For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

B'Day Boy: સલમાન, શાહરૂખની સામે પણ ચમક્યો આ સિતારો

|
Google Oneindia Gujarati News

કપૂર ખાનદાનનું નામ રોશન કરી રહેલો રણબીર કપૂર આજે 33 વર્ષનો થઇ ગયો છે. જો કહીએ કે હાલમાં રણબીર કપૂરનું કરિયર ડગમગ થઇ રહ્યું છે, તો પણ તેની સારી ફિલ્મોનું લીસ્ટ લાંબુ છે. 9 વર્ષના બોલીવુડ કરિયરમાં રણબીરે બોલીવુડને કેટલીક સારી ફિલ્મો પણ આપી છે.

રણબીર કપૂર એવો એક્ટર છે, કે જેણે ફ્લોપ ડેબ્યુ સાથે પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આગાઝ કરી દીધો હતો કે એક સ્ટાર આવી ગયો છે. જી હા તે સમયે સલમાન અને શાહરૂખ સામે ઉભા રહેવાની હિંમત રણબીર કપૂરે જ હિંમત કરી હતી. યાદ અપાવી દઇ કે સાંવરિયામાં રણબીરની સાથે સલમાન હતા, અને આ ફિલ્મની સાથે શાહરૂખની ઓમ શાંતિ ઓમ પણ રિલીઝ થઇ હતી.

તમાશાનું ટ્રેલર જોઇને તે તો સ્પષ્ટ છેકે રણબીરની હીટ ફિલ્મોની લીસ્ટમાં વધુ એક નામ જોડાઇ જશે. વેલ અહીં આપણે તેમની અત્યારસુધીની કેટલીક ઘણી સારી ફિલ્મોની વાત કરીશું.

બરફી

બરફી

અનુરાગ બસુના નિર્દેશનમાં બનેલી બરફી ઘણાં આયામોમાં ખાસ હતી. જો કે રણબીર કપૂરના કેરેક્ટર પર જે રીતે વર્ક કરવામાં આવ્યું હતુ વખાણવા યોગ્ય હતુ. આજે પણ કેટલાક બેસ્ટ પાત્રોમાં તેને રાખી શકાય છે. ફિલ્મમાં રણબીરને બહેરો મૂંગો બતાવવામાં આવ્યો છે. આ ફિલ્મમાં તેમણે પોતાની એક્ટીંગનું બેસ્ટ આપ્યું હતું.

યે જવાની હૈ દિવાની

યે જવાની હૈ દિવાની

બન્ની..યે જવાની હૈ દિવાનીનો મસ્તમૌલા બન્ની તો યાદ જ હશે. બિંદાસ પણ જીવનમાં ઘણું બધુ કરી લેવાની ઇચ્છા. બન્નીના પાત્રને રણબીરે જોરદાર ભજવ્યું છે. અને તેનો સાથ આપ્યો હતો દિપીકા પાદુકોણે.

રોકસ્ટાર

રોકસ્ટાર

ઇમ્તીયાઝ અલીએ આ ફિલ્મમાં રણબીરને અલગ જ અંદાજમાં રજૂ કર્યો. જે અંગે કદાચ જ કોઇ વિચારી શકે. તો સામે રણબીરે પણ ઇમ્તીયાઝને નિરાશ નથી કર્યો. ફિલ્મનો ફર્સ્ટ હાફ હોય કે ક્લાઇમેક્સ રણબીર બેસ્ટ હતો.

વેક અપ સિડ

વેક અપ સિડ

અયાન મુખર્જીએ રણબીર કપૂરને આ ફિલ્મમાં એક વિદ્યાર્થી તરીકે બતાવ્યો હતો. Rich and Spoilt...ફિલ્મની વાર્તાએ ઘણાં યુવાનોને પ્રભાવિત કર્યા હતા. દરેક યુવાનને આ ફિલ્મમાં પોતાની જ વાત લાગી હતી.

રાજનિતી

રાજનિતી

પ્રકાશ ઝાની આ ફિલ્મમાં રણબીરને ક્યારેક પોઝીટીવ તો ક્યારેક નેગેટીવ રજૂ કરવામાં આવ્યો હતો. ક્યારેક રોમેન્ટીક તો ક્યારેક નેતા...જો કે આ ફિલ્મમાં રણબીરનો દરેક અંદાજ સારો હતો. લોકોને ફિલ્મમાં રણબીરનું પાત્ર ગમ્યુ હતુ.

રોકેટ સિંહ-સેલ્સમેન ઓફ ધ યર

રોકેટ સિંહ-સેલ્સમેન ઓફ ધ યર

રોકેટ સિંહ ફિલ્મ ફ્લોપ રહી હતી. પરંતુ સેલ્સમેનના રોલમાં રણબીરે સૌનું ધ્યાન પોતાની તરફ ખેચ્યું હતુ. ફિલ્મમાં રણબીરે પોતાની એક્ટીંગ ટેલેન્ટ બતાવી હતી.

તમાશા

તમાશા

વેલ તમાશાનું ટ્રેલર તો તમે જોઇ જ ચૂક્યા છો. ફિલ્મમાં રણબીરનું પાત્ર થોડું અલગ છે. હવે જોવાનું એ રહેશે કે ફિલ્મને લોકોનો પ્રેમ કેટલો મળે છે.

English summary
Ranbir Kapoor turned 33 today. Know his best performances and films till now.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X