HNY ટીમ વર્લ્ડ ટૂર પર : શાહરુખનો નવો કીમિયો!

મુંબઈ, 23 જુલાઈ : કિંગ ખાન ઑફ બૉલીવુડ શાહરુખ ખાન પોતાની ફિલ્મના પ્રમોશન માટે કાયમ કંઇક નવા પ્રયોગો કરવાના તરીકાઓ શોધતા રહે છે. આ વખતે પણ તેઓ હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે અને આ વખતે તેમણે વધુ એક નવો પ્રયોગ કર્યો છે.

શાહરુખ ખાને આજે ટ્વિટર વડે માહિતી આપી છે કે હૅપ્પી ન્યુ ઈયરની આખી ટીમ પ્રમોશન માટે વર્લ્ડ ટૂર પર ગયેલી છે. આ વર્લ્ડ ટૂરનું નામ સ્લૅમ ધ ટૂર રાખવામાં આવ્યું છે. શાહરુખના જણાવ્યા મુજબ આ વર્લ્ડ ટૂર દરમિયાન શાહરુખ ખાન પોતાના ટીમ મેમ્પર્સ સાથે અમેરિકા, કૅનેડા, ન્યુજર્સી, ટોરેંટો, શિકાગો તેમજ વૅંકુવરનો પ્રવાસ કરશે.

નોંધનીય છે કે હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મ ફરાહ ખાન બનાવી રહ્યા છે કે જે દીવાળીએ રિલીઝ થવાની છે. ફિલ્મમાં શાહરુખ ખાન ઉપરાંત દીપિકા પાદુકોણે, અભિષેક બચ્ચન, બોમન ઈરાની, સોનૂ સૂદ પણ છે.

ચાલો જોઇએ હૅપ્પી ન્યુ ઈયરની તસવીરી ઝલક :

વર્લ્ડ ટૂર પર ટીમ

વર્લ્ડ ટૂર પર ટીમ

હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મના પ્રમોશન માટે આખી ટીમ વર્લ્ડ ટૂર પર રવાના થઈ ગઈ છે. આ માહિતી શાહરુખ ખાને ટ્વિટર વડે આપી છે.

સ્લૅમ ધ ટૂર

સ્લૅમ ધ ટૂર

હૅપ્પી ન્યુ ઈયરના પ્રમોશન માટે આયોજિત વર્લ્ડ ટૂરને સ્લૅમ ધ ટૂર નામ આપવામાં આવ્યું છે.

દીવાળીએ રિલીઝ

દીવાળીએ રિલીઝ

હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મ આ વર્ષે દીવાળીએ રિલીઝ થવાની છે.

શાહરુખ-દીપિકાની હૅટ્રિક

શાહરુખ-દીપિકાની હૅટ્રિક

હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મ સાથે શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણેની જોડી હૅટ્રિક કરશે. બંને અગાઉ ઓમ શાંતિ ઓમ અને ચેન્નઈ એક્સપ્રેસ જેવી બે સુપરહિટ ફિલ્મો આપી ચુક્યાં છે.

સખત મહેનત

સખત મહેનત

શાહરુખ ખાન હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મ માટે સખત મહેનત કરી રહ્યાં છે.

ફરાહ ખાનની ફિલ્મ

ફરાહ ખાનની ફિલ્મ

હૅપ્પી ન્યુ ઈયર ફરાહ ખાનની ફિલ્મ છે. શાહરુખ-ફરાહની જોડીએ અગાઉ અનેક હિટ ફિલ્મો આપી છે.

અભિષેક પણ

અભિષેક પણ

હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મમાં શાહરુખ-દીપિકા ઉપરાંત અભિષેક બચ્ચન પણ લીડ રોલમાં છે. સોનૂ સૂદ, બોમન ઈરાની પણ ફિલ્મમાં કામ કરી રહ્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X