કંગના રનૌતએ ફરીથી ઇંડસ્ટ્રી પર સાધ્યું નિશાન, કર્યો ચોંકાવનારો ખુલાસો!
કંગના રનૌત ફરી એકવાર પોતાના વિવાદાસ્પદ નિવેદનને લઈને ચર્ચામાં આવી છે. કંગના બેબાકીથી બોલિવૂડ પરના તેના મંતવ્ય માટે જાણીતી છે.
કંગના રનૌત ફરી એકવાર પોતાના વિવાદાસ્પદ નિવેદનને લઈને ચર્ચામાં આવી છે. કંગના બેબાકીથી બોલિવૂડ પરના તેના મંતવ્ય માટે જાણીતી છે. તેણે પોતાની આ ઓળખ સતત જાળવી રાખી છે. આ વખતે કંગનાએ બોલિવૂડ અને તેની સાથે જોડાયેલ તેના સફર પર ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. બોલિવૂડમાં કંગના રનૌતે એક અભિનેત્રી તરીકે પોતાને સ્થાપિત કરી ચુકી છે. અભિનેત્રી હોવા સાથે, તેણે પોતાને રાઇટિંગ અને દિગ્દર્શનના ક્ષેત્રમાં પણ જોડીને રાખી છે.
કંગનાએ માને છે કે તેની ચાહ હંમેશાં કંઇક નવું શીખવા અને કરવાની રહી છે. જેથી તે દરેક રીતે ફિલ્મ મેકિંગનો ભાગ બનવા માટે પોતાને લાયક બનાવી શકે. સાથે જ તે માને છે કે બોલિવૂડમાં પ્રતિભાનું કોઈ મહત્વ નથી.

હું હવે કડક થઇ ગઈ છું..
કંગનાએ એક વાતચીતમાં જણાવ્યું હતું કે હવે હું કડક થઈ ગઈ છું. શરૂઆતમાં, જ્યારે હું અહીં આવી ત્યારે મને લાગ્યું કે અહીં પ્રતિભા જ બધું છે. તમારે પોતાને સાબિત કરવું પડશે.

મેં ફિલ્મ મેકિંગ, સ્ક્રિપ્ટીંગ શીખી અને પછી
તે આગળ કહે છે કે મેં ઘણી બધી વસ્તુઓ કરી અને મારો રસ્તો બનાવવા માટે સંઘર્ષ કર્યો. ફિલ્મ મેકિંગ, સ્ક્રિપ્ટીંગ શીખી. મેં તે બધું વિચારીને કર્યું કે પ્રતિભા જ બધું છે.

અહીં ખેલ ખેલનારા લોકો
કંગના કહે છે કે જ્યારે મેં મારી પ્રતિભા વધારી ત્યારે ઘણું બદલાઈ ગયું હતું. ત્યારે મને સમજાયું કે તે ઉદ્યોગમાં પ્રતિભાનું કોઈ મહત્વ નથી. સત્તાની રાજનીતિ કરનારા અને ખેલ ખેલનારા લોકો તેમના સંપર્કો અને નાના માફિયાઓની મદદથી ચાલ રમે છે. તેઓ એકબીજા સાથે મળીને કામ કરે છે.

મારે કડક પગલાં લેવા પડ્યાં
કંગનાએ બોલિવૂડના બદલાતા વાતાવરણ અંગે કહ્યું હતું કે મારે આ સિસ્ટમ તોડવા માટે કડક પગલાં લેવા પડ્યા. પોતાની પસંદથી કડક થયું પડ્યું. મને લાગે છે કે તમને તે મળવું જોઈએ. જેના માટે તમે લાયક છો. કેટલીકવાર તમારે તે હાંસલ કરવું પડે છે.

કરણ જોહર વિરુદ્ધ
તમને જણાવી દઈએ કે કંગના વિવાદોમાં ઘેરાયેલી રહે છે. વર્ષ 2017 માં, તેણે ફિલ્મ નિર્માતા કરણ જોહરને ભાઈ ભત્રીજાવાદને પ્રોત્સાહન આપનારો કહ્યું હતું, ત્યારબાદ તે બેક ટૂ બેક તે ઘણાં ખુલાસાઓ અને નિવેદનો આપતી આવી છે, જે હંમેશાં હેડલાઈન્સમાં બની રહ્યા છે.
આ પણ વાંચો: 'સસ્તી કૉપી' કમેન્ટ પર કંગના અને રંગોલીને તાપસી પન્નૂનો જવાબ












Click it and Unblock the Notifications
