
Box Office પર ટકરાશે દત્ત, કપૂર અને દેઓલ, સૌથી મોટી ટક્કર માટે તૈયાર
બોલીવુડ માટે આ વીકનો શુક્રવાર ખૂબ જ રસપ્રદ અને મોટી ટક્કરવાળો સાબિત થવાનો છે. કારણ છે એક સાથે ત્રણ મોટા સ્ટાર્સની ફિલ્મો. 20 સપ્ટેમ્બરે એક સાથે સોનમ કપૂરની ઝોયા ફેક્ટર, સંજય દત્તની પ્રસ્થાનમ અને સની દેઓલના પુત્રની ડેબ્યુ ફિલ્મ પલ પલ દિલ કે પાસ રિલીઝ થઈ રહી છે. દર્શકો પાસે આ વખતે ત્રણ અલગ અલગ જોનરની ફિલ્મો જોવાનો અથવા તો ત્રણમાંથી ગમે તે એક પસંદ કરવાનો ઓપ્શન છે. કન્ટેન્ટ અને કાસ્ટિંગ પ્રમાણે આ ત્રણેય ફિલ્મો એકબીજાથી જુદી છે.
પરંતુ આ વખતે બે મોટા સ્ટાર્સની ફિલ્મોએ સની દેઓલના પુત્ર કરણ દેઓલ સામે મુશ્કેલી સર્જી દીધી છે. હવે આ ત્રણેય ફિલ્મો વચ્ચે મોટી ટક્કર થવાની નક્કી છે. ચાલો જાણીએ કેવી રીતે.

ધ ઝોયા ફેક્ટર
ધ ઝોયા ફેક્ટરમાં સોનમ કપૂરની સાથે દુલકર સલમાન આવી રહ્યા છે. ક્રિકેટ અને રોમાન્સ ધરાવતા ફિલ્મના ટ્રેલરને લોકોએ પસંદ કર્યું છે. ઝોયા સોલંકી ક્રિકેટ માટે કેવી રીતે લકી હોય છે અને લોકો કેવી રીતે તેને દેવી બનાવી દે છે તે અંગે છે ફિલ્મ ઝોયા ફેક્ટરની સ્ટોરી.

કન્ટેટન બનશે સોનમની USP
ક્રિકેટ હંમેશા દર્શકોની પહેલી પસંદ રહ્યું છે. ક્રિકેટ અને કલાકાર બંને પાછળ દર્શકો પૈસા ખર્ચે છે. કન્ટેન્ટ પ્રમાણે પણ આ ફિલ્મનો કન્સેપ્ટ યુનિક છે. ક્રિકેટ વચ્ચે એક યુવતીનું દેવી બનવાનું કનેક્શન લોકોને ગમી શકે છે.

પલ પલ દિલ કે પાસ
પલ પલ દિલ કે પાસથી સની દેઓલનો પુત્ર કરણ દેઓલ બોલીવુડમાં ડેબ્યુ કરી રહ્યો છે. એક રોમેન્ટિક સ્ટોરી, જેમાં પ્રેમ છે અને દર્દ પણ છે. દેઓલ છાપ એક્શન પણ છે. સની દેઓલ આ ફિલ્મના ડિરેક્ટર અને પ્રોડ્યુસર પણ છે. તેઓ પોતે જ પોતાના પુત્રને લોન્ચ કરી રહ્યા છે.

ડેબ્યુ પર થશે મોટું નુક્સાન
દેઓલ પરિવારની ત્રીજી પેઢી આ ફિલ્મથી ડેબ્યુ કરી રહી છે. પુત્ર કરણ સાથે સની દેઓલ અને દાદા ધર્મન્દ્ર પણ પ્રમોશનમાં પૂરી તાકાત લગાવી રહ્યા છે. ટ્રેલરથી એટલું તો સ્પષ્ટ છે કે આ એક સિમ્પલ રોમેન્ટિક ફિલ્મ છે. જે કરણ ફક્ત બોલીવુડમાં એન્ટ્રી કરાવી શકે છે. પરંતુ સિંગલ રિલીઝ ન હોવાથી નુક્સાનની શક્યતા છે.

પોલિટિકલ થ્રિલર સાથે આવશે સંજય દત્ત
એક પોલિટિકલ થ્રિલર સાથે સંજય દત્ત પણ થિયેટરમાં આવી રહ્યા છે. સંજય ઉપરાંત આ ફિલ્મમાં મનીષા કોઈરાલા, અલી ફઝલ, અમાયરા દસ્તૂર, જૅકી શ્રોફ અને ચંકી પાંડે જેવા શાનદાર કલાકરો છે. સંજય દત્તની પત્ની માન્યતા આ ફિલ્મના પ્રોડ્યુસર છે. આ ફિલ્મ તેલુગુ ફિલ્મ પ્રસ્થાનમની રિમેક છે.

સોનમ અને કરણ સામે શું થશે પ્રસ્થાનમનું
પ્રસ્થાનમમાં પિતા અને પુત્ર વચ્ચે વારસાની લડાઈ દર્શકોને કેટલી પસંદ આવશે એ કહેવું મુશ્કેલ છે. ટ્રેલરને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. ધ ઝોયા ફેક્ટર અને પલ પલ દિલ કે પાસ સામે પ્રસ્થાનમની ચર્ચા ઓછી થઈ રહી છે. ત્યારે જોવાનું એ રહે છે કે સંજય દત્તની ટીમ પડદા પર કેવું પ્રદર્શન કરે છે.

તમામને હિટની જરૂર પણ નજર દેઓલ પર
ડેબ્યુ હોવાને કારણે કરણને પલ પલ દિલ કે પાસથી સારી શરૂઆતની આશા છે. કારણ કે આ ફિલ્મથી તે બોલીવુડમાં ડેબ્યુ કરી રહ્યા છે. તો સોનમ કપૂરની છેલ્લી ફિલ્મ એક લડકી કો દેખા તો એસા લગા ખાસ સફળ નહોતી રહી, એટલે તેમને પણ ઝોયા ફેક્ટર પાસેથી આશા છે. તો કલંક પણ સંજય દત્તની ફ્લોપ ફિલ્મ હતી. ત્યારે ત્રણેયને હિટ ફિલ્મની જરૂર છે.

જબરજસ્ત ટક્કર
જોનર પ્રમાણે તો ત્રણેય ફિલ્મો જુદી જુદી છે. ત્યારે દત્ત, કપૂર અને દેઓલ વચ્ચે થનારી આ અત્યારસુધીની સૌથી મોટી ટક્કરમાં કોણ જીતશે તેનું પરિણામ ટૂંક સમયમાં આવી જશે. તમને જણાવી દઈએ કે પલ પલ દિલ કે પાસથી સની દેઓલ ડિરેક્શનમાં ઉતરી રહ્યા છે. ત્યારે પુત્રની સાથે તેમના ડેબ્યુ પર પણ લોકોની નજર રહેશે.
આ પણ વાંચો: ડાયરેક્ટરે મને કહ્યુ કિસિંગ સીન માટે મને Kiss કર, ઝરીન ખાનનો ખુલાસો