દિશા વાકાણીની હેલ્થ વિશે ઉડી અફવા, હવે આ સચ્ચાઇ આવી સામે

દિશા વાકાણીએ આપેલા એક ઈન્ટરવ્યુના આધારે ઘણા મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, તેને ગળાનુ કેન્સર હોવાનુ નિદાન થયુ છે.

દિશા વાકાણીએ આપેલા એક ઈન્ટરવ્યુના આધારે ઘણા મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, તેને ગળાનુ કેન્સર હોવાનુ નિદાન થયુ છે. વર્ષ 2010માં દિશા વાકાણીએ એ ઇન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે, હું મારા પાત્ર દયાબેન માટે અલગ અવાજો કરુ છુ, જેના કારણે મને ગળામાં થોડી સમસ્યા છે. ક્યારેક આ સમસ્યા વધુ થઈ જાય છે. હવે આ ઈન્ટરવ્યુના આધારે મીડિયા આને તેના ચાહકો માટે ચિંતાનો વિષય બનાવી રહ્યુ છે.

ભાઈ મયૂર વાકાણીએ જણાવી સચ્ચાઈ

ભાઈ મયૂર વાકાણીએ જણાવી સચ્ચાઈ

મયૂર વાકાણીએ એ બધા મીડિયા રિપોર્ટસને ફગાવી દીધા છે, કે જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, દિશાને ગળાનુ કેન્સર છે.

ઈટાઈમ્સ સાથે વાત કરતા તેમણે કહ્યુ હતું કે, આવી ઘણી બધી બાબતો બહાર આવે છે, જેમાં કોઈ સત્ય હોતુ નથી. દિશા સંપૂર્ણપણે સ્વસ્થ અને ખુશ છે. તેને કોઈ તકલીફ નથી. આજકાલ દરરોજ આપણને તેના વિશે પાયાવિહોણી અફવાઓ સાંભળવા મળે છે, પરંતુ તેના ફેન્સે આમાંથી કોઈના પર વિશ્વાસ ન કરવો જોઈએ.

સહ કલાકારોએ જણાવી દિશા વિશે સચ્ચાઈ

સહ કલાકારોએ જણાવી દિશા વિશે સચ્ચાઈ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રોશન સિંહ સોઢીનુ પાત્ર ભજવતી અભિનેત્રી જેનિફર મિસ્ત્રી બંસીવાલે પણ દિશાના સ્વાસ્થ્ય અંગેનીઅફવાઓ અંગે સ્પષ્ટતા કરી છે.

તેમણે જણાવ્યું હતું કે, હું દિશાના સતત સંપર્કમાં છુ અને મને નથી લાગતુ કે તે સાચુ છે. આવુ કંઈક થયુ હોત તો મને ખબર પડી હોત.

જેનિફરે જણાવ્યું હતું કે, મે તેની સાથે ઓગસ્ટના અંતમાં જ વાત કરી હતી. કારણ કે, અમે બંને એક જ વિસ્તારમાં રહીએ છીએ. અમેતેમની દીકરીઓ વિશે વાત કરી હતી. તેમના ક્લાસ વિશે વાત કરી હતી. દિશાના શબ્દો પરથી લાગતુ ન હતુ કે, તેને કોઈ સમસ્યા છે. તે એકદમ ઠીક છે. આ બધી માત્ર અફવાઓ છે.

દિલીપ જોશીએ કર્યો ખુલાસો

દિલીપ જોશીએ કર્યો ખુલાસો

દિશાના કો-સ્ટાર જેઠાલાલ, દિલીપ જોશી કહે છે કે, દરેક વખતે કોઈ હાસ્યાસ્પદ સમાચાર ફેલાવવાની જરૂર નથી. દિલીપ જોશીએ કહ્યુ કે મને લાગે છે કે આવા સમાચારને પ્રોત્સાહન આપવાની કોઈ જરૂર નથી. હું એટલુ જ કહીશ કે આ બધી અફવા છે અને તેના પર ધ્યાન આપવાની બિલકુલ જરૂર નથી.

વાસ્તવમાં, દિશા ઘણા સમયથી શોમાંથી ગાયબ છે. તેમના ગયા પછી શોના નિર્માતા આસિત મોદીને દયાબેન માટે કોઈ ચહેરો મળ્યો નથી. વળી, ચાહકો પણ તેને ખૂબ જ મિસ કરી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X