TMKOC Update : અસિત કુમાર મોદીની મુશ્કેલી વધી, શૈલેષ લોઢાએ જીત્યો કેસ, ચૂકવવા પડશે આટલા કરોડ

TMKOC Update : પ્રખ્યાત ટીવી શો તારક મેહતા તા ઉલ્ટા ચશ્મા અંગે મોટી અપડેટ સામે આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, આ શોનો ભાગ રહી ચુકેલા શૈલેષ લોઢા જે તારક મેહતાનું પાત્ર નિભાવતા હતા, તેમને આ શો દ્વારા ઘણી પ્રસિદ્ધિ મેળવી છે. જોકે, એપ્રિલ 2022માં તેમણે અચાનક શો છોડી દીધો હતો.

વર્ષ 2023ની શરૂઆતમાં જ અભિનેતા શૈલેષ લોઢાએ શોના નિર્માતા અસિત કુમાર મોદી સામે તેમનો બાકી પગાર ન ચૂકવવા બદલ કેસ દાખલ કર્યો હતો અને હવે સમાચાર આવી રહ્યા છે કે, શૈલેષ લોઢા કેસ જીતી ગયા છે.

Asit Kumar Modi

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટીવીના ફેમસ શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતા અસિત કુમાર મોદી ઘણા સમયથી વિવાદોમાં ફસાયેલા છે. શોના ઘણા કલાકારોએ તેમના પર વિવિધ આરોપો લગાવ્યા છે. સિરિયલમાં શ્રીમતી રોશન સિંહ સોઢીની ભૂમિકા ભજવનાર અભિનેત્રી જેનિફર મિસ્ત્રી બંસીવાલ દ્વારા નિર્માતા અસિત કુમાર મોદી અને અન્ય બે લોકો પર જાતીય સતામણીનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

જ્યારે સિરિયલના અન્ય ઘણા કલાકારોએ દાવો કર્યો છે કે, તેમની સાથે સેટ પર ભેદભાવ કરવામાં આવે છે, ગંદી રાજનીતિ કરવામાં આવે છે અને શો છોડ્યા પછી પણ બાકી રકમ આપવામાં આવતી નથી. આ વર્ષની શરૂઆતમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના અભિનેતા શૈલેષ લોઢાએ તેમની બાકી રકમની ચુકવણી માટે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)નો સંપર્ક કર્યો હતો. આ પછી કોર્ટમાં આ મામલાની સુનાવણી શરૂ થઈ અને હવે અહેવાલ છે કે, શૈલેષ લોઢા અને શોના નિર્માતા અસિત કુમાર મોદી વચ્ચે વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા સમજૂતી થઈ છે.

રિપોર્ટ મુજબ કોર્ટનો નિર્ણય આવી ગયો છે. કોર્ટના નિર્ણય મુજબ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતા અસિત કુમાર મોદીએ શૈલેષ લોઢાને પતાવટની રકમ તરીકે રૂપિયા 1,05,84,000 ચૂકવવા પડશે. આ મામલે વાત કરતા શૈલેષ લોઢાએ જણાવ્યું હતું કે, આ લડાઈ ક્યારેય પૈસાને લઈને નહોતી. તે ન્યાય અને સ્વાભિમાનની લડાઈ હતી. મને લાગે છે કે મેં કોઈ મોટી લડાઈ જીતી લીધી છે. હું ખુશ છું કે, સત્યની જીત થઈ છે.

શોના અન્ય કલાકારોને પણ તેમની બાકી રકમ મળી - શૈલેષ લોઢાએ વધુમાં જણાવ્યું હતું કે, મારી આ લડાઈએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના અન્ય ઘણા કલાકારોને પ્રેરિત કર્યા છે. મેં આ કેસ કર્યા પછી જ શોના એક અભિનેતાને ત્રણ વર્ષથી વધુ સમય માટે ચૂકવણી કરવામાં આવી ન હતી, તેને પ્રોડક્શન હાઉસ દ્વારા બોલાવવામાં આવ્યો હતો અને તેના બાકી નાણાં ચૂકવવામાં આવ્યા હતા. તેણે મને આ માટે આભાર માનવા માટે ફોન કર્યો. જોકે, શૈલેષ લોઢાએ અભિનેતાનું નામ આપ્યું નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X