સની લિયોને 40 વર્ષની ઉંમરે બતાવ્યો બોલ્ડ લૂક, ફેન્સને યાદ આવી ગયા જૂના દિવસો
અભિનેત્રી સની લિયોન હાલના દિવસોમાં વેકેશન માણી રહી છે. સની આ સફરની પોતાની તસવીરો પણ ફેન્સ સાથે શેર કરી રહી છે, જે ખૂબ જ વાયરલ થઈ રહી છે.
અભિનેત્રી સની લિયોન હાલના દિવસોમાં વેકેશન માણી રહી છે. સની આ સફરની પોતાની તસવીરો પણ ફેન્સ સાથે શેર કરી રહી છે, જે ખૂબ જ વાયરલ થઈ રહી છે. હવે સનીએ પોતાની કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે જે ફેન્સને એક્ટ્રેસના જૂના દિવસોની યાદ અપાવી રહી છે. સની લિયોને વેકેશન માટે માલદીવ પસંદ કર્યું છે અને તે અહીંના રિસોર્ટમાં રહી રહી છે.

ઇન્સ્ટાગ્રામ પર આપતી રહે છે અપડેટ
સની લિયોન સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે અને પોતાની વેકેશનની જોરદાર તસવીરો શેર કરતી રહે છે. સની લિયોને મોનોકિનીમાં ચિલ કરતી પોતાનીકેટલીક તસવીરો શેર કરી છે, જેના વખાણ કરતાં તેના ફેન્સ થાકતા નથી.

પાણીની અંદર સની લિયોન
વેકેશનમાં સની અંડરવોટર એડવેન્ચર કરતી પણ જોવા મળી હતી. આ તસવીરમાં તમે સનીને પાણીની અંદર મસ્તી કરતા જોઈ શકો છો. ઉલ્લેખનીય છે કે, સનીલિયોની 40 વર્ષની છે અને તે પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ બંનેને બેલેન્સ કરી રહી છે.

સની લિયોનના બાળકો
સની લિયોન ત્રણ બાળકોની માતા છે. અભિનેત્રીએ એક પુત્રીને દત્તક લીધી છે, જ્યારે બે જોડિયા પુત્રો સરોગસી દ્વારા થયા છે. સની લિયોનીના વેકેશનની આ તસવીરોખૂબ જ વાયરલ થઈ રહી છે. આ સાથે ચાહકો તેમના સંબંધિત વધુ અપડેટ્સની રાહ જોઈ રહ્યા છે.












Click it and Unblock the Notifications
