B'day: કરોડોનુ ઘર, લક્ઝરી ગાડીઓ, અર્જૂન કપૂરની કુલ સંપત્તિ જાણીને ઉડી જશે હોશ

Arjun Kapoor Net Worth: બૉલિવુડ અભિનેતા અર્જુન કપૂરે તેની અભિનય કારકિર્દીની શરૂઆત ફિલ્મ ઇશકઝાદેથી કરી હતી. તે જાણીતા ફિલ્મ નિર્માતા બોની કપૂરનો પુત્ર છે. તેણે એક્ટિંગની દુનિયામાં ઘણુ નામ કમાયુ છે. હાલમાં તે કરોડોનો માલિક છે.

આજે એટલે કે 26 જૂન 2023ના રોજ, અર્જૂન કપૂર તેનો 38મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. અર્જૂન કપૂરનુ નામ આજે બૉલિવુડના ટોચના કલાકારોમાં લેવામાં આવે છે. આવો જાણીએ અભિનેતા કુલ કેટલી સંપત્તિનો માલિક છે.

Arjun Kapoor

અર્જૂન કપૂર એક ફિલ્મ માટે 6થી 7 કરોડ રૂપિયા ફી લે છે. આ સિવાય અર્જુન કપૂરની નેટવર્થ 10 મિલિયન ડૉલર એટલે કે 82 કરોડ રૂપિયા છે. રિપોર્ટ્સ મુજબ અર્જુન કપૂર વાર્ષિક 10 કરોડ રૂપિયા કમાય છે. ફિલ્મો ઉપરાંત તેની આવકનો સ્ત્રોત બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ પણ છે. જેના કારણે તે મોટી કમાણી કરે છે. બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે તે લગભગ 50થી 60 લાખ રૂપિયાની ફી લે છે.

અર્જૂન કપૂરનું મુંબઈમાં એક આલીશાન ઘર છે. તેણે પોતાની મહેનતના જોરે બાંદ્રામાં કરોડોની કિંમતનો ફ્લેટ ખરીદ્યો હતો. જેની કિંમત 23 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. રિપોર્ટ મુજબ આ અપાર્ટમેન્ટ તેણે તેની ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરા સાથે મળીને ખરીદ્યું હતું. આમાં તે તેની બહેન અંશુલા કપૂર સાથે રહે છે. ઘરમાં તમામ પ્રકારની સંપૂર્ણ સુવિધાઓ છે.

આ સિવાય અર્જુન કપૂરને મોંઘા વાહનોનો પણ શોખ છે. અભિનેતાના કાર કલેક્શનની વાત કરીએ તો તેણે 2.43 કરોડ રૂપિયાની મર્સિડીઝ મેબેક કાર ખરીદી હતી. આ સિવાય અભિનેતા પાસે લેન્ડ રોવર ડિફેન્ડર કાર પણ છે. જેની કિંમત 95.35 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. આ સાથે તેની પાસે 1.64 કરોડની મસેરાટી લેવેન્ટે પણ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X