Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ધ ફેમિલી મેન 2ની સફળતા બાદ મનોજ બાજપેયીએ વધારી ફી, સિઝન 3 માટે ડબલ કરી રકમ

મીડિયા રિપોર્ટસનો દાવો છે કે મનોજ બાજપેયીએ સિઝન 2 સફળ થયા પછી પોતાની ફી વધારી દીધી છે. જાણો કેટલી.

સત્યા, શૂલ, કૌન, અક્સ, રાજનીતિ, ગેંગ્ઝ ઑફ વાસેપુર જેવી ઘણી શાનદાર ફિલ્મો કરનાર મનોજ બાજપેયીએ ઘણા વર્ષો બૉલિવુડમાં સ્ટ્રગલ કરતા કરતા વીતાવ્યા. પરંતુ આજે તે બૉલિવુડના શાનદાર અભિનેતાઓમાં ગણાય છે. આજકાલ તે ઓટીટી દ્વારા ફેન્સના દિલો પર રાજ કરી રહ્યા છે. મનોજ બાજપેયીની હાલમાં જ ધ ફેમિલી મેન 2 રિલીઝ થઈ જેને ખૂબ જ પસંદ કરવામાં આવી. આ વેબ સીરિઝની સફળતા વચ્ચે સમાચારો આવ્યા કે ધ ફેમિલી મેન સિઝન 3 પણ ટૂંક સમયમાં ફેન્સને જોવા મળશે. સિઝન 3નો અંદાજ ફેમિલીમેન 2ના અંતમાં જ આવી જાય છે જ્યાં અરુણાચલ પ્રદેશના અમુક સીન બતાવ્યા હતા.

હવે મીડિયા રિપોર્ટસનો દાવો છે કે મનોજ બાજપેયીએ સિઝન 2 સફળ થયા પછી પોતાની ફી વધારી દીધી છે. હાલમાં જ સમાચાર આવ્યા હતા કે ફેમિલીમેન સિઝન-2 માટે મનોજ બાજપેયીએ 8-10 કરોડ રૂપિયા ફી લીધી છે. બૉલિવુડ હંગામાના રિપોર્ટની માનીએ તો સૂત્રોના હવાલાથી જાણવા મળ્યુ છે કે મનોજ બાજપેયીએ ધ ફેમિલીમેન 3 માટે 20-22 કરોડ રૂપિયા ડિમાન્ડ કર્યા છે. આ રિપોર્ટનુ કહેવુ છે કે હાલના કરતા ડબલ ફી એક્ટરે માંગી છે.

ધ ફેમિલીમેન સિઝન 3

ધ ફેમિલીમેન સિઝન 3

રાજ એન્ડ ડીકે વેબ ફેમિલી મેનની બંને સિઝન સફળ સાબિત થઈ. હવે મેકર્સે ત્રીજી સિઝન માટે પણ પુષ્ટિ કરી દીધી છે. જલ્દી આની ત્રીજી સિઝન પર કામ શરૂ થઈ જશે.

સામંથા અક્કીનેનીએ બતાવ્યો કમાલ

સામંથા અક્કીનેનીએ બતાવ્યો કમાલ

ફેમિલી મેન 2માં આ વખતે નવો ચહેરો સામંથા અક્કિનેનો જોવા મળ્યો. જેણે શ્રીલંકાઈ તમિલ રેબેલ ફાઈટર રાજીનો રોલ નિભાવ્યો. તે આ ભૂમિકામાં ઘણી જામી અને તેણે જબરદસ્ત એક્શન સીન પણ કર્યા.

બંનેની ફી

બંનેની ફી

હાલમાં જ રિપોર્ટસમાં સામે આવ્યુ હતુ મનોજ બાજપેયીએ 8-10 કરોડ જ્યારે સામંથાએ 3-4 કરોડ ફી લીધી હતી.

મઝેદાર મીમ્સ થયા વાયરલ

મઝેદાર મીમ્સ થયા વાયરલ

ધ ફેમિલીમેન સિઝન 2 માત્ર હિટ થઈ એટલુ જ નહિ પરંતુ સોશિયલ મીડિયા પર શ્રીકાંત તિવારી, રાજી, સૂચિ સહિત તમામ ભૂમિકા માટે જબરદસ્ત મીમ્સ પણ વાયરલ થયા.

વિવાદ પણ થયો

વિવાદ પણ થયો

હાલમાં જ તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ ફિલ્મમેકર ભારતી રાજાએ આ સીરિઝ વિશે સવાલ પણ ઉઠાવ્યા. તેણે આની સ્ટ્રીમિંગ રોકવાની માંગ કરી. વાસ્તવમાં તમિલનાડુમાં રાજીની ભૂમિકા માટે વિરોધ થયો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X