Ileana D'cruz Baby: ઇલિયાના ડીક્રુઝ બની માતા, જુઓ પુત્રની પ્રથમ ઝલક
Ileana D'cruz Baby: બોલીવુડની જાણીતી અભિનેત્રી ઇલિયાના ડીક્રુઝ આ દિવસોમાં પોતાની પ્રેગ્નન્સીને લઈને ચર્ચામાં છે. અભિનેત્રીના બાળકનો પિતા કોણ છે, તે જાણવા માટે દરેક જણ ઉત્સુક છે, પરંતુ હસીનાએ હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કર્યું નથી કે, તેના બાળકનો પિતા કોણ છે.
આ દરમિયાન પોતાના ચાહકોને ખુશખબર આપતા ઇલિયાનાએ જણાવ્યું હતું કે, તેણે એક પુત્રને જન્મ આપ્યો છે. આ સાથે અભિનેત્રીએ પોતાના બાળકનું નામ પણ જાહેર કર્યું છે. આ ફોટોની સાથે હસીનાએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે, તેના બાળકનો જન્મ આજે નહીં પરંતુ 1 ઓગસ્ટના રોજ થયો હતો, પરંતુ આજે તેણે તેના પુત્રનો ફોટો શેર કર્યો છે.

ઇલિયાનાએ તેના પુત્રનો ફોટો શેર કર્યો, જેમાં અભિનેત્રીએ કેપ્શન લખ્યું હતું કે, અમે શબ્દોમાં વ્યક્ત કરી શકતા નથી કે, અમે અમારા પ્રિય પુત્રનું સ્વાગત કરીને કેટલા ખુશ છીએ. હૃદય ખૂબ ભરેલું છે. અભિનેત્રીએ આ પોસ્ટમાં તેના પુત્રના નામનો પણ ઉલ્લેખ કર્યો છે, અને તે નામ છે કોઆ ફોનિક્સ ડોલન. આ પોસ્ટ આવતા જ લોકો ઇલિયાના પર અભિનંદનનો વરસાદ કરવા લાગ્યા હતા.
વર્ષ 2006માં ઇલિયાનાએ પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. તે જ વર્ષે, અભિનેત્રીએ તેલુગુ ફિલ્મ દેવદાસુથી પણ અભિનયની શરૂઆત કરી હતી. જે બાદ તે તમિલ ફિલ્મોમાં જોવા મળી હતી.
સાઉથ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવ્યા બાદ ઈલિયાનાએ ફિલ્મ 'બરફી' (2012) થી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તેના ઉત્તમ અભિનય માટે ઇલિયાનાને શ્રેષ્ઠ ડેબ્યૂ અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો.
તેની પ્રથમ હિન્દી સુપરહિટ ફિલ્મ પછી, ઇલિયાનાએ 'બાદશાહો', 'મેં તેરા હીરો', 'રુસ્તમ' અને 'પાગલપંતી' જેવી બોલીવુડ ફિલ્મોમાં કામ કર્યું હતું.












Click it and Unblock the Notifications
