એક્સ. ગર્લફ્રેન્ડ ઉર્વશીએ હાર્દિક પંડ્યાની નતાશા સાથે સગાઈ પર આપ્યુ રિએક્શન

સોશિયલ મીડિયા પર લોકો હાર્દિક પંડ્યાને તેની સગાઈ માટે શુભકામના આપી રહ્યા છે અને કમેન્ટ કરી રહ્યા છે જેમાં સૌથી ચોંકાવનારી કમેન્ટ અભિનેત્રી ઉર્વશી રૌતેલા તરફથી આવી છે.

ટીમ ઈન્ડિયાના ઑલ રાઉન્ડર સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યા હાલમાં સોશિયલ મીડિયા પર હૉટ ટોપિક બનેલા છે. કારણ છે નવા વર્ષે તેમનુ પોતાની સગાઈનુ એલાન કરવુ. હા, યુવાન દિલોના ધડકન હાર્દિક પંડ્યાએ સર્બિયાઈ મૉડલ અને અભિનેત્રી નતાશા સ્ટાનકોવિક સાથે સગાઈ કરી લીધી છે. બંનેની સગાઈના ફોટા હાલમાં વાયરલ થઈ રહ્યા છે. હાર્દિકે માત્ર પોતાના ફેન્સને જ નહિ પરંતુ પોતાના દોસ્તો અને ટીમ ઈન્ડિયાના સાથીઓને પણ આશ્ચર્યમાં મૂકી દીધા છે.

હાર્દિકે નતાશા સાથે સગાઈ કરતા એક્સ ગર્લફ્રેન્ડે આપ્યુ રિએક્શન

હાર્દિકે નતાશા સાથે સગાઈ કરતા એક્સ ગર્લફ્રેન્ડે આપ્યુ રિએક્શન

હાર્દિક પંડ્યાને હાલમાં તેના ચાહકો તેની લાઈફની નવી જર્ની માટે શુભકામનાઓ આપી રહ્યા છે અને તેની નવી ઈનિંગ માટે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે. લોકો સોશિયલ મીડિયા પર ધડાધડ કમેન્ટ કરી રહ્યા છે પરંતુ સૌથી ચોંકાવનારી કમેન્ટ અભિનેત્રી ઉર્વશી રૌતેલા તરફથી આવી છે.

‘તમને કોઈ પણ વસ્તુની જરૂર હોય તો હું હંમેશા હાજર છુ'

‘તમને કોઈ પણ વસ્તુની જરૂર હોય તો હું હંમેશા હાજર છુ'

ક્યારેક હાર્દિક સાથે અફેર માટે ચર્ચામાં રહેલી ઉર્વશીએ હાર્દિક પંડ્યા અને નતાશાને સગાઈ માટે અઢળક શુભકામનાઓ આપી છે. રૌતેલા પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યુ કે, ‘હાર્દિક પંડ્યા, તમને સગાઈ માટે અઢળક શુભકામના, તમારો આ સંબંધ હંમેશા ખુશીઓ અને પ્રેમથી ભરપૂર રહે, તમારી સગાઈ પર હું તમારી બંનેની સારી જિંદગીની કામના કરુ છુ, જો તમને કોઈ પણ વસ્તુની જરૂર હોય તો હું હંમેશા હાજર છુ.'

‘મે તેરા, તુ મેરી, જાને સારા હિંદુસ્તાન. 01-01-2020 સગાઈ'

તમને જણાવી દઈએ કે ઉર્વશી અને હાર્દિકના અફેરના સમાચાર એક સમયે સમાચારોમાં ઘણા છવાયા હતા પરંતુ બંનેએ ક્યારેય ખુલીને એકબીજા માટે કંઈ કહ્યુ નહિ. હાલમાં હાર્દિક હવે નતાશાના થઈ ચૂક્યા છે અને આ વાત જગજાહેર પણ થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાના સ્ટાર પ્લેયર હાર્દિકે ક્રૂઝ પર ખૂબ જ શાનદાર અંદાજમાં નતાશાને સ્ટાનકોવિક સાથે સગાઈ કરી છે. પોતાની સગાઈની માહિતી હાર્દિક પંડ્યાએ પોતે જ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આપી જેમાં તેણે નતાશા માટે લખ્યુ, ‘મે તેરા, તુ મેરી, જાને સારા હિંદુસ્તાન. 01-01-2020. સગાઈ'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X