મલાઈકાના પિતાના આત્મહત્યાના સમાચાર સાંભળી ઘટના સ્થળે પહોંચ્યો અરબાઝ ખાન, જુઓ વીડિયો

Arbaaz Khan Reached Malaika's father house: બોલીવુડ અભિનેત્રી મલાઈકા અરોરાના પરિવારમાં આજે શોકનો માહોલ છે. અભિનેત્રીએ તેના પિતાને કાયમ માટે ગુમાવ્યા છે. અભિનેત્રીના પિતા અનિલ અરોરાએ આજે​સવારે 9 કલાકે આત્મહત્યા કરી લીધી હતી.

મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાએ છઠ્ઠા માળની ગેલેરી પરથી પડતું મૂક્યું હતું. આ સમાચાર સામે આવતા જ ઈન્ડસ્ટ્રીના લોકો ચોંકી ગયા હતા.

હાલ હજુ સુધી કોઈ સુસાઈડ નોટ મળી નથી, તેથી આપઘાતનું કારણ સ્પષ્ટ થયું નથી. પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. મૃતદેહને બાબા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.

મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાએ આત્મહત્યા કરી હોવાની જાણ થતાં જ મલાઈકા અરોરાનો પૂર્વ પતિ એક્ટર અરબાઝ ખાન પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. તેનો વીડિયો પણ સામે આવ્યો છે.

Arbaaz Khan

ઘટનાસ્થળે પહોંચ્યો અરબાઝ ખાન - જે વીડિયો સામે આવ્યો છે, તેમાં તમે જોઈ શકો છો કે, અરબાઝ ખાન સ્થળ પર હાજર છે. સફેદ શર્ટ અને બ્લુ જીન્સમાં જોવા મળેલો અરબાઝ ખાન પોલીસ સાથે વાત કરતો અને વ્યવસ્થા કરતો જોવા મળે છે.

અરબાઝ ખાન એમ્બ્યુલન્સ પાસે ઉભેલા પણ જોઈ શકાય છે. આ એ જ એમ્બ્યુલન્સ છે જેમાં મલાઈકા અરોરાના પિતાના મૃતદેહને લઈ જવામાં આવ્યો હતો.

હાલમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, પિતાના મૃત્યુ સમયે મલાઈક અરોરા ઘરે હાજર ન હતી. તે મુંબઈની બહાર હતી, સમાચાર મળતાં જ તે પુણે જવા રવાના થઈ ગઈ છે, અને અમુક સમયે મુંબઈ પહોંચશે.

ઉલ્લેખનીય છે કે, મલાઈકા અરોરા અને અરબાઝ ખાને 12 ડિસેમ્બર, 1998ના રોજ લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન 19 વર્ષ સુધી ચાલ્યા. તેઓ એક સુખી યુગલ હતા અને બંનેને અરહાન ખાન નામનો પુત્ર છે. બંનેના લગ્ન પ્રેમ લગ્ન હતા.

લગ્નના 19 વર્ષ પછી, કપલ અલગ થઈ ગયું અને છૂટાછેડા લીધા હતા. છૂટાછેડા પછી બંને પોતાના પુત્રનો ઉછેર સાથે કરી રહ્યા છે.

હાલમાં અરબાઝ ખાન અને મલાઈકા બંને પોતપોતાના જીવનમાં આગળ વધી ગયા છે. અરબાઝ ખાને બીજી વખત શૌરા સાથે લગ્ન કર્યા છે, જ્યારે મલાઈક પણ અર્જુન કપૂરને ડેટ કરી રહી હતી, હાલમાં જ તેમના બ્રેકઅપના સમાચાર સામે આવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X