
Sara Ali Khan Birthday: કાર્તિક આર્યન જ નહિ, આ જાણીતી હસ્તીઓ સાથે પણ રહી ચૂક્યુ છે સારા અલી ખાનનુ અફેર
મુંબઈઃ બૉલિવુડના રાજવી પરિવારમાંથી આવતી સારા અલી ખાને ખૂબ જ ઓછા સમયમાં ઈન્ડસ્ટ્રીમાં ઘણી ઓળખ મેળવી છે. અભિનેત્રીની સોશિયલ મીડિયામાં મજબૂત ફેન ફોલોઈંગ છે અને લોકો સારાના અભિનયના દિવાના પણ છે. અભિનેત્રીએ બૉલિવુડની ઘણી ફિલ્મોમાં કામ કર્યુ છે. પરંતુ સારા અલી ખાન પ્રોફેશનલ કરતાં તેના અંગત જીવન માટે વધુ ચર્ચામાં છે. સારાએ બૉલિવુડના હેન્ડસમ હંક કાર્તિક આર્યનને પણ ડેટ કર્યુ છે અને આ વાત કોઈનાથી છુપી નથી. હવે ભલે બંને એકબીજાથી દૂર ભાગી રહ્યા હોય પરંતુ એક સમયે તેમના અફેરની વાતો પણ ઘણી ફેમસ હતી. માત્ર કાર્તિક જ નહિ સારા અલી ખાનનુ નામ બૉલિવુડના અન્ય કલાકારો સાથે પણ જોડાઈ ચૂક્યુ છે. સારા અલી ખાન આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. ચાલો જાણીએ અભિનેત્રીની લવ લાઈફની રસપ્રદ વાતો વિશે...

તગડી છે ફેન ફોલોઈંગ
સારા અલી ખાન બૉલિવુડની એ અભિનેત્રી છે જે માત્ર તેના અભિનય કૌશલ્ય માટે જ નહિ પરંતુ તેની ક્યૂટનેસ, ફેશન સેન્સ અને ફિટનેસ માટે પણ ખૂબ પ્રખ્યાત છે. સારા તેની કારકિર્દીની શરૂઆત કરી રહી છે અને અભિનેત્રીએ બૉલિવુડમાં ડેબ્યૂ કર્યા પછી શાનદાર ફિલ્મોમાં કામ કર્યુ છે. સારા અભિનય ઉપરાંત તેની અંગત જીવન વિશે પણ ઘણી છવાયેલી રહે છે. સારાનુ નામ બૉલિવુડના ઘણા કલાકારો સાથે જોડાયુ છે.

ઈશાન ખટ્ટર
સારા અલી ખાન એક વખત શાહિદ કપૂરના ભાઈ ઈશાન ખટ્ટરને પણ ડેટ કરી ચૂકી છે. સારા અલી ખાન અને ઈશાન ખટ્ટર પણ ઘણા પ્રસંગોએ સાથે જોવા મળ્યા હતા. એવા પણ અહેવાલ હતા કે બંને એકસાથે બૉલિવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે.

હર્ષવર્ધન કપૂર
બૉલિવુડ એક્ટર હર્ષવર્ધન કપૂર અને સારા અલી ખાન પણ એક સમયે એકબીજાને ડેટ કરી ચૂક્યા છે. ઘણી વખત બંનેને સાથે સ્પોટ પણ કરવામાં આવ્યા છે. પરંતુ તેમના બ્રેકઅપનુ કારણ હજુ સ્પષ્ટ થયુ નથી.

વીર પહાડિયા
સારા અલી ખાન એક સમયે નેતાના પૌત્રને ડેટ કરી રહી હતી. નેતા સુશીલ કુમાર શિંદેના પૌત્ર વીર પહાડિયા અને સારા એક સમયે રિલેશનશિપમાં હતા. બંનેએ સોશિયલ મીડિયા પર તસવીરો પણ શેર કરી હતી. પરંતુ બાદમાં અભિનેત્રી સારા અલી ખાને આ તસવીરો ડિલીટ કરી દીધી હતી.

કાર્તિક આર્યન
સારા અલી ખાનના ડેટિંગના કિસ્સાઓમાં બૉલિવુડના સૌથી ચાર્મિંગ અભિનેતા કાર્તિક આર્યનનુ નામ પણ આવે છે. હા! એક સમયે સારા અલી ખાન અને કાર્તિક આર્યનના લવ અફેરની વાતો ફેમસ હતી. જો રિપોર્ટ્સનુ માનીએ તો સારા અલી ખાનને કાર્તિક આર્યન પર ક્રશ હતો અને પછી બંનેએ એકબીજાને ડેટ કરવાનુ શરૂ કર્યુ હતુ. પણ પછી બંનેના રસ્તા અલગ થઈ ગયા.