સુશાંતસિંહ આત્મહત્યા કેસ : રિયા ચક્રવર્તીને મળ્યો ઇમરાન હાશ્મીનો સાથ, કહીં આ મોટી વાત
ઈમરાન હાશ્મીએ સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ અભિનેત્રી રિયા ચક્રવર્તીને જે રીતે નિશાન બનાવવામાં આવી રહી છે, તેને ખોટી ગણાવી છે.
મુંબઈ : ઈમરાન હાશ્મીએ સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ અભિનેત્રી રિયા ચક્રવર્તીને જે રીતે નિશાન બનાવવામાં આવી રહી છે, તેને ખોટી ગણાવી છે. ઇમરાન હાશ્મીનું કહેવું છે કે, સમગ્ર મીડિયા, સોશિયલ મીડિયા અને ઘણા લોકો દિવસ-રાત માત્ર રિયાને જવાબદાર ઠેરવવામાં વ્યસ્ત છે. તે સારું યોગ્ય ન હતું, તેના કારણે લગભગ એક આખો પરિવાર બરબાદ થઇ ગયો છે.


એક પરિવારનું જીવન બરબાદ થઇ ગયું
ઇમરાન હાશ્મી અને રિયા ફિલ્મ 'ચેહરે'માં સાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મના પ્રમોશનમાં રોકાયેલા ઈમરાન હાશ્મીએએક ઈન્ટરવ્યુમાં રિયા વિશેના સવાલ પર કહ્યું કે, મને લાગે છે કે, રિયા સાથે ખોટું થયું છે. તેને વધારે પડતું મોટું સ્વરૂપ આપવામાં આવ્યુંહતું અને તેનું મીડિયા ટ્રાયલ ખરાબ રીતે કરવામાં આવી રહ્યું હતું, જેના કારણે એક પરિવારનું જીવન બરબાદ થઇ ગયું છે.

આપણે સમજવું જોઇએ કે દેશમાં કોર્ટ પણ છે
ઇમરાને કહ્યું કે, કેટલાક ન્યૂઝ પોર્ટલે આ બાબતે ખૂબ જ સારી રિપોર્ટિંગ કરી હતી, પરંતુ મોટા ભાગનાએ આ કેસમાં તેને વિલન બનાવી દીધી હતી, અને એ પણ માત્રએક અનુમાનના આધારે જે ખોટુ છે. મને લાગે છે કે, દરેક વ્યક્તિએ મુલ્યોનું પાલન કરવું જોઈએ. આપણે સમજવું પડશે કે, દેશમાં ન્યાયિક વ્યવસ્થા છે. મીડિયાનું કામકોઈને આરોપીને દોષી સાબીત કરીને સજા આપવાનું નથી.
ઉલ્લેખનીય છે કે, ફિલ્મ ચેહરે 27 ઓગસ્ટના રોજ રિલીઝ થશે. આ ફિલ્મમાં રિયા ચક્રવર્તી, અમિતાભબચ્ચન, ઇમરાન હાશ્મી અને ક્રિસ્ટલ જેવા કલાકારો છે.

સુશાંતના મોત માટે રિયા જવાબદાર?
અભિનેતા સુશાંત સિંહ રાજપૂત ગત વર્ષે જુલાઈમાં તેના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. તેના મૃત્યુને મુંબઈ પોલીસે પોતાની તપાસમાં આત્મહત્યા ગણી હતી.
મૃત્યુ સમયે રિયા સુશાંતને ડેટ કરી રહી હતી. આવી પરિસ્થિતિમાં મીડિયા, સુશાંતનો પરિવાર, ઘણા બોલિવૂડ સ્ટાર્સ અને કેટલાક રાજકીય પક્ષોએ સુશાંતના મૃત્યુ માટેરિયા ચક્રવર્તીને જવાબદાર ઠેરવવાનું શરૂ કર્યું હતું. રિયા માટે ઘણી નીમ્નકક્ષાની વાતો પણ વહેતી થઇ હતી. આ કેસમાં તેની ધરપકડ પણ કરવામાં આવી હતી. જેનાકારણે તેને લાંબા સમયથી ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
@SrBachchan @anandpandit63 #RumyJafry @annukapoor_ @Tweet2Rhea @krystledsouza @SiddhanthKapoor #RaghubirYadav #DhritimanChatterjee #SaraswatiFilms @apmpictures @KumarMangat @PrimeVideoIN @SonyPictures @PenMovies #MadhuEntertainment @ZeeMusicCompany pic.twitter.com/gXFw9zr3ne
— Emraan Hashmi (@emraanhashmi) August 21, 2021
રિયા સાથે જે બન્યું તેના કારણે ફિલ્મ પર વિપરીત અસર પડશે?
ફિલ્મ ચેહરે 27 ઓગસ્ટ થિયેટર્સમાં રિલીઝ થવાની છે. ડિરેક્ટર રૂમી જાફરી ઘણી વખત રિયાના બચાવમાં બોલ્યા છે. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં જાફરીએ કહ્યું કે, તેનેખાતરી છે કે, પ્રેક્ષકોની લાગણી તેના પક્ષમાં આવી છે. મને નથી લાગતું કે રિયાના અંગત જીવનના વિવાદને કારણે ફિલ્મ નુકસાન ભોગવશે. હું કબૂલ કરીશ કે, મનેલાગ્યું કે, જો ફિલ્મ ગત વર્ષે રિલીઝ થઈ હોત તો તેની અસર ફિલ્મ ચોક્કસ થશે. દરેક વ્યક્તિ જાણે છે કે, સુશાંત સિંહ રાજપૂત કેસ અને રિયાની ધરપકડને કારણેમીડિયાએ શું હોબાળો મચાવ્યો હતો.
ગત વર્ષે રિયાને એક 'ચૂડેલ' અને 'ગોલ્ડડિગર' તરીકે જોવામાં આવતી હતી. આ વર્ષે તેને 'સૌથી વધુ ઇચ્છનીય મહિલા' તરીકેજાહેર કરવામાં આવી હતી. આ બતાવે છે કે, લોકોની ધારણામાં પરિવર્તન આવ્યું છે. તેથી મને ખરેખર નથી લાગતું કે, ગત વર્ષે રિયા સાથે જે બન્યું તેના કારણે ફિલ્મપર વિપરીત અસર પડશે.












Click it and Unblock the Notifications
