Year Ender 2022 : સાઉથના આ ફિલ્મ સ્ટાર્સે કર્યું બોલીવુડમાં ડેબ્યું
બોલીવુડ માટે આ વર્ષ કઇ ખાસ રહ્યું ન હતું. જોકે સાઉથની ફિલ્મોને હિન્દીમાં ડબ કરી રિલિઝ કરેલી ફિલ્મોએ રેકોર્ડ બ્રેક કમાણી કરી છે. આજે આપણે આ અહેવાલમાં સાઉનના કયા ફિલ્મ સ્ટારોએ 2022માં બોલીવુડમાં ડેબ્યૂ કર્યું છે એ જાણીશું.
Year Ender 2022 : સાઉથ સિનેમાના કલાકારો પોતાના અભિનય અને અલગ અલગ કન્ટેન્ટ બેઝ્ડ ફિલ્મોને કારણે સમગ્ર દેશમાં લોકપ્રિય થયા છે. આ સાથે બોલીવુ઼ડમાં પણ ઘણા સાઉથના કલાકારો ડેબ્યુ કરે છે. આ વર્ષે બોલીવુડની ફિલ્મોનું પ્રદર્શન અત્યંત નિરાશાજનક રહ્યું હતું. જોકે, સાઉથની ડબ્ડ ફિલ્મોને દર્શકોનો પ્રેમ ખુબ મળ્યો હતો.
આવા સમયે દક્ષિણ ફિલ્મ ઉદ્યોગના હિન્દી ઓડિયન્સને ધ્યાનમાં રાખીને, સાઉથના ઘણા સ્ટાર્સે બોલીવુડમાં પદાર્પણ કર્યું છે, જ્યારે દક્ષિણ ભારતના ઘણા ફિલ્મ નિર્માતાઓએ તેમની ફિલ્મો પાન ઈન્ડિયા સ્તર પર રજૂ કરી છે. આજે અમે તમને એવા જ કેટલાક સ્ટાર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમણે 2022માં હિન્દી સિનેમામાં પોતાનું ડેબ્યુ કર્યું છે.
સાઉથના આ ફિલ્મ સ્ટાર્સે કર્યું બોલીવુડમાં ડેબ્યું

રશ્મિકા મંદાના
સાઉથની સુપરસ્ટાર અભિનેત્રી રશ્મિકા મંદાનાએ 2022માં રીલિઝ થયેલી તેની સમગ્ર ભારતની ફિલ્મ પુષ્પાઃ ધ રાઇઝમાં તેના પાત્રશ્રીવલ્લીથી સૌના દિલ જીતી લીધા હતા. તેલુગુ અભિનેત્રી રશ્મિકા મંદના કહે છે કે, તેની ડેબ્યૂ હિન્દી ફિલ્મ મિશન મજનુ એ તેને ઘણી ફિલ્મો અપાવી છે.
રશ્મિકાએ કહ્યું કે, પ્રથમ હંમેશા સૌથી ખાસ હોય છે અને 'મિશન મજનુ' મારા પ્રથમ હોવાની સાથે સાથે તેના કારણે મને મારો ચાહક વર્ગ વધારવાની તક મળી છે. તે જાણીને મારું હૃદય ભરાઈ ગયું છે કે, મેં આ ફિલ્મથી હિન્દી સિનેમામાં મારી સફર શરૂ કરી છે.

ફિલ્મ ગુડબાયમાં પણ જોવા મળી રશ્મિકા મંદન્ના
રશ્મિકા મંદન્નાએ આ વર્ષે સપ્ટેમ્બરમાં રિલીઝ થયેલી ફિલ્મ ગુડબાયમાં પણ જોવા મળી હતી. આ ફિલ્મમાં તે અમિતાભ બચ્ચન અને નીના ગુપ્તાની પુત્રીની ભૂમિકામાં છે. આ ફેમિલી ડ્રામા ફિલ્મમાં રશ્મિકા અને સદીના સુપરહીરો વચ્ચે જોરદાર દલીલ થઈ હતી. જોકે, તેમની આ ફિલ્મ અપેક્ષા મુજબ લોકોને તેમના તરફ આકર્ષવામાં થોડી નિષ્ફળ સાબિત થઈ છે.

વિજય દેવરાકોંડા
અર્જુન રેડ્ડી, ડિયર કોમરેડ જેવી ફિલ્મો માટે જાણીતા સાઉથના સુપરસ્ટાર વિજય દેવેરાકોંડાએ પુરી જગન્નાથ દ્વારા નિર્દેશિત ફિલ્મ લિંગરથીહિન્દી ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો છે.
આ ફિલ્મમાં તે એક MMA ફાઇટરની ભૂમિકા ભજવે છે, જ્યારે અનન્યા પાંડે તેની પ્રેમિકાની ભૂમિકામાં જોવા મળી હતી. જોકે વિજયની આ ફિલ્મ સિનેમાઘરોમાં એક અઠવાડિયું પણ ટકી શકી ન હતી.

નાગા ચૈતન્ય
સાઉથ ફિલ્મ જગતના દિગ્ગજ નાગાર્જુનના પુત્ર નાગા ચૈતન્યએ આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાથી હિન્દી સિનેમામાં પ્રવેશ કર્યો છે. આફિલ્મમાં તેણે આમિર સાથે ભારતીય સેનાના જવાનની ભૂમિકા ભજવી હતી.

આદિવી શેષ
અભિનેતા આદિવી શેષે પેન ઈન્ડિયા ફિલ્મ મેજરથી બોલીવુડમાં પ્રવેશ કર્યો છે. આ ફિલ્મ મુંબઈ હુમલામાં શહીદ થયેલા કમાન્ડો સંદીપઉન્નીકૃષ્ણનની બાયોપિક છે.
મેજરમાં તેણે શહીદ સંદીપ ઉન્નીકૃષ્ણનનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મમાં તેની બહાદુરી, જુસ્સો તેમજ લવ સ્ટોરીપણ બતાવવામાં આવી છે. તેમની ફિલ્મ તમિલ, તેલુગુ ઉપરાંત હિન્દીમાં પણ રિલીઝ થઈ હતી.

આ સ્ટાર્સે ડબ વર્ઝનથી કર્યું હિન્દી સિનેમામાં ડેબ્યૂ
ઉલ્લેખનીય છે કે, વિજય દેવરકોંડા, આદિવી શેષ, નાગા ચૈતન્ય, રશ્મિકા મંદન્ના સિવાય બીજા ઘણા એવા સ્ટાર્સ છે જેમણે પોતાનીમાતૃભાષામાં ફિલ્મ રિલીઝ થયાના થોડા દિવસો પછી હિન્દીમાં પોતાની ફિલ્મોને ડબ કરીને રિલીઝ કરી છે. જે હિન્દી સિનેમામાં બ્લોકબસ્ટરસાબિત થઈ હતી.

રિષભ શેટ્ટી
કંતારાથી ટોક ઓફ ધ ટાઉન બનેલા ઋષભ શેટ્ટી 14 ઓક્ટોબર, 2022ના રોજ હિન્દીમાં રિલીઝ થઈ હતી, ત્યારબાદ આ ફિલ્મે હિન્દી પટ્ટામાંઘણી મોટા બજેટની ફિલ્મોને પછાડીને બોક્સ ઓફિસના રેકોર્ડ તોડ્યા હતા. આ દિવસોમાં કાંતારા OTT પ્લેટફોર્મ પર ધમાલ મચાવી રહીછે.

નિખિલ સિદ્ધાર્થ
કાર્તિકેય 2 એ ચંદુ મોન્દેતી દ્વારા દિગ્દર્શિત એક મિસ્ટ્રી થ્રિલર ડ્રામા ફિલ્મ છે અને તે 2014ની ફિલ્મ કાર્તિકેયની સિક્વલ છે. આ ફિલ્મમા નિખિલ સિદ્ધાર્થ એક યુવાન ડૉક્ટરની મુખ્ય ભૂમિકામાં છે, જે હત્યાના કેસમાં ફસાઈ જાય છે અને કેસમાંથી બહાર આવવા માટે તેને પૌરાણિકખજાના સાથે સંબંધિત કેટલાક કોડ ક્રેક કરવા પડે છે.
આ ફિલ્મ 13 ઓગસ્ટ, 2022 ના રોજ હિન્દીમાં ડબ કરવામાં આવી હતી અને રિલીઝકરવામાં આવી હતી, જેને બોક્સ ઓફિસ પર સારો પ્રતિસાદ મળ્યો હતો.












Click it and Unblock the Notifications
