયાનાએ પ્રગ્નેન્સીનો ખુલાસો કર્યો છે, ત્યારથી દરેકના મનમાં એક જ સવાલ છે કે, આખરે અભિનેત્રીના બાળકનો પિતા કોણ છે. હવે તેઓએ આ રહસ્યનો પણ પર્દાફાશ કર્યો છે. લાંબી રાહ જોયા બાદ ઇલિયાના ડીક્રુઝે તેના બાળકના પિતાનો ફોટો શેર કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, અભિનેત્રી લગ્ન વગર જ માતા બનવા જઈ રહી છે. આવી સ્થિતિમાં તેના ચાહકો એ જાણવા ઉત્સુક છે કે, તેનો બોયફ્રેન્ડ કોણ છે અને તે ક્યાં રહે છે. આ દરમિયાન હવે ઇલિયાના ડીક્રુઝે તેના બોયફ્રેન્ડની એક તસવીર શેર કરી છે. આ વખતે તેણે ફોટોમાં પ્રેમભર્યો મેસેજ પણ લખ્યો છે.
શેર કરેલા આ ફોટોમાં ઇલિયાના તેના બોયફ્રેન્ડ સાથે ડેટ નાઈટ એન્જોય કરતી જોવા મળી રહી છે. તેણે આ તસવીર ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી છે. આ તસવીરના કેપ્શનમાં તેણે લખ્યું, ડેટ નાઈટ. જોકે અભિનેત્રીએ આ વ્યક્તિનું નામ જાહેર કર્યું નથી.
તસવીરમાં બંને કોઝી જોવા મળે છે. આ દરમિયાન અભિનેત્રી રેડ આઉટફિટમાં જોવા મળી રહી છે, જ્યારે તેનો બોયફ્રેન્ડ બ્લેક શર્ટમાં ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો છે. આ તસવીર પહેલા પણ ઇલિયાનાએ તેના બોયફ્રેન્ડ સાથે કેટલાક ફોટો શેર કર્યા હતા. જોકે, ત્યારે ચહેરો દેખાડવામાં આવ્યો ન હતો, પરંતુ આ ફોટો શેર કર્યા બાદ ફેન્સ ઘણા ખુશ દેખાઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, અભિનેત્રીએ થોડા સમય પહેલા પોતાના હાથની વીંટી બતાવતી એક તસવીર શેર કરી હતી. આ ફોટો પછી અટકળો લગાવવામાં આવી હતી કે, તેમની સગાઈ થઈ ગઈ છે. જોકે, તેમના તરફથી હજુ સુધી કોઈ નિવેદન બહાર આવ્યું નથી.
તાજેતરમાં અભિનેત્રીએ તેના ગર્ભાવસ્થાના વજનમાં વધારા વિશે લખ્યું, મને ગમે છે કે, છેલ્લા કેટલાક મહિનામાં મારા શરીરમાં કેવું બદલાવ આવ્યું છે. આ એક ચમત્કારિક અદ્ભુત નમ્ર સફર રહી છે. ઇલિયાનાએ એમ લખ્યું હતું કે, એવા દિવસો આવે છે, જ્યારે તેણીની તબિયત સારી નથી હોતી, પરંતુ તેણી પાસે એક ઉત્તમ સપોર્ટ સિસ્ટમ છે, તેથી વજન વધવાથી કોઈ ફરક પડતો નથી.
અભિનેત્રીના ફિલ્મી કરિયરની વાત કરીએ તો તેની બોલીવુડ ડેબ્યુ ફિલ્મ રણબીર કપૂર સાથે 'બરફી' હતી. ઇલિયાના છેલ્લે ફિલ્મ 'અનફેર એન્ડ લવલી'માં જોવા મળી હતી.












Click it and Unblock the Notifications
