Bollywood Nepotism : નેપોટિઝમ પર બોલી કૃતિ સેનોન, ખોલી નાંખી બોલીવુડની પોલ
Bollywood Nepotism : બોલીવુડમાં નોપોટીઝમ જગજાહેર છે. ઘણા સ્ટાર્સ આ વિશે બોલી ચુક્યા છે અને ઘણા સ્ટાર્સ આનો ભોગ પણ બની ગયા છે. જેમાં ઘણા લોકો બોલીવુડમાં નેપોટીઝમ જેવું કશું ન હોવાનું વાતનું પણ સમર્થન કરે છે. આ વચ્ચે હવે કૃતિ સેનોન દ્વારા બોલીવુડ નેપોટીઝમ પર મોટું નિવેદન આપીને હેડલાઇન્સમાં આવી છે.
બધા જાણે છે કે, અભિનેત્રીનું કોઈ ફિલ્મી બેકગ્રાઉન્ડ નથી અને તેણે બહારથી આવીને ઈન્ડસ્ટ્રીમાં મોટું નામ બનાવ્યું છે. આ સમયે કૃતિ સેનોને નેપોટીઝમના અન્ય પાસાને લઈને મોટું નિવેદન આપ્યું છે.

કૃતિ સેનોન કહે છે કે, તેણે જે કામ કર્યું છે, તે તેનાથી પણ વધુ સારી રીતે કરી શકે છે, પરંતુ તેના પર દાવ લગાવવા માટે નિર્દેશકોને તૈયાર કરવા મુશ્કેલ છે. તેણે આ અંગે કેટલીક ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે.
ફિલ્મ હીરોપંતીની અભિનેત્રીએ જણાવ્યું હતું કે, જ્યારે તમે ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી નથી આવતા, ત્યારે પણ લોકોને તમારું નામ જાણવામાં સમય લાગે છે. તેથી હું ઇચ્છતી હતી કે તેઓ મારું નામ જાણે, અને તે નામ પ્રતિભા સાથે બહાર આવ્યું હતું. અભિનેત્રીએ એ પણ કબૂલ્યું છે કે, તે પોતાનું નામ બનાવવા માટે ઉત્સુક હતી.
બરેલી કી બરફી અને લુકા છુપ્પી બાદ તે ખુલ્લેઆમ બધાની સામે આવી અને લોકો તેને ઓળખી ગયા હતા. તે પોતાની ઓળખનો શ્રેય આ બંને ફિલ્મોની સાથે સાથે મિમીને આપવા માંગે છે. મિમી એક એવી ફિલ્મ હતી, જેમાં તેણે મુખ્ય ભૂમિકા ભજવી હતી અને લોકોને તે ખૂબ પસંદ આવી હતી.

આદિપુરુષની અભિનેત્રી કૃતિ સેનન ઘણીવાર મજબૂત પાત્રો કરવા માંગે છે અને તેનું એકમાત્ર કારણ એ છે કે, તે પોતાની જાતને એક મહાન અભિનેત્રી તરીકે બધાની સામે રજૂ કરવા માંગે છે. જોકે, આદિપુરુષમાં તેને લોકો કેટલી પસંદ કરે છે તે જોવું રસપ્રદ રહેશે.












Click it and Unblock the Notifications
