ઉર્ફી જાવેદ વિરુદ્ધ નોંધાઇ પોલીસ ફરિયાદ, કારણ જાણીને ચોંકી જશો

તાજેતરમાં ઉર્ફી જાવેદ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જે એડવોકેટ અલી કાશિફ ખાન દેશમુખ દ્વારા અંધેરી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે.

બિગ બોસ ઓટીટી અને સ્પ્લિટ્સવિલા જેવા રિયાલિટી શોનો ભાગ રહી ચૂકેલી અભિનેત્રી ઉર્ફી જાવેદ પોતાના કપડાને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર પણ ઉર્ફી જાવેદ ખૂબ જ લોકપ્રિય છે.

ઘણીવાર ટ્રોલ થતી રહે છે ઉર્ફી જાવેદ

ઘણીવાર ટ્રોલ થતી રહે છે ઉર્ફી જાવેદ

ઉર્ફીના કામ કરતાં વધુ તેની ઓફબીટ ફેશન સેન્સના કારણે વધુ ચર્ચામાં રહે છે. ઉર્ફી ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે, જેમાં તેણે અજીબ કપડા પહેર્યા હોય છે. આ માટે તે ઘણીવાર ટ્રોલ થતી રહે છે.

ઉર્ફી જાવેદ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાઇ

ઉર્ફી જાવેદ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાઇ

તાજેતરમાં ઉર્ફી જાવેદ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જે એડવોકેટ અલી કાશિફ ખાન દેશમુખ દ્વારા અંધેરી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે. એક પોલીસ અધિકારીએ પણ આ વાતની પુષ્ટિ કરી છે અને પીટીઆઈના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, પોલીસને આ ફરિયાદ બે દિવસ પહેલા મળી છે.

ફરિયાદ પાછળ છે આશ્ચર્યજનક કારણ

ફરિયાદ પાછળ છે આશ્ચર્યજનક કારણ

જો તમે વિચારી રહ્યા હોવ કે, ઉર્ફી વિરુદ્ધ આ ફરિયાદ કેમ દાખલ કરવામાં આવી? તેની પાછળનું કારણ એવું છે કે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર પોલીસ ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, ઉર્ફી જાહેર સ્થળો અને સોશિયલ મીડિયા પર ગેરકાયદેસર અને 'અશ્લીલ' કામ કરે છે.

ઉલ્લેખનીય છે કે, આ વિશે માત્ર આટલી જ માહિતી સામે આવી છે અને ઉર્ફી જાવેદે હજૂ સુધી આ વિશે કોઈપણ નિવેદન આપ્યું નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X