Ileana D' Cruz Baby Bump : ઇલિયાના ડિક્રૂઝએ બતાવ્યો બેબી બંપ, લોકો બોલ્યા પાપાનું નામ જણાવો
Ileana D' Cruz Baby Bump : બોલીવુડ એક્ટ્રેસ ઇલિયાના ડિક્રૂઝ વર્તમાન સમયમાં તેની ગર્ભાવસ્થાનો આનંદ માણી રહી છે. અમુક સમય પહેલા તેમણે સોશિયલ મીડિયા દ્વારા લોકોને જણાવ્યું હતું કે, તે પ્રેગ્નેન્ટ છે, અને તેના ફેન્સ સામે બેબી બંપ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. જોકે, તેણે તેના બાળકના પિતા વિશે કોઇ ખુલાસો કર્યો નથી.
આવી સ્થિતિમાં કેટલાક લોકો તેને જોરદાર ટ્રોલ પણ કરી રહ્યા છે. પ્રેગ્નેન્સી બાદથી ઇલિયાના સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની પોસ્ટ શેર કરી રહી છે, પરંતુ હવે આખરે તેણે પોતાની સંપૂર્ણ તસવીર લોકોને બતાવી છે. ફોટોમાં ઇલિયાનાનો બેબી બમ્પ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.

ઇલિયાના ડી'ક્રૂઝે પ્રથમ વખત તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બેબી બમ્પ સહિત તેની સંપૂર્ણ તસવીર શેર કરી છે. થોડા દિવસો પહેલા તેણે કહ્યું હતું કે, તે તેના પહેલા બાળકનું સ્વાગત કરવા જઈ રહી છે. આ ક્ષણે, આ પ્રથમ વખત છે કે, તેણે લોકો માટે બેબી બમ્પ સાથે તેની સંપૂર્ણ તસવીર શેર કરી છે.
હજુ પણ ઇલિયાનાએ જાહેર કર્યું નથી કે, તેના ગર્ભમાં રહેલા બાળકનો પિતા કોણ છે, પરંતુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તે બોલીવુડ અભિનેત્રી કેટરિના કૈફના ભાઈ સેબેસ્ટિયન લોરેન્ટ મિશેલને ડેટ કરી રહી છે, તેથી બાળક તેનું જ હશે.
ઉલ્લેખનીય છે કે, ઇલિયાના ડીક્રુઝે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે, જે તેના ઘરે ક્લિક કરવામાં આવી છે.
આ તસવીરોમાં ઇલિયાના નો-મેકઅપ લુકમાં જોવા મળી રહી છે. તેણે બ્લેક ડ્રેસ પહેર્યો છે, જેમાં તેનો બેબી બમ્પ હાઈલાઈટ થઈ રહ્યો છે.
તસવીરોમાં તે ખૂબ જ ખુશ દેખાઈ રહી છે અને કેમેરા સામે પોઝ આપી રહી છે. તે કેમેરા સામે સ્મિત કરતી વખતે તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.
પોતાની પ્રેગ્નન્સીની મુસાફરીની પહેલી તસવીરો શેર કરતાં ઇલિયાના ડીક્રુઝે કેપ્શનમાં લખ્યું હતું કે, બમ્પ એલર્ટ‼️' આ સિવાય ઇલિયાનાએ તેના ફ્રેન્ડને પણ ક્રેડિટ આપી જે કેમેરાની પાછળ હતી અને જેણે આ તમામ ફોટો લીધા હતા.
ઇલિયાનાના બેબી બમ્પના ફોટા પર તેના ફેન્સથી લઈને તેના સેલેબ્સ ફ્રેન્ડ્સ ઉગ્ર કમેન્ટ કરી રહ્યા છે અને તેને અભિનંદન આપી રહ્યા છે.
ઇલિયાના ડીક્રુઝના મિત્રો આથિયા શેટ્ટી અને સોફી ચૌધરીએ પણ આ પોસ્ટ પર હાર્ટ ઇમોજીસ પોસ્ટ કર્યા છે. જોકે કેટલાક લોકો ઇલિયાનાને ટ્રોલ કરી રહ્યા છે અને તેને પૂછી રહ્યા છે કે, આ બાળકનો પિતા કોણ છે.
અહેવાલો અનુસાર, ઇલિયાના ડીક્રુઝ સેબેસ્ટિયન લોરેન્ટ મિશેલ (કેટરિના કૈફના ભાઈ) સાથે ઘણી વખત જોવા મળી છે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ઇલિયાના ડીક્રુઝના લંડન સ્થિત મોડલ સેબેસ્ટિયન લોરેન્ટ મિશેલ સાથેના સંબંધોના સમાચાર છે.
ઇલિયાના અને તેનો કથિત બોયફ્રેન્ડ કેટરીના કૈફ અને વિકી કૌશલ સાથે માલદીવમાં રજાઓ મનાવવા ગયા હતા. જોકે, બંનેએ હજુ સુધી પોતાના સંબંધો વિશે કોઈ માહિતી આપી નથી.












Click it and Unblock the Notifications
