Pushpa The Rule : રિલીઝ પહેલા પુષ્પા 2એ બનાવ્યો રેકોર્ડ
Pushpa The Rule: અલ્લુ અર્જૂનની મોસ્ટ અવેટિંગ ફિલ્મ પુષ્પા ધ રૂલની રાહ ફેન્સ લાંબા સમયથી જોઇ રહ્યા છે. ફિલ્મ હજૂ રિલઝ થઇ નથી, પણ તેનું પોસ્ટર રિલીઝ થયું છે. જેણે અને રેકોર્ડ તોડી નાખ્યા છે. આ રેકોર્ડ ફિલ્મના ફર્સ્ટ લૂક પોસ્ટરે બનાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, પુષ્પા : ધ રૂલ નું ફર્સ્ટ લૂક પોસ્ટર ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ લાઇક્સ મેળવનાર પહેલું ભારતીય ફર્સ્ટ લૂક પોસ્ટર છે. તેને અત્યાર સુધીમાં સાત લાખથી વધુ લાઈક્સ મળી ચૂકી છે.

નોંધનીય છે કે, મેકર્સે ટ્વિટ કરીને ફેન્સ સાથે આ માહિતી શેર કરી છે. અલ્લુ અર્જૂનનો ફર્સ્ટ લૂક શેર કરતાં લખ્યું છે કે, આઇકન સ્ટાર અલ્લુ અર્જૂન કા સિક્કા ચલા. પુષ્પા 2ના ફર્સ્ટ લુકે એક સનસનીખેજ રેકોર્ડ બનાવ્યો છે. પુષ્પા 2ના અલ્લુ અર્જૂનનું ફર્સ્ટ લૂક પોસ્ટર 7 એપ્રિલના રોજ રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે.
ઉલ્લેખનીય છે કે, ફિલ્મ પુષ્પાઃ ધ રાઈઝ વર્ષ 2021માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર જોરદાર બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મમાં અલ્લુ અર્જૂન સાથે રશ્મિકા મંડન્નાની જોડી હતી. આ ફિલ્મમાં શ્રીવલ્લીની ભૂમિકામાં અભિનેત્રીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. હવે તે ફિલ્મના બીજા ભાગમાં પણ જોવા મળશે.
પુષ્પા 2ની જેમ સુકુમાર પણ પુષ્પા 2ના નિર્દેશનની જવાબદારી સંભાળી રહ્યા છે. પુષ્પા 2ની પાન ઈન્ડિયા રિલીઝ પછી, જ્યારે નિર્માતાઓએ પુષ્પાઃ ધ રૂલની જાહેરાત કરી હતી, ત્યારે ચાહકોની અપેક્ષાઓ તેમજ તેમની નિરાશા બમણી થઈ ગઈ હતી.
નોંધનીય બાબત છે કે, પુષ્પા-ધ રૂલમાંથી તેનો પહેલો લુક એપ્રિલમાં સાઉથ સ્ટાર અલ્લુ અર્જૂનના જન્મદિવસ પર રિલીઝ કરવામાં આવ્યો હતો. તેમના સિવાય પુષ્પરાજના સૌથી મોટા દુશ્મન એટલે કે ફહદ ફાસિલનો ફર્સ્ટ લુક પણ સામે આવ્યો છે.












Click it and Unblock the Notifications
