Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Happy B'day Rekha: રેખા લગ્ન પછી તરત જ મુકેશ અગ્રવાલથી રહેવા લાગી હતી દૂર, પતિએ લઈ લીધુ આ મોટુ પગલુ, જાણો કારણ

Rekha Birthday: બૉલિવુડની એવરગ્રીન એક્ટ્રેસ રેખા માત્ર પોતાની એક્ટિંગ માટે જ ફેમસ નથી પરંતુ આજે પણ લોકો તેના કિલર લુક પર ફિદા છે. ફિલ્મોની સાથે સાથે રેખા તેની અંગત જિંદગીને લઈને પણ લોકોમાં ચર્ચાનો વિષય બની રહે છે. મીડિયા રિપોર્ટસ અનુસાર, તેના અંગત જીવનને લગતી વિવિધ બાબતો ઘણી વખત સામે આવી છે.

કહેવાય છે કે રેખાને બૉલિવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સાથે ખૂબ પ્રેમ હતો. બંને રિલેશનશિપમાં પણ હતા જેના કારણે આજે પણ રેખા અને બિગ બીની પત્ની અભિનેત્રી જયા બચ્ચન વચ્ચે અણબનાવ છે.

rekha

એક સમય એવો હતો જ્યારે રેખા તેના પતિ મુકેશ અગ્રવાલની આત્મહત્યાના કારણે ચર્ચામાં હતી. જોકે, તેણે ક્યારેય તેના પતિના મૃત્યુ અંગે મીડિયા સાથે વાત કરી નથી. તમને જણાવી દઈએ કે અભિનેત્રી રેખાએ 4 માર્ચ 1990ના રોજ દિલ્હીના બિઝનેસમેન મુકેશ અગ્રવાલ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ તેના પતિએ 7 મહિના પછી આત્મહત્યા કરી લીધી હતી.

જો કે, રેખાએ આજ સુધી પતિના મૃત્યુ અંગે કોઈને કંઈ કહ્યું નથી. આજે રેખા પોતાનો 69મો જન્મદિવસ ઉજવી રહી છે. આજે તેના જન્મદિવસના ખાસ અવસર પર આવો જાણીએ તેના અને તેના પતિ મુકેશ અગ્રવાલના સંબંધો વિશે રસપ્રદ વાતો.

યાસિર ઉસ્માનના પુસ્તક 'રેખાઃ ધ અનટોલ્ડ સ્ટોરી'માં તેના જીવનના ઘણા પાસાંઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેના લગ્ન અને પતિના મૃત્યુની વાતો પણ તેમાં છે. પુસ્તકમાં જણાવવામાં આવ્યું છે કે રેખાએ લગ્નના થોડા દિવસો બાદ પોતાના પતિ મુકેશ અગ્રવાલથી પોતાને દૂર કરી લીધી હતી. એવું કહેવાય છે કે લગ્નના ત્રણ મહિના પછી જ તે તેના પતિ મુકેશથી કંટાળી ગઈ હતી. આ પછી મુકેશ અગ્રવાલે ઓક્ટોબર 1990માં અચાનક આત્મહત્યા કરી લીધી હતી.

પુસ્તકમાં જણાવવામાં આવ્યું છે કે મુકેશ અગ્રવાલ દિલ્હીના મોટા બિઝનેસમેન હતા. તેમની કંપની હૉટલાઇન રસોડાની વસ્તુઓનું ઉત્પાદન કરતી હતી. મુકેશને ફિલ્મ સ્ટાર્સનો ખૂબ શોખ હતો. તે અવારનવાર ફિલ્મ સ્ટાર્સને પોતાની પાર્ટીઓમાં આમંત્રિત કરતો હતો. પ્રખ્યાત ફેશન ડિઝાઇનર બીમા રામાણી મુકેશ અગ્રવાલ અને રેખાના કોમન ફ્રેન્ડ હતા. રેખા ઘણીવાર તેની મુલાકાત લેતી અને તે અહીં મુકેશ અગ્રવાલને મળી હતી.

આ પુસ્તક અનુસાર, 4 માર્ચ, 1990ની બપોરે મુકેશ અગ્રવાલ તેની મિત્ર સુરિન્દર કૌર સાથે રેખાના ઘરે પહોંચ્યો હતો અને તેને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. રેખા મુકેશના પ્રસ્તાવને ના પાડી શકી નહીં. બંનેના પરિવારો તે સમયે મુંબઈમાં નહોતા પરંતુ તેમ છતાં બંનેએ એક જ દિવસે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. તે જ દિવસે સાંજે, રેખાએ લાલ કાંજીવરમ સાડી પહેરી હતી અને મુકેશ સાથે તેના લગ્ન માટે મુંબઈના મુક્તેશ્વર મંદિર પહોંચી હતી. રાત્રે 10 કલાકે લગ્ન મંત્રોનું પઠન કરવામાં આવ્યું હતું.

લગ્ન બાદ રેખા પોતાની ફિલ્મી કરિયરને કારણે મુંબઈમાં રહેતી હતી જ્યારે મુકેશને પોતાના બિઝનેસ માટે દિલ્હીમાં રહેવું પડ્યું હતું. રેખા તેના પતિ મુકેશને મળવા અવારનવાર દિલ્હી જતી હતી. જોકે, પ્રભાવશાળી લોકો અને ફિલ્મ કલાકારોને મળવાની મુકેશની ઈચ્છા રેખાને પરેશાન કરવા લાગી. તે રેખાને ફિલ્મ સેલિબ્રિટીઓને પોતાની પાર્ટીમાં આમંત્રિત કરવાનો આગ્રહ રાખતો હતો. આ સ્થિતિમાં, તેણે ધીમે ધીમે તેના પતિથી અંતર જાળવવાનું શરૂ કર્યું.

મીડિયા રિપોર્ટસ અનુસાર, મુકેશ અગ્રવાલ ઈચ્છતા ન હતા કે તેમની પત્ની રેખા લગ્ન પછી ફિલ્મોમાં કામ કરે. તે ઈચ્છતો હતો કે રેખા તેને બિઝનેસમાં મદદ કરે અને તેની સાથે દિલ્હીમાં રહે. જ્યારે રેખા પોતાની ફિલ્મી કરિયર પર ધ્યાન આપવા માંગતી હતી. લગ્ન બાદ મુકેશનો બિઝનેસ પણ સતત ખોટમાં જતો રહ્યો હતો. આવી સ્થિતિમાં તેને ખૂબ જ ચિંતા થવા લાગી. મુકેશ અને રેખા વચ્ચે ઝઘડા પણ થવા લાગ્યા. મુકેશના જીવનમાં તણાવ વધી રહ્યો હતો. રેખા આ લગ્નથી ખુશ નહોતી અને તેણે મુકેશથી છૂટાછેડા માટે અરજી કરી હતી.

મુકેશ અગ્રવાલે લગ્નના 11 મહિના બાદ જ આત્મહત્યા કરી લીધી હતી. મીડિયા રિપોર્ટસ અનુસાર, આનું કારણ ડિપ્રેશન હોવાનું કહેવામાં આવી રહ્યું છે અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે મુકેશ અગ્રવાલ બિઝનેસમાં નુકસાન અને રેખાથી અલગ થવાને કારણે ચિંતિત હતા. તમને જણાવી દઈએ કે રેખાના પતિ મુકેશ અગ્રવાલે પોતાની પત્નીના દુપટ્ટાથી ગળે ફાંસો ખાઈ લીધો હતો. પતિના મૃત્યુ બાદ રેખાએ બીજા લગ્ન કર્યા ન હતા. જોકે, રેખા ક્યારેય કોઈની સાથે પતિના મૃત્યુ વિશે વાત કરતી નથી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X