
'ધ કપિલ શર્મા શો'માંથી બહાર થયો કૃષ્ણા અભિષેક, કારણ જાણીને ચોંકી જશો
મુંબઈ, 22 ઓગસ્ટ : ટીવીનો પ્રખ્યાત કોમેડી રિયાલિટી શો 'ધ કપિલ શર્મા શો' અત્યારે પ્રસારિત નથી થઈ રહ્યો, પરંતુ લોકો તેના ફરી શરૂ થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કોમેડિયન કપિલ શર્મા અને તેની આખી ટીમ છેલ્લા કેટલાક મહિનાઓથી અમેરિકાના પ્રવાસે હતી.

શોની નવી સિઝન ફરી શરૂ થવાની છે
ધ કપિલ શર્મા શોના લોકો અમેરિકાના ઘણા દેશોમાં લાઈવ શો કરી રહ્યા હતા. જોકે, હવે દરેક મેમ્બર ભારત પરત ફરી રહ્યા છે અને ફરીથીશો શરૂ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
રવિવારના રોજ કપિલ શર્માએ પોતાનો નવો ફોટો શેર કરીને પોતાના ફેન્સને આ વિશેજાણકારી આપી હતી. તસવીર શેર કરતા કપિલે જણાવ્યું હતું કે, શોની નવી સિઝન ફરી શરૂ થવાની છે.

નવી સિઝનમાં જોવા મળ્યો કપિલનો નવો લૂક
આવા સમયે, કપિલ શર્માએ ચાહકો માટે પોતાનો નવો લૂક પણ શેર કર્યો હતો, જેને જોઈને સામાન્ય લોકોથી લઈને સેલેબ્સ સુધીના દરેકલોકો તેના જોરદાર વખાણ કરતા જોવા મળે છે.
આ તસવીર શેર કરતા કપિલ શર્માએ લખ્યું કે, નવી સિઝન, નવો લૂક... ધ કપિલ શર્મા શોજલ્દી આવી રહ્યો છે, પરંતુ શું તમે જાણો છો કે, કૃષ્ણા અભિષેક હવે કપિલ શર્મા શોમાં જોવા નહીં મળે.
દર્શકોને જણાવી દઈએ કે, શો'સપના'નું સફળ પાત્ર હવે નવી સિઝનમાં જોવા નહીં મળે.

જોવા નહીં મળે કૃષ્ણા અભિષેક
પિંકવિલાના અહેવાલ મુજબ, કૃષ્ણા અભિષેક કપિલ શર્મા શોની નવી સિઝનમાં જોવા નહીં મળે. જણાવવામાં આવી રહ્યું છે કે, શોની આસિઝનમાં મેકર્સે ઘણા ફેરફાર કર્યા છે. આ શોમાં તમને ઘણા નવા કલાકારો જોવા મળશે.
આવા સમયે, ક્રિષ્ના શોમાંથી બહાર થઈ જશે. જોકે,ક્રિષ્ણા અથવા શોના નિર્માતાઓ દ્વારા હજૂ સુધી તેના વિશે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. શોના પ્રીમિયરની તારીખ હજૂ સુધીજાહેર કરવામાં આવી નથી.

ભારતી સિંહ પણ થઇ શકે છે બહાર
આ પહેલા સમાચાર હતા કે, ભારતી સિંહ પણ શોમાંથી બહાર થઈ શકે છે. આવા સમયે, ભારતીએ આ વિશે જણાવ્યું હતું કે, હું બ્રેક પર છુંઅને રિયાલિટી શો 'સા રે ગા મા પા' હોસ્ટ પણ કરી રહી છું. આવી સ્થિતિમાં એક સાથે બધું મેનેજ કરવું મુશ્કેલ છે.

નિયમિત રીતે જોવા નહીં મળે ભારતી સિંહ
જોકે ભારતી સિંહે જણાવ્યું હતું કે, તે કપિલ શર્મા શો સંપૂર્ણપણે છોડી રહી નથી, પરંતુ તે નિયમિત રીતે જોવા મળશે નહીં.
ભારતીએ જણાવ્યુંહતું કે, હું જોવા મળીશ, પરંતુ વચ્ચે કારણ કે મારી પાસે હવે એક બાળક છે અને આ સિવાય હું કેટલાક અન્ય શો અને ઇવેન્ટ પણ કરી રહીછું.
શોમાં જોડાશે નવા લોકો
મળતી માહિતી મુજબ કપિલ શર્મા શોની ટીમના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી એક પોસ્ટ શેર કરવામાં આવી છે. આ પોસ્ટ દ્વારા કહેવામાંઆવ્યું હતું કે, જો કોઈમાં કોમેડી ટેલેન્ટ છે અને તે કપિલ શર્મા સાથે કામ કરવા માગે છે, તો તેના પરફોર્મન્સનો વીડિયો મોકલો.જોપરફોર્મન્સનો વીડિયો પસંદ આવશે, તો તેમને શોમાં શામેલ કરવામાં આવશે.