સુષ્મિતા સેને પોતાની જાતને આપી લક્ઝુરિયસ કાર, કિમત જાણીને ઉડી જશે હોશ
સુષ્મિતા સેન દ્વારા પોતાની જાતને એક લક્જુરિય કાર ભેટ આપી હતી, જેને લઇને તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો હતો. જેમા કારની ડિલિવરી કરવામાં આવી છે.
પૂર્વ મિસ યૂનિવર્સ સુષ્મિતા સૈન પોતાની જાતને કેટલો પ્રેમ કરે છે તે બધાને ખબર છે. તે પોતાની જાતને લક્ઝુરિયસ ગિફ્ટ આપતી રહે છે. આ જ ક્રમમાં સુષ્મિતા સૈને નવા વર્ષમાં ખુદને માટે લક્જુરિયસ કાર ગિફ્ટ કરી છે .આ ખુશીને સુષ્મિતા સેને પોતાના ઇંસ્ટાગ્રામ પ્રોફાઇલ પર પોતાના ફેન્સ સાથે શેયર કરી છે.

સુષ્મિતા સેને પોતાની લક્ઝુરિયસ કારના કલેક્શનમાં Mercedes AMG GLE 53 Couple, ને સામેલ કરી છે. બ્લેક કલરની આ ગાડી બેહદ જોરદાર છે. આ મોઘી ભેટ તેણે પોતાને જ આપી છે.
આ લક્જુરિયસ ગાડીની ડિલીવરીનો વિડીયો પોતાના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર શેયર કરતા સુષ્મિતા સેને લખ્યુ છે કે, "જે મહિલા ડ્રાઇવ કરવાનું પસંદ કરે છે, તે ખુદને આ શક્તિશાળી ગિફ્ટ આપે છે" ખાસ કરીને વાત કરીએ તો આ બ્લેક કલરની ચમચમાતી કારની ડિલીવરી લેતા સમયે સુષ્મિતા સેને બ્લેક કલરના આઇટફીટ પહેર્યા હતા.
તેના ચહેરા પરની ખુશી પરથી જ આ વાત જોઇ શકાય છે. તેની જીવનનો સૌથી મહત્વનો અને યાદગાર દિવસ હતો. મીડિયા રિપોર્ટસ અનુસાર સુષ્મિતા સેને Mercedes AMG GLE 53 Couple 2 કરોડ રૂપિયામાં ખરીદી છે.












Click it and Unblock the Notifications
