જયા બચ્ચન બર્થડેઃ લંડન જવા માટે જ્યારે અમિતાભે રાતોરાત જયા ભાદુડી સાથે કર્યા લગ્ન, જુઓ Pics

લાંબા વાળ અને સુંદર સ્મિતથી હિંદી ફિલ્મોમાં આવનાર જયા બચ્ચન આજે પોતાનો 70મો જન્મદિવસ મનાવી રહ્યા છે.

લાંબા વાળ અને સુંદર સ્મિતથી હિંદી ફિલ્મોમાં આવનાર જયા બચ્ચન આજે પોતાનો 70મો જન્મદિવસ મનાવી રહ્યા છે. માત્ર 15 વર્ષની ઉંમરથી જયા બચ્ચને બંગાળી સિનેમાથી હિંદી સિનેમાની તરફ ઝૂકાવ્યુ. પોતાની પહેલી ફિલ્મ 'ગુડ્ડી'માં જ્યાં તેમને ધર્મેન્દ્ર સાથે રીલ લાઈફ પ્રેમ થયો. વળી, માત્ર એક વર્ષ બાદ 'એક નજર' ના શૂટિંગ દરમિયાન અમિતાભની તરફ જયાનો ઝૂકાવ વધવા લાગ્યો. પછી શું રાતો રાત લગ્નનો નિર્ણય અને 1973માં બચ્ચન પરિવારની વહુ બની ગઈ જયા. એક ઝડપી જીવનમાં જયા બચ્ચને ઉંમરના ઘણા પડાવ જોઈ લીધા છે. આજે તેમના નામ સાથે માત્ર બચ્ચન જોડાયેલુ નથી.

યાદગાર કિસ્સા

યાદગાર કિસ્સા

પત્ની, મા અને સાસુ સાથે તે એક નેતા પણ છે. પોતાના બેબાક અંદાજ માટે તે મીડિયામાં ઓળખાય છે. 70 વર્ષના તેમના આ યાદગાર સફરમાં જયા બચ્ચન શરૂઆતના દિવસોની અમુક ખાસ યાદો પણ છે જેના વિશે તમારે જરૂર જાણવુ જોઈએ. કદાચ ઘણા ઓછા લોકો જાણતા હશે કે જયા અને અમિતાભે લગ્ન કરવાનો નિર્ણય માત્ર લંડન જવા માટે કર્યો હતો. પ્રેમ તો હતો જ બંને વચ્ચે. પરંતુ લગ્નનો નિર્ણય આ કારણોથી થશે એ કોઈએ નહોતુ વિચાર્યુ. આવા જ કંઈક યાદગાર કિસ્સા જયા બચ્ચના બ્લેક એન્ડ વ્હાઈટ ફોટા દ્વારા અહીં જુઓ...

15 વર્ષની ઉંમરથી જ

15 વર્ષની ઉંમરથી જ

આજે ભલે તમે જયા બચ્ચનને કેમેરા સામે ઘણી વાર ગુસ્સો કરતા જોતા હતા. પરંતુ એક સમય એવો હતો જ્યારે તેમના ભોળપણે બધાને દીવાના બનાવી દીધા હતા. 15 વર્ષની ઉંમરથી જયાએ અભિનયની શરૂઆત કરી. 1963માં બંગાળી ફિલ્મ ‘મહાનગર'માં સપોર્ટીંગ ભૂમિકા નિભાવી.

હિંદી સિનેમાના બનીને રહી ગયા

હિંદી સિનેમાના બનીને રહી ગયા

લાંબા વાળ અને સ્મિતની અદાથી તેમણે બધાને પોતાના કાયલ બનાવી દીધા. જયા બચ્ચને ઘણી બંગાળી ફિલ્મો કરી પરંતુ વર્ષ 1971માં ગુડ્ડી ફિલ્મ હિટ થયા બાદ જયા હિંદી સિનેમાના બનીને રહી ગયા.

લગ્ન કરવા પાછળ આ છે ખાસ કારણ

લગ્ન કરવા પાછળ આ છે ખાસ કારણ

એક વાર પત્ની જયા સાથે પોતાની સુવર્ણ યાદો શેર કરતા અમિતાભ બચ્ચને આ ખુલાસો કર્યો કે તેમના લગ્ન માત્ર લંડનમાં રજાઓ માણવા જવા માટે થયા હતા. તે પણ અચાનક. સાથે વેકેશન માણવા માટે બંનેએ લગ્ન કર્યા હતા.

પિતાએ કહ્યુ જયા સાથે નહિ જવા દઉ

પિતાએ કહ્યુ જયા સાથે નહિ જવા દઉ

અમિતાભે કિસ્સો શેર કરતા કહ્યુ કે જયા અને હું જંજીર ફિલ્મ માટે કામ કરી રહ્યા હતા. આખી ટીમે નિર્ણય કર્યો કે ફિલ્મ હિટ થયા બાદ બધા મળીને લંડનમાં રજાઓ માણવા માટે જઈશુ. મે જઈને પિતાને આ વાત કહી. મે જણાવ્યુ કે જયા પણ જઈ રહી છે. તો તેમણે કહ્યુ કે લગ્ન કર્યા વિના જયા સાથે લંડન નહિ જવા દઉ. પછી શું અમે આગલા દિવસે લગ્ન કરી લીધા.

જયાએ રાખ્યુ શહેનશાહ નામ

જયાએ રાખ્યુ શહેનશાહ નામ

જયાના જીવનનો વધુ એક રાઝ છે. શું તમે જાણો છો કે 1988માં રિલીઝ થયેલી અમિતાભ બચ્ચનની ફિલ્મ શહેનશાહની કહાની જયા બચ્ચને લખી હતી. એટલે કે શહેનશાહ નામ અમિતાભને જયાએ જ આપ્યુ છે.

18 વર્ષ બાદ લીડ એક્ટ્રેસ તરીકે

18 વર્ષ બાદ લીડ એક્ટ્રેસ તરીકે

જયાએ 1981માં સિલસિલા ફિલ્મ કરી હતી. ત્યારબાદ 18 વર્ષ બાદ તે હજાર ચૌરાસી કી મા, કભી ખુશી કભી ગમ, કલ હો ના હો અને ફિઝા જેવી યાદગાર ફિલ્મોનો હિસ્સો બન્યા.

બસ આ જ રીતે સફર ચાલતુ રહે

બસ આ જ રીતે સફર ચાલતુ રહે

વર્ષ 2004માં જયા સમાજવાદી પાર્ટી તરફથી રાજ્યસભાના સભ્ય બન્યા. 1992માં જયા બચ્ચનને પદ્મશ્રીથી સમ્માનિત કરવામાં આવ્યા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X