આતુરતાનો અંત: શું નવી દયાબેન કરશે ગોકુલધામમાં ગરબાની રમઝટ? 'તારક મહેતા' માં નવો તડકો!

લોકપ્રિય ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ઘણા સમયથી દયાબેનના પાત્રને લઈને ચર્ચામાં છે. શોમાં દર્શકોને આ પાત્રની ખોટ સાલતી હતી, અને નિર્માતાઓ પણ જૂની દયાબેન એટલે કે દિશા વાકાણીના પાછા ફરવાની આશા રાખતા હતા. પણ હવે આ અશક્ય લાગે છે.

તાજેતરના અહેવાલો અનુસાર, નિર્માતાઓને આખરે શો માટે એક નવી દયાબેન મળી ગઈ છે. એટલું જ નહીં, આ નવી અભિનેત્રીએ શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. થોડા મહિના પહેલા, શોના નિર્માતા અસિત મોદીએ સ્પષ્ટ કર્યું હતું કે દિશા વાકાણી હવે શોમાં પાછા નહીં ફરે. હવે સમાચાર આવી રહ્યા છે કે શોમાં તેમની જગ્યાએ એક નવો ચહેરો આવ્યો છે.

ન્યૂઝ18ના એક અહેવાલ મુજબ, આ ભૂમિકા માટે ઓડિશન ચાલી રહ્યા હતા અને અંતે, એક અભિનેત્રીને શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. જોકે, તેની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. હાલમાં, નિર્માતાઓ નવી અભિનેત્રી સાથે મોક શૂટ કરી રહ્યા છે જેથી તેણી પાત્ર સાથે સંપૂર્ણપણે ટેવાઈ જાય.

dayaintkmoc

શોના નજીકના સૂત્રના જણાવ્યા અનુસાર, અસિત મોદીને આ નવી અભિનેત્રીનું ઓડિશન ખૂબ ગમ્યું અને તેઓ પ્રભાવિત થયા. અભિનેત્રી છેલ્લા એક અઠવાડિયાથી ટીમ સાથે સતત શૂટિંગ કરી રહી છે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે દર્શકોને ટૂંક સમયમાં નવી દયાબેન જોવા મળશે.

જાન્યુઆરી 2025 માં, અસિત મોદીએ દિશા વાકાણીના વાપસી પર એક નિવેદન આપ્યું હતું કે "હું હજુ પણ પ્રયાસ કરી રહ્યો છું, પરંતુ મને નથી લાગતું કે તે પાછી આવશે. હવે તેના બે બાળકો છે અને તેનો પરિવાર તેની પ્રાથમિકતા છે. તે મારા માટે બહેન જેવી છે અને અમારા પારિવારિક સંબંધો પણ ખૂબ સારા છે."

હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે નવી દયાબેન દર્શકોને કેટલી પસંદ આવે છે અને શું તે દિશા વાકાણી જેવી લોકપ્રિયતા હાંસલ કરી શકશે કે નહીં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X