For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Birthday: કરીના કપૂરને આ એક્ટર્સ સાથે રહી ચૂક્યુ છે અફેર, આ અભિનેતા સાથે લીક થયો હતો વીડિયો

આજે કરીના કપૂર પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. ચાલો જાણીએ તેના પ્રેમ સંબંધો વિશે...

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ કરીના કપૂરનુ નામ બૉલિવુડ ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે. અભિનેત્રીએ પોતાના કરિયરમાં ઘણી વધુ ફિલ્મો આપી છે. લગ્ન પછી પણ કરીનાનો ચાર્મ યથાવત છે પરંતુ લગ્ન પહેલા અભિનેત્રીનુ નામ ઘણા કલાકારો સાથે જોડાયુ હતુ. અભિનેત્રીની સુંદરતાના કારણે, ઘણા કલાકારો તેના પ્રેમમાં પાગલ થઈ ગયા. સિંગલ જ નહીં, પરંતુ પરિણીત કલાકારો પણ અભિનેત્રીના દિવાના હતા. આજે કરીના કપૂર પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. ચાલો જાણીએ તેના પ્રેમ સંબંધો વિશે...

ઋતિક સાથે જોડાયુ નામ

ઋતિક સાથે જોડાયુ નામ

કરીના કપૂરનુ નામ મોસ્ટ હેન્ડસમ એક્ટર ઋતિક રોશન સાથે પણ જોડાઈ ચૂક્યુ છે. ફિલ્મ કભી ખુશી કભી ગમના સમયે બંને એકબીજાની ખૂબ નજીક આવી ગયા હતા. આ પછી પણ બંને ઘણી ફિલ્મોમાં સાથે જોવા મળ્યા. એક સમય એવો હતો જ્યારે બંને વચ્ચે ચર્ચાઓ જોરમાં હતી. પરંતુ ઋતિક રોશનના પિતા રાકેશ રોશન બંને વચ્ચે વધતી નિકટતાથી પરેશાન હતા.

ફરદીન ખાન સાથે અફેરની ચર્ચા

ફરદીન ખાન સાથે અફેરની ચર્ચા

કરીના કપૂરનુ નામ એક્ટર ફરદીન ખાન સાથે પણ જોડાઈ ચૂક્યુ છે. બંનેએ ફિદા ફિલ્મમાં સાથે કામ કર્યુ હતુ અને આ તે સમય હતો જ્યારે બંને વચ્ચે ઘણી નિકટતાઓ વધવા લાગી હતી. જો કે, બંને તરફથી આ મામલે ક્યારેય કંઈ કહેવામાં આવ્યુ નથી.

શાહિદ કપૂર સાથે લાંબુ ચાલ્યુ રિલેશન

શાહિદ કપૂર સાથે લાંબુ ચાલ્યુ રિલેશન

કરીના કપૂરના અફેરની સૌથી વધુ ચર્ચા શાહિદ કપૂર સાથે હતી. આ વાત ખુદ અભિનેત્રીએ પણ સ્વીકારી છે. કરીનાએ પોતે એક ઈન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે તે શાહિદ કપૂરને ખૂબ પ્રેમ કરે છે. બંનેનુ અફેર પણ ઘણા વર્ષો સુધી ચાલ્યુ. એકવાર બંનેનો એમએમએસ લીક ​​થયો હતો જેના પર ભારે હોબાળો થયો હતો.બંને લગભગ પાંચ વર્ષ સુધી એકબીજાને ડેટ કરતા હતા. પરંતુ ફિલ્મ 'જબ વી મેટ' દરમિયાન બંને વચ્ચેના સંબંધોમાં કડવાશ આવી અને તેમના સંબંધોનો પણ અંત આવ્યો. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ પણ બંનેના કરિયરની હિટ ફિલ્મ સાબિત થઈ હતી.

English summary
Happy Birthday: Rumoured love affairs of Kareena Kapoor.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X