
તો આ અભિનેત્રી સાથે રિલેશનશિપમાં છે વિકી કૌશલ?
તાજેતરના ચેટ શૉ દરમિયાન, રાધિકા આપ્ટેએ ખુલાસો કર્યો કે વિકી કૌશલ કોઈ અભિનેત્રી સાથેના સંબંધમાં છે. પછી તરત જ વિકીની ગર્લફ્રેન્ડ વિશે સમાચાર આવવા લાગ્યા. જો અફવાઓનું માનવામાં આવે, તો વિકી કૌશલ અભિનેત્રી માલવિકા મોહનનને ડેટ કરી રહ્યા છે. વાસ્તવમાં, થોડા દિવસ પહેલા વિકીનો વિડીયો વાયરલ થયો હતો, જ્યાં તેઓ માલવિકાની માતા સાથે લંચ કરતા જોવા મળ્યા હતા.
લાંબા સમય સુધી, વિકી કૌશલનું નામ હરલીન સેઠી સાથે જોડાયેલું રહ્યું. પરંતુ તેમના બ્રેક-અપના સમાચાર છેલ્લા કેટલાક દિવસોમાં હેડલાઇન્સમાં આવતા હતા. ત્યારબાદ કેટરિના કૈફ સાથે પણ વિકીનું નામ જોડવામાં આવ્યું હતું. જો કે, અભિનેત્રીએ તરત જ તેનાથી ઇનકાર કર્યો હતો.
આ પણ જુઓ: કેટરીના કૈફે ટુવાલમાં શેર કરી એવી તસવીર, સુનીલ ગ્રોવરે જાહેરમાં મજાક ઉડાવી
હમણાં, માલવિકા સાથે વિકી કૌશલનું નામ જોડવામાં આવી રહ્યું છે. દર્શકએ મલ્લિકાને રજનીકાંતના 'પેટ્ટા' અને 'બિયોન્ડ ધ ક્લાઉડ્સ' માં જોઈ છે. અહેવાલો અનુસાર, વિકી અને માલવિકા બાળપણથી એકબીજાને જાણે છે અને તેમની વચ્ચે સારી મિત્રતા છે.

તેમ છતાં, વિકી કૌશલની રિલેશનશિપને લોકોની નજરમાં લાવી છે રાધિકા આપ્ટેએ. નેહા ધુપિયાના શોમાં આવેલી રાધિકાને જયારે પૂછવામાં આવ્યું કે કયા બૉલીવુડ સ્ટારએ તેના સંબંધને ખુલીને સ્વીકારી લેવો જોઈએ. રાધિકાએ કહ્યું, ખરેખર હું દુનિયાની છેલ્લી વ્યક્તિ હોવ છું જેની પાસે કોઈ ગોસિપ હોય. પરંતુ વિકી આ દિવસોમાં ખૂબ જ સ્વીટ છોકરીને ડેટ કરી રહ્યો છે અને તેમને તેના સંબંધ સાથે ખુલ્લી રીતે બહાર આવવું જોઈએ.
આ પણ જુઓ: એક્સ ગર્લફ્રેન્ડ સાથે રણબીર કપૂર કરશે 'નચ બલિયે 9'માં એન્ટ્રી