હાઈવે સામેથી ખસી હીરોપંતી, હવે મેમાં રિલીઝ થશે
મુંબઈ, 28 સપ્ટેમ્બર : ફિલ્મ નિર્માતા સાજિદ નડિયાદવાલાની ફિલ્મ હીરોપંતી હવે 16મી મે, 2014ના રોજ રિલીઝ થશે. અગાઉ તે ફેબ્રુઆરી 2014માં રિલીઝ થવાની હતી. આ નિર્ણય નડિયાદવાલાની અન્ય એક ફિલ્મ હાઈવેની કમાણી ઉપર થનાર અસરને જોતા લેવાયો છે.

સાજિદ નડિયાદવાલાની હાઈવે ફિલ્મનું દિગ્દર્શન ઇમ્તિયાઝ અલી કરી રહ્યાં છે. ફિલ્મમાં આલિયા ભટ્ટ તથા રણદીપ હુડા અને ઇમ્તિયાઝ અલી પોતે પણ છે. સાજિદ હાઈવેને ધડાકાભેર રિલીઝ કરવા માંગતા હતાં. તેથી તેમણે હાઈવેની રિલીઝ 21મી ફેબ્રુઆરીના રોજ કરવાનું નક્કી કર્યું છે અને આ સાથે જ હીરોપંતી ફિલ્મની રિલીઝ મે સુધી ટળી ગઈ છે. હીરોપંતી ફિલ્મમાં જૅકી શ્રૉફના પુત્ર ટાઇગર શ્રૉફ છે.
રોમાંટિક-ડ્રામા હાઈવે ફિલ્મને દેશ ભરમાં અને સેટેલાઇટ ઉપર રિલીઝ કરવા માટે સાજિદ-ઇમ્તિયાઝે યૂટીવી મોશન પિક્ચર્સને હકો આપ્યાં છે. સાજિદે જણાવ્યું - ફિલ્મ સારી દેખાઈ રહી છે અને હું હાઈવેને રિલીઝ માટે તે દિવસ આપવા માંગુ છું કે તે જેના લાયક છે. હાઈવે ફિલ્મ દેશભરમાં અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ અમારા ખ્યાલને પહોંચાડે, તે માટે અમે યૂટીવી ટીમ સાથે જોડાયાં છીએ.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?







Click it and Unblock the Notifications
