B'day: રાજાઓની જેમ જીવે છે રામ ચરણ, એરલાઈનના છે માલિક, કુલ નેટવર્થ જાણીને ઉડી જશે હોશ

Ram Charan Birthday: સાઉથ સિનેમાનુ જાણીતુ નામ કોનિડેલા રામ ચરણ તેજા જેમને પ્રેમથી લોકો રામ ચરણ કહે છે તેઓ આજે 27 માર્ચે પોતાનો 38મો જન્મદિવસ મનાવી રહ્યા છે. રામચરણ એક ફિલ્મ માટે ઘણી મોટી ફી વસૂલે છે. વળી, તેમને લક્ઝરી ગાડીઓનો પણ શોખ છે. આવો, આજે રામ ચરણના જન્મદિવસે જાણીએ તેમની કુલ નેટવર્થ વિશે.

રામ ચરણની નેટવર્થ
રામ ચરણ હૈદરાબાદના સૌથી ધનિક પરિવારમાંથી આવે છે. તે પ્રખ્યાત તેલુગુ અભિનેતા ચિરંજીવીનો પુત્ર છે. અભિનેતા તેના પરિવાર સાથે હૈદરાબાદના સૌથી મોંઘા મકાનમાં રહે છે જેની કિંમત 30 કરોડ કે તેથી વધુ છે. આ સિવાય રામ ચરણ મુંબઈમાં એક આલીશાન ઘરના માલિક પણ છે. રિપોર્ટ અનુસાર રામ ચરણની કુલ સંપત્તિ 1300 કરોડ રૂપિયા છે.

રામ ચરણ ચાર્જ કરે છે આટલી ફી
જો રામ ચરણની આખા વર્ષની કમાણી વિશે વાત કરીએ તો મહિનાની આવક 3 કરોડથી વધુ અને વાર્ષિક આવક 30 કરોડથી વધુ છે. રામ ચરણ એક ફિલ્મ માટે 20 કરોડ રૂપિયા સુધી ચાર્જ કરે છે. તાજેતરમાં રિલીઝ થયેલી સુપરહિટ ફિલ્મ RRR માટે તેણે 45 કરોડ રૂપિયા લીધા હતા.

રામ ચરણ છે એરલાઈન્સના માલિક
રામ ચરણ એક શાનદાર અભિનેતા હોવાની સાથે સાથે એક સારા બિઝનેસમેન પણ છે. તેમનુ પોતાનુ પ્રોડક્શન હાઉસ છે અને તે ટ્રુજેટ એરલાઈન્સના ચેરમેન પણ છે. જેમાં તેમણે 127 કરોડ રૂપિયાન રોકાણ કર્યું હતુ. તે હૈદરાબાદ પોલો રાઇડિંગ ક્લબના માલિક પણ છે.

લક્ઝરી ગાડીઓનો છે શોખ
તમને જણાવી દઈએ કે રામ ચરણ લક્ઝરી વાહનોના પણ શોખીન છે. તેમની પાસે એસ્ટન માર્ટિન, BMW 7 સિરીઝ, મર્સિડીઝ બેન્ઝ એસ ક્લાસ અને રેન્જ રોવર વૉગ જેવા 5.8 કરોડની કિંમતના ઘણા લક્ઝરી વાહનો છે. આ તમામ વાહનોની કિંમત કરોડોમાં છે. આ સિવાય રામ ચરણને મોંઘી ઘડિયાળોનો પણ શોખ છે. તેની પાસે 30 ઘડિયાળોનુ કલેક્શન છે.

કરિયરની શરુઆત
રામ ચરણે વર્ષ 2007માં ફિલ્મ 'ચિરુથા'થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. અભિનેતાને તેની પ્રમ ફિલ્મ માટે ફિલ્મફેર અવોર્ડ મળ્યો હતો. તાજેતરમાં જ તે ફિલ્મ RRR માં જોવા મળ્યો હતો જેના માટે આખી ટીમને નાટુ નાટુ ગીત માટે ઓસ્કર અવોર્ડ આપવામાં આવ્યો હતો. રામ ચરણે અત્યાર સુધી માત્ર એક જ બૉલિવુડ ફિલ્મ કરી છે જે હતી 'ઝંજીર' અને તે ખરાબ રીતે ફ્લોપ થઈ હતી. અહેવાલ છે કે તે ટૂંક સમયમાં સલમાન ખાનની ફિલ્મ ભારતમાં જોવા મળશે.












Click it and Unblock the Notifications
