શું શાહરુખ ખાને હની સિંહને થપ્પડ મારી? શાલિની તલવારે કર્યો ઘટસ્ફોટ
એક ઘટનાને યાદ કરતા શાલિની તલવારે જણાવે છે કે, એક સમયે શાહરૂખ અને હની સાથે કામ કરતા હતા. તે સમયે હની સિંહ હાઈ બ્લડ પ્રેશરની દવા લઈ રહ્યો હતો. રિહર્સલ દરમિયાન તે લપસી ગયો અને તેની પીઠ તેમજ માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી.
મુંબઈ : યો યો હની સિંહ તરીકે જાણીતા બોલિવૂડ સિંગર અને રેપર હની સિંહ આજકાલ ચર્ચામાં છે. આ વખતે હની સિંહ તેના ગીત અથવા કોઈ રેપને લઈને ચર્ચામાં નથી, પરંતુ તેની પત્ની શાલિની તલવાર દ્વારા લગાવવામાં આવેલા ઘરેલુ હિંસાના આરોપોને કારણે હેડલાઈન્સમાં છે.
શાલિની તલવારે તેના પતિ હની સિંહ સામે ઘરેલુ હિંસાનો કેસ દાખલ કર્યો છે. શાલિની તલવારના આરોપો બાદ હની સિંહ વિશે અનેક પ્રકારની અફવાઓ ચાલી રહી છે. જે વચ્ચે એક અફવા એવી પણ છે કે હની સિંહને બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાને થપ્પડ મારી હતી. આ મામલે તેની પત્નીએ સત્ય હકીકત જણાવી હતી.


'શાહરૂખ ખાન હની સિંહને ભાઈની જેમ રાખે છે'
શાલિની તલવારે આગળ કહ્યું કે, હની સિંહ તેના મોટા ભાઈની જેમ શાહરુખ ખાનનું સન્માન કરે છે અને શાહરુખ ખાન પણ હની સિંહને પોતાનો નાનો ભાઈ માને છે.
એક ઘટનાને યાદ કરતા શાલિની તલવારે જણાવે છે કે, કેટલાક વર્ષો પહેલા હની સિંહની તબિયત ખૂબ જ ખરાબ ચાલી રહી હતી અને ડોક્ટર્સ તેમને મુસાફરી નકરવાની સખત સલાહ આપી હતી, પરંતુ તેમણે ડોક્ટરની વાત ન માની અને મુસાફરી માટે બહાર ગયા હતા. પ્રવાસ દરમિયાન હની સિંહની હાલત જોઈને શાહરૂખખાને તેમને કહ્યું કે, આરામ કરવા માટે કહ્યું હતું.

શાહરુખે હની સિંહની આ રીતે સંભાળ લીધી?
અન્ય એક ઘટનાને યાદ કરતા શાલિની તલવારે જણાવે છે કે, એક સમયે શાહરૂખ અને હની સાથે કામ કરતા હતા. તે સમયે હની સિંહ હાઈ બ્લડ પ્રેશરની દવા લઈ રહ્યો હતો. રિહર્સલ દરમિયાન તે લપસી ગયો અને તેની પીઠ તેમજ માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી. જે બાદ શાહરૂખ ખાને હની સિંહને આરામ કરવા તેમજ ઘરે માટે જણાવ્યું હતું. શાહરૂખ ખાને હની સિંહને થપ્પડ મારી, તે એક બહુ મોટી અફવા છે.

હની સિંહે શાહરૂખ વિશે આ વાત કહી હતી
હની સિંહે ગત વર્ષે 2020માં ટાઈમ મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, શાહરૂખ ખાન સાથે તેની ખૂબ સારી બોન્ડિંગ છે. બંને વચ્ચે ખૂબ સારો સુમેળ છે.
લુંગી ડાન્સ ગીતની સફળતા બાદ શાહરૂખ ખાને મને દિવાળી પાર્ટી માટે વ્યક્તિગત રૂપે તેમના ઘરે આમંત્રણ આપ્યું હતું.

28 ઓગસ્ટના રોજ થશે હની સિંહ અને તેની પત્નીના કેસની સુનાવણી
ઘરેલુ હિંસાના આરોપમાં હની સિંહની પત્ની શાલિની તલવારે દિલ્હીની કોર્ટમાં રેપર હની સિંહ વિરુદ્ધ અરજી કરી છે. શાલિનીએ હની સિંહના માતાપિતા અને તેમની બહેન સામે માનસિક ત્રાસ અને શારીરિક ત્રાસ આપવાના આરોપો પણ લગાવ્યા છે.
શાલિની તલવારે હની સિંહ પર મારઝુડ કરવાનો અને માનસિક ત્રાસ આપવાનો આરોપ પણ લગાવ્યો છે. આ સાથે શાલિનીએ 10 કરોડના વળતરની પણ માંગ કરી છે. કોર્ટે આ મામલાની સુનાવણી 28 ઓગસ્ટે નિયત કરી છે, અને હની સિંહને જવાબ આપવા માટે જણાવ્યું છે.












Click it and Unblock the Notifications
