TMKOC: 7 વર્ષ બાદ મળી ગઇ નવી દયાભાભી, જાણો કોણ છે 28 વર્ષીય એક્ટ્રેસ
TMKOC: ટીવી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા હંમેશા ચર્ચામાં રહે છે. જ્યારથી દયાબેન (દયાભાભી) એટલે કે દિશા વાકાણીએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છોડી દીધો છે, ત્યારથી ચાહકો તેણીને શોમાં પાછા ફરવાની માંગ કરી રહ્યા છે, પરંતુ હવે ચાહકોની આ રાહનો અંત આવવાનો છે.
ઉલ્લેખનીય છે કે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દયાબેન એટલે કે દિશા વાકાણીએ શો છોડ્યાને 7 વર્ષ થઈ ગયા છે. તેણીના ગયા પછી, ઘણા કલાકારોના ઓડિશન લેવામાં આવ્યા હતા, પરંતુ નિર્માતાઓને દિશા વાકાણીના પાત્ર દયાબેન માટે કોઈ પસંદ આવતું ન હતું, પરંતુ હવે આખરે દયાબેનની વાપસી ટૂંક સમયમાં થવા જઈ રહી છે.
તાજેતરમાં, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતાઓએ જાહેરાત કરી હતી કે, તેઓ દયાબેનના રોલ માટે દિશા વાકાણી સાથે વાતચીત કરી રહ્યા છે. જોકે, તેણે આ ભૂમિકા ભજવવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી.

આવી સ્થિતિમાં હવે નિર્માતાઓને તેમની જગ્યાએ બીજી દયાબેન મળી છે. આ વાતનો ખુલાસો મિસિસ સોઢીની ભૂમિકા ભજવનાર અભિનેત્રી જેનિફર મિસ્ત્રીએ કર્યો છે.
જેનિફર મિસ્ત્રી જેણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છોડી દીધી છે. તેણે ખુલાસો કર્યો છે કે, ટૂંક સમયમાં જ એક નવી દયાબેન શોમાં એન્ટ્રી કરવા જઈ રહી છે.
અભિનેત્રીએ વીડિયો શેર કરીને જણાવ્યું કે, ત્રણ વર્ષથી મેકર્સ દયાબેનના રોલ માટે એક છોકરીનું ઓડિશન આપી રહ્યા છે જે સંપૂર્ણપણે તેમના જેવી જ દેખાય છે. નવાઈની વાત એ છે કે, આ યુવતીની ઉંમર 28-29 વર્ષની છે.
જેનિફર મિસ્ત્રીએ વીડિયોમાં વધુમાં જણાવ્યું કે, છેલ્લા ત્રણ વર્ષથી તેને ઓડિશન માટે દિલ્હીથી મુંબઈ બોલાવવામાં આવી હતી. જોકે, દિશા વાકાણી અને તે છોકરી વચ્ચે ઉંમરમાં ઘણું અંતર છે. જેના કારણે વાતચીત શક્ય ન હતી, પરંતુ હવે તેની પસંદગી કરવામાં આવી છે.
હાલમાં તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ હજુ કેટલો સમય રાહ જોવી પડશે તે ખબર નથી. અત્રે નોંધનીય બાબત છે કે, જેનિફર મિસ્ત્રીએ નવી દયાબેનનું નામ જાહેર કર્યું નથી.












Click it and Unblock the Notifications
