રશ્મિકા મંદાનાના ડીપફેક વીડિયો મુદ્દે સરકાર એક્શનમાં, સોશિયલ મીડિયા કંપનીઓને એડવાઈઝરી જારી કરી
અભિનેત્રી રશ્મિકા મંદાનાના ડિપફેક વીડિયોએ સોશિયલ મીડિયા સાથે સાથે સરકારને પણ હલબલાવી દીધી છે. હવે સરકાર આ મુદ્દે એક્શનમાં આવી ગઈ છે.
ડીપફેક વીડિયો વિવાદ બાદ હવે મોદી સરકાર એક્શનમાં આવી છે અને મોટું પગલું ભરતા સરકારે એડવાઈઝરી જારી કરીને સોશિયલ મીડિયા કંપનીઓને કડક સૂચના આપી છે.

રશ્મિકા મંદાનાનો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી બનાવટી વીડિયો બનાવ્યો હોવાનો મામલો ગરમાયો છે. અભિનેત્રીએ પોતે આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. આ સાથે બોલિવૂડ સેલિબ્રિટીઓએ પણ આ મુદ્દો ઉઠાવ્યો છે. ડીપફેક વીડિયો સામે આવ્યા બાદ કેન્દ્ર સરકાર પણ એક્શનમાં આવી છે.
આ મામલા બાદ ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે સોશિયલ મીડિયા કંપનીઓને એડવાઈઝરી જારી કરીને હાલની એડવાઈઝરી યાદ અપાવી છે. સરકારે કંપનીઓને IT ઇન્ટરમીડિયેટ નિયમોનું કડક પાલન કરવા જણાવ્યું છે.
સરકારે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ 2000 ની કલમ 66D નો ઉલ્લેખ કર્યો કર્યો છે. તેમાં કમ્પ્યુટર સંસાધનોનો ઉપયોગ કરીને છેતરપિંડી માટે સજાની જોગવાઈ છે. આવુ કરવા પર 3 વર્ષ સુધીની કેદ અને 1 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શખે છે.
IT ના નિયમો
નિયમ 3(1)(b)(vii)
સોશિયલ મીડિયા મધ્યસ્થીએ યોગ્ય ખંતનું પાલન કરવું આવશ્યક છે, જેમાં ખાતરી કરવી જરૂરી છે કે મધ્યસ્થીના નિયમો અને ગોપનીયતા નીતિ અથવા વપરાશકર્તા કરારનું પાલન થઈ રહ્યું છે.
નિયમ 3(2)(b)
IT એક્ટનો નિયમ 3(2)(b) જણાવે છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કોઈપણ સામગ્રી સંબંધિત ફરિયાદ પ્રાપ્ત થયાના 24 કલાકની અંદર તેને દૂર કરવા માટે પગલાં લેશે. કૃત્રિમ રીતે સંશોધિત ફોટો બનાવનાર કોઈપણ સામે તાત્કાલિક પગલાં લેવા જોઈએ.
બીજી તરફ રશ્મિકા મંદાનાએ તેના વાયરલ થયેલા ડીપફેક વિડીયો પર પ્રતિક્રિયા આપી અને કહ્યું કે, આ ઘટના અત્યંત ડરામણી છે અને તેને શેર કરીને અને ડીપફેક વિશે વાત કરીને તે ખરેખર દુઃખી છે.
તેણીએ લખ્યું કે, સાચું કહું તો આ પ્રકારની વસ્તુ માત્ર મારા માટે જ નહીં પરંતુ આપણા દરેક માટે ખૂબ જ ડરામણી છે. ટેક્નોલોજીના દુરુપયોગને કારણે આજે દરેક વ્યક્તિ ભારે નુકસાનમાં છે.












Click it and Unblock the Notifications
