બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાને સુપ્રિમ કોર્ટમાથી 2017 થી ચાલતા કેસમાં મળી મોટી રાહત
બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનને સુપ્રિમ કોર્ટમાથી સોમવારે એક 2017 ના કેસમાં મોટી રાહત મળી હતી. શાહરૂખ ખાનને સર્વોચ્ચ ન્યાયાલયમાથી 2017માં ફિલ્મ રઇશના પ્રમોશન દરમિયાન વડોદરા રેલલે સ્ટેશન પર થયેલી ભાગોદોડને ગુનાહીત પગલાના મા
બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનને સુપ્રિમ કોર્ટમાથી સોમવારે એક 2017 ના કેસમાં મોટી રાહત મળી હતી. શાહરૂખ ખાનને સર્વોચ્ચ ન્યાયાલયમાથી 2017માં ફિલ્મ રઇશના પ્રમોશન દરમિયાન વડોદરા રેલલે સ્ટેશન પર થયેલી ભાગોદોડને ગુનાહીત પગલાના મામલે રાહત મળી છે. સુપ્રિમ કોર્ટે રેલવે સ્ટેશન પર થયેલી ભાગોદડ પર ગુનાહીત મામલો ગણવાનો ઇન્કાર કરી દિધો હતો.

એસસીએ ગુજરાત હાઇકોર્ટના નિર્ણયને કાયમ રાખ્યો
સુપ્રિમ કોર્ટે સોમવારે ગુજરાત વડોદરા રેલવે સ્ટેશન પર પોતાની ફિલ્મ રઇશ કરતા 2017 માં કથિત રૂથી ફિલ્મના પ્રમોશન દરમિયાન ભાગદોડ માટે શાહરૂખ ખાનને જવાબદાર ઠેરવીને તેની વિરુદ્ધ અરજી કરવામાં આવેલ અપરાધિક મામલો રદ્દ કરવા માટે ગુજરાત હાઇકોર્ટના નિર્ણયને કાયમ રાખ્યો છે.

જાણો શુ હતો સમગ્ર મામલો
અરજી કરનાર જિતેન્દ્ર મઘુભાઇ સોલંકી એ વડોદરામાં ન્યાયિક મેજિસ્ટ્રેટ સામે શાહરૂખ ખાન વિરુદ્ધ એક અરજી દાખલ કરી હતી. જેમા આરોપ લગાવામાં આવ્યો હતો કે, ફિલ્મના પ્રમોશન માટે મુંબઇથી દિલ્હી સુધી જર્નિ ટ્રેનથી કરી રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં વડોદરા રેલવે સ્ટેશન પર પહોચી તો સુપરસ્ટાર શાહરૂખ ખાનને જોવા માટે લોકોની ભીડ સ્ટેશન પર જામી અેત્યાર શાહરુખ ખાને પોતાના ફેન્સ વચ્ચે કોઇ સ્માઇલી બોલ અને ટી શર્ટ ફેકી જેના લીધે ભીડ બેકાબુ બની ગઇ હતી. સ્ટેશન પર ભીડને રોકવા માટે પોલીસે લાઠચાર્જ કર્યો હતો. જેના લીધે એક વ્યક્તિની મોત થઇ ગઇ હતી.

ગુજરાત હાઇકોર્ટ પહેલા જ આ અરજી ફગાવી ચૂકી છે.
જસ્ટિસ અજય રસ્તોગી અન જસ્ટીસ સી.ટી રવિકુમારે ગુજરાત હાઇકોર્ટે એપ્રિલ 2022ના નિર્ણય વિરુધ મૂળ અરજી કરતા દ્વારા કરવામાં આવેલ અરજીને રદ્દ કરવામાં આવી હતી. ત્યાર બાદ અરજી કર્તાએ સુપ્રિમ કોર્ટમાં અરજી કરી હતી ત્યાં પણ આ મામલે સુનવણી કરવાનો ઇનકાર કરી દિધો છે.












Click it and Unblock the Notifications
