Happy Birthday Rekha: અમિતાભ બચ્ચના પ્રેમની નિશાની ગુસ્સામાં પાછી આપી દીધી રેખાએ, તોડી નાખ્યો સંબંધ
Happy Birthday Rekha: બૉલિવુડની દિગ્ગજ અભિનેત્રી રેખા તેના સમય દરમિયાન ઈન્ડસ્ટ્રીની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક હતી. તે સમયે દરેક અભિનેતા તેની સાથે કામ કરવા માંગતા હતા. રેખાએ તેની કારકિર્દીમાં ઘણી હિટ ફિલ્મો આપી છે પરંતુ ફિલ્મો કરતાં વધુ, તેણે અમિતાભ બચ્ચન સાથેના તેના પ્રેમ સંબંધો માટે ઘણી લાઇમલાઇટ મેળવી છે.
આજે એટલે કે 10 ઓક્ટોબરે રેખા પોતાનો 69મો જન્મદિવસ ઉજવી રહી છે. આવો જાણીએ અમિતાભ અને રેખાની લવ સ્ટોરી વિશે કેટલીક રસપ્રદ વાતો.

રેખાનું નામ એક સમયે બૉલિવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સાથે જોડાયું હતું. આજે પણ તેમની લવ સ્ટોરીની વાતો સાંભળવા મળે છે. એક સમય એવો હતો જ્યારે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. પરંતુ અમિતાભે ક્યારેય આ વાત સ્વીકારી ન હતી, પરંતુ રેખાએ હંમેશા ભર્યા મંચ સામે અમિતાભ માટે પોતાનો પ્રેમ કબૂલ કર્યો છે.
70ના દાયકામાં અમિતાભ બચ્ચન અને રેખાની અફવાઓને લઈને ઘણી ગપસપ હતી. આજે પણ તેમની લવસ્ટોરીની ચર્ચાઓ અટકી નથી. બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા પરંતુ તેઓ ક્યારેય સાથે ન રહી શક્યા. બહુ ઓછા લોકો જાણતા હશે કે અમિતાભે રેખાને બે વીંટી ભેટમાં આપી હતી. અભિનેત્રી સૂતી વખતે પોતાના પ્રેમના પ્રતીકને પોતાની સાથે લઈને સૂતી. પરંતુ બંને વચ્ચે કંઈક એવું બન્યું કે અભિનેત્રીએ તેને ગિફ્ટ પાછી આપી દીધી.
રેખાએ પોતે એક ઈન્ટરવ્યુ દરમિયાન આ ગિફ્ટનો ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું હતું કે તેને એ બંને વીંટી ખૂબ જ પસંદ હતી પરંતુ તેણે ગુસ્સામાં અમિતાભને તે પરત કરી દીધી હતી. જ્યારે રેખાને આનું કારણ પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું, 'કેટલાક લોકોએ મને કહ્યું કે અમિતજીએ નિર્માતાઓને સ્પષ્ટ કહ્યું છે કે તેઓ મારી સાથે કોઈ નવી ફિલ્મ નહીં કરે. પરંતુ જ્યારે મેં તેમને આ અંગે પૂછ્યું તો તેમણે કહ્યું કે, હું કંઈ નહિ બોલુ, મને ના પૂછીશ.
રેખાએ આગળ કહ્યું કે, 'તેમના રિએક્શનથી મને ખૂબ જ દુઃખ થયું કારણ કે મને આવી અપેક્ષા નહોતી. તે દરમિયાન હું ફિલ્મ 'ખૂબસુરત'નું શૂટિંગ કરી રહી હતી. હું તે બંને વીંટી દરેક જગ્યાએ પહેરતી હતો, સૂતી વખતે પણ હું તેને કાઢતી નહોતી. પરંતુ અમે અલગ થયા તે પહેલા મેં તેમને આ વીંટી પાછી આપી દીધી હતી.
તમને જણાવી દઈએ કે રેખા અને અમિતાભ બચ્ચને ફિલ્મ સિલસિલામાં સાથે કામ કર્યું હતું. ત્યારથી તેમનો પ્રેમ પરવાન ચડ્યો હતો પરંતુ બાદમાં અમિતાભ બચ્ચન અને રેખા વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી અને બંને અલગ થઈ ગયા. કહેવાય છે કે બંને એકબીજા સાથે લગ્ન કરવા માંગતા હતા પરંતુ અમિતાભના પિતા આ સંબંધની વિરુદ્ધ હતા. બાદમાં અભિનેતાએ જયા બચ્ચન સાથે લગ્ન કર્યા.












Click it and Unblock the Notifications
