IPL 2024 વચ્ચે કપિલ શર્માના શોમાં જોવા મળ્યા રોહિત શર્મા અને શ્રેયસ ઐયર
IPL 2024: કપિલ શર્મા ફરી એકવાર લોકોને પેટ પકડીને હસાવવા માટે તૈયાર છે. કોમેડિયન કપિલ શર્મા ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો સાથે પોતાનો નવો શો લાવી રહ્યા છે. શોના પહેલા એપિસોડમાં કપૂર પરિવાર પહોંચ્યો હતો. હવે આ શોમાં બે જાણીતા ક્રિકેટર પહોંચ્યા હતા.
IPL 2024 ની ચર્ચા વચ્ચે, રોહિત શર્મા અને શ્રેયસ ઐયર ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શોમાં પહોંચ્યા હતા. આ પછી નવજોત સિંહ સિદ્ધુ પણ શોમાં પહોંચ્યા અને હસીખુશીનું વાતાવરણ સર્જ્યું હતું.
રોહિત અને શ્રેયસે કરી મજા - નેટફ્લિક્સે ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શોનો નવો પ્રોમો શેર કર્યો છે. પ્રોમોમાં કપિલ શર્મા રોહિત શર્મા અને શ્રેયસ ઐયરનું સ્વાગત કરતો જોવા મળ્યો હતો. આ પછી હોસ્ટે પણ પોતાના મહેમાનો સાથે ખૂબ મસ્તી કરી હતી.

જૂના જજ પાછા ફર્યા ત્યારે રહી સહી કરસ પૂરી થઇ ગઇ હતી. જે બાદ શોમાં વળાંક આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, કપિલ શર્મા પોતે નવજોત સિંહ સિદ્ધુના રૂપમાં સ્ટેજ પર પહોંચ્યા અને જજ અર્ચના પુરણ સિંહની ખુરશી પણ છીનવી લીધી હતી.
રોહિતે ખોલ્યા સિક્રેટ્સ - રોહિત શર્મા અને શ્રેયસ ઐયર પણ ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શોના સ્ટેજ પર ચીયર લીડર તરીકે ડાન્સ કરતા જોવા મળ્યા હતા. આ સિવાય તેમણે કપિલ શર્માના ઘણા સવાલોના જવાબ પણ આપ્યા હતા. શોમાં તેમણે રોહિત શર્માને પૂછ્યું કે, શું તને ક્યારેય લોકો પાસેથી વિચિત્ર સલાહ મળી છે.
આનો જવાબ આપતા ક્રિકેટરે કહ્યું કે, જ્યારે પણ આપણે એરપોર્ટ જઈએ છીએ, ત્યારે કાનમાં હેડફોન લગાવીએ છીએ, આ સ્ટાઈલ મારવા માટે નથી, પરંતુ લોકોને ટાળવા માટે હોય છે. આ સિવાય તેમણે પોતાની ટીમના ક્રિકેટરોને આળસુના પીર ગણાવ્યા હતા.
સિદ્ધુએ છીનવી અર્ચનાની ખુરશી - કૃષ્ણા અભિષેક અને સુનીલ ગ્રોવર પછી કપિલ શર્મા ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શોમાં નવજોત સિંહ સિદ્ધુ બની પહોંચ્યા હતા. આ પછી બધાએ સ્ટેજ પર સાથે ક્રિકેટ પણ રમ્યા હતા.
આવા સમયે પ્રોમોનો અંત સૌથી મજેદાર હતો, જ્યારે કપિલ શર્મા નવજોત સિંહ સિદ્ધુ બન્યા અને અર્ચના પુરણ સિંહની ગાદી પર બેઠા હતા. જ્યારે અર્ચના તેના બાજુમાં બેઠેલી જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે, ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શોનો આ એપિસોડ આ આવતા શનિવારના રોજ રાત્રે 8 કલાકે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
