કોણ છે જ્હાન્વી કપૂરની થનારી સાસુ? ટીવી ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ
Janhvi Kapoor: બોલીવુડ અભિનેત્રી જ્હાન્વી કપૂર આ દિવસોમાં તેની આગામી ફિલ્મ મિસ્ટર એન્ડ મિસિસ માહીને લઈને ચર્ચામાં છે. અભિનેત્રી સતત ફિલ્મના પ્રમોશનમાં જોરશોરથી વ્યસ્ત છે. આ સિવાય તે અવારનવાર પોતાની લવ લાઈફને કારણે ચર્ચામાં રહે છે.
રિપોર્ટ્સનું માનીએ તો જ્હાન્વી કપૂર શિખર પહાડિયાને ડેટ કરી રહી છે. અભિનેત્રીએ તાજેતરમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે, તે તેને 15-16 વર્ષની ઉંમરથી ઓળખે છે, અને શિખરે દરેક મુશ્કેલ સમયમાં તેનો સાથ આપ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, જ્હાન્વી માત્ર તેના બોયફ્રેન્ડ શિખર સાથે જ નહીં પરંતુ તેના પરિવાર સાથે પણ સારી બોન્ડ ધરાવે છે.
જ્હાનવી કપૂરે તાજેતરમાં જ તેની ભાવિ સાસુ એટલે કે શિખર પહાડિયાની માતા સ્મૃતિ શિંદે માટે એક પોસ્ટ શેર કરી હતી. જેમાં અભિનેત્રીએ તેના નામનો ઉલ્લેખ કર્યો હતો અને તેને નવી ટીવી સિરિયલ માટે અભિનંદન પાઠવ્યા હતા. પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર સીરિયલનો પ્રોમો શેર કરતી વખતે જ્હાન્વીએ લખ્યું હતું, મને તમારા પર ખૂબ ગર્વ છે આંટી.
નોંધનીય બાબત છે કે, શિખર પહાડિયાની માતા સ્મૃતિ શિંદે ટીવી ઈન્ડસ્ટ્રીમાં લોકપ્રિય નિર્માતા છે. હવે તેની નવી સિરિયલ માટી સે બાંધી દોર જલ્દી જ સ્ટાર પ્લસ ચેનલ પર પ્રસારિત થવા જઈ રહી છે. જેનું શૂટિંગ પણ થઈ ગયું છે. આ સિરિયલમાં ઋતુજા માતી વૈજયંતીનું પાત્ર ભજવશે, જ્યારે અંકિત ગુપ્તા રણવિજયના રોલમાં જોવા મળશે.

અહેવાલો અનુસાર, જ્હાન્વી કપૂરની ભાવિ સાસુ સ્મૃતિ શિંદેનું પણ પોતાનું પ્રોડક્શન હાઉસ છે અને તે પૂર્વ કેન્દ્રીય મંત્રી સુશીલ કુમાર શિંદેની પુત્રી છે. શિખર પહાડિયા ઘણીવાર તેની માતા સાથેના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરે છે. કેટલાક રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, જ્હાન્વી કપૂર શિખરની દરેક ઈવેન્ટમાં હાજરી આપે છે.
નોંધનીય છે કે, શિખર પહાડિયા અને જ્હાન્વી કપૂર એકબીજાને લાંબા સમયથી ઓળખે છે. બંને પહેલા પણ રિલેશનશિપમાં હતા, પરંતુ કોઈ કારણસર તેમનું બ્રેકઅપ થઈ ગયું. બાદમાં બંને ફરી સાથે આવ્યા હતા. જ્હાન્વી અને શિખર ઘણી વખત પાર્ટી અને ઈવેન્ટ્સમાં સાથે જોવા મળ્યા છે. જોકે, બંનેએ હજુ સુધી પોતાના સંબંધોને સત્તાવાર જાહેર કર્યા નથી.












Click it and Unblock the Notifications
