Korean Remake in Bollywood : કોપી કરવામાં માહિર છે બોલીવુડ, કોરિયન ફિલ્મોની રિમેક છે આ બોલીબુડ ફિલ્મો
એવું બિલકુલ નથી કે, હોલીવુડ કે સાઉથ દ્વારા હિન્દી ફિલ્મોની રિમેક નથી બનાવતા, પરંતું બોલીવુડ રિમેક્સ બનાવવામાં સૌથી આગળ છે. આ વાત એ પરથી સાબિત થાય છે કે, અમુક હિન્દી ફિલ્મો એવી પણ છે કે, જે કોરિયન ફિલ્મોની રિમેક છે.
Korean Remake in Bollywood : હાલના સમયમાં બોલીવુ઼ડમાં રિમેક્સનો સમય ચાલી રહ્યો છે. હિન્દી સિનેમા જગતના ઘણા કલાકારો સાઉથની ફિલ્મોની રિમેક કરી ચૂક્યા છે, જેમાંથી મોટાભાગની બોક્સ ઓફિસ પર ફ્લોત સાબિત થઇ હતી. વર્તમાન સમયમાં બોલીવુડની મોટાભાગની ફિલ્મો હોલીવુડ અને સાઉથની ફિલ્મોની રિમેક કે પ્રેરિત હોય છે.
એવું બિલકુલ નથી કે, હોલીવુડ કે સાઉથ દ્વારા હિન્દી ફિલ્મોની રિમેક નથી બનાવતા, પરંતું બોલીવુડ રિમેક્સ બનાવવામાં સૌથી આગળ છે. આ વાત એ પરથી સાબિત થાય છે કે, અમુક હિન્દી ફિલ્મો એવી પણ છે કે, જે કોરિયન ફિલ્મોની રિમેક છે અને આ તમામ ફિલ્મો બોક્સ ઓફિસ પર સુપર હિટ રહી છે.

ભારત
બોલીવુડના સૌના પ્રિય ભાઈજાન સલમાન ખાને પોતાના લાંબા કરિયરમાં એકથી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે, જેને દર્શકોએ ઘણો પ્રેમ પણઆપ્યો છે.
સલમાન ખાનની મોટાભાગની ફિલ્મો સુપરહિટ રહી છે અને તેમાંથી એક તેની વર્ષ 2019માં રિલીઝ થયેલી ફિલ્મ 'ભારત' છે.
આફિલ્મમાં સલમાન ખાન પાંચ અલગ-અલગ લુકમાં જોવા મળ્યો હતો. કેટરીના કૈફ 'ભારત'માં સલમાન ખાન સાથે લીડ રોલમાં જોવા મળીહતી.
સલમાન ખાનની આ સુપરહિટ ફિલ્મ વર્ષ 2014માં રિલીઝ થયેલી કોરિયન ફિલ્મ 'ઓડ ટુ માય ફાધર' પર આધારિત હતી.

સિંઘ ઇઝ બ્લિંગ
ઇન્ડસ્ટ્રીના ખિલાડી કુમાર અક્ષય કુમારની ફિલ્મ 'સિંઘ ઇઝ કિંગ' આવી જ એક ફિલ્મ હતી, જેમાં કોમેડી સાથે રોમાન્સ અને એક્શન બંનેહતા.
આ ફિલ્મને દર્શકોએ ઘણો પ્રેમ આપ્યો હતો અને તેના બીજા ભાગ 'સિંઘ ઈઝ બ્લિંગ'થી પણ અક્ષય કુમારના ચાહકોને ઘણી અપેક્ષાઓહતી, પરંતુ આ સિક્વલ દર્શકોની અપેક્ષાઓ પર ખરી ઉતરી ન હતી અને ફ્લોપ સાબિત થઈ હતી.
'સિંઘ ઈઝ બ્લિંગ' 2006માં આવેલીસાઉથ કોરિયન ફિલ્મ 'માય વાઈફ ઈઝ અ ગેંગસ્ટર 3'થી પ્રેરિત હતી.

આવારાપન
વર્ષ 2007માં રિલીઝ થયેલી ઈમરાન હાશ્મીની ફિલ્મ 'આવારાપન'નું નામ પણ આ યાદીમાં શામેલ છે. ફિલ્મના ગીતોથી લઈને સ્ટોરી સુધીદર્શકોને ખૂબ જ પસંદ આવ્યા હતા.
ઈમરાન હાશ્મીની ફિલ્મ 'આવારાપન' કોરિયન ફિલ્મ 'અ બિટરસ્વીટ લાઈફ'થી પ્રેરિત હતી, જેનેબોલીવુડનો ટચ આપવામાં આવ્યો હતો. આ ફિલ્મની સ્ટોરી માનવ તસ્કરી પર આધારિત હતી.

મર્ડર 2
બોલીવુડ સીરિયલ કિસર ઈમરાન હાશ્મીની ફિલ્મ 'આવારાપન'ની સાથે 'મર્ડર 2'નું નામ પણ આ લિસ્ટમાં શામેલ છે. 'મર્ડર 2' 2008નીકોરિયન ફિલ્મ 'ધ ચેઝર' પરથી પ્રેરિત છે.
ઉલ્લેખનીય છે કે, કોરિયન ફિલ્મ રિયલ લાઈફ કિલર પર આધારિત હતી. આવા સમયે ફિલ્મનાબોલીવુડમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા હતા, જે હિન્દી દર્શકોને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા હતા.

એક વિલન
વર્ષ 2014માં રિલીઝ થયેલી સિદ્ધાર્થ મલ્હોત્રા, શ્રદ્ધા કપૂર અને રિતેશ દેશમુખની ફિલ્મ 'એક વિલન' તેની અદભૂત સ્ટોરી અને કન્ટેન્ટ પરઆધારિત હતી.
આ ફિલ્મ દર્શકોને એટલી પસંદ આવી કે બોક્સ ઓફિસ પર 'એક વિલન' સુપરહિટ સાબિત થઈ.
'એક વિલન' કોરિયન ફિલ્મ'આઈ સો ધ ડેવિલ'ની રિમેક હતી, જેને બોલીવુડનો ટચ આપવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ફિલ્મની સાથે તેમના ગીતો પણ દર્શકોનેખૂબ પસંદ આવ્યા હતા.
-
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ




Click it and Unblock the Notifications
