Unknown Fact: શ્રૃતિ હસન વિષે આ વાતો જાણશો તો તમે ચોંકી જશો!
શું તમને ખબર છે શ્રૃતિ હસનનું આખું નામ શું છે શ્રૃતિનું આખું નામ છે શ્રૃતિ રાજલક્ષ્મી હસન. આ બોલીવૂડ બ્યૂટી મલ્ટીટલેન્ટેડ છે. કમલ હસન અને સારિકાની આ દિકરીએ બોલીવૂડ અને સાઉથ ફિલ્મોમાં પોતાના ટેલેન્ટના જોરે એક આગવી ઓળખ ઊભી કરી છે.
તે વાત તો બધા જ જાણે છે કે શ્રૃતિ હસન એક ટેલેન્ટેડ એક્ટર હોવાની સાથે એક સારી ગાયિકા પણ છે. અને તે પોતાનો એક રોક બેન્ડ પણ ચાલવે છે. પણ શું તમને એ ખબર છે કે શ્રૃતિ એક લેખક પણ છે? શ્રૃતિ હસનની નોઝ ઝોબથી લઇને તેના અફેર અને તેના જીવનથી જોડાયેલી કેટલીક આવી જ રસપ્રદ અને રોચક વાતો આજે અમે તમને જણાવાના છીએ.
આમાંથી ધણી તેવી વાતો છે જે શ્રૃતિ હસનના બીગ ફેન હોવા છતાં પણ તમે નહીં જાણતા હોવ તો શ્રૃતિ હસનની આવી જ કેટલીક અજાણી વાતો જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

શ્રૃતિ હસન અને વિવાદ
શ્રૃતિ હસનના આ પિક્ચર લિક થઇ જતા મોટો વિવાદ થયો હતો. એક તરફ શ્રૃતિનો દાવો હતો કે તેની જાણ બહાર આવા અયોગ્ય ફોટો ખેંચવામાં આવ્યા છે તો કેટલાક શ્રૃતિ પર આરોપ લગાવતા કહ્યું હતું કે શ્રૃતિએ પબ્લિસિટી મેળવવા માટે જાતે જ આ ફોટો સોશ્યલ સાઇટ પર લિંક કર્યા છે.

નોઝ જોબ
તમને જાણીને નવાઇ થશે પણ જાણકારો મત મુજબ શ્રૃતિએ કરાવી છે નાકની સર્જરી. પણ શ્રૃતિ કરી અધિકૃત રીતે આ વાતને સ્વીકારી નથી.

તમન્ના અને શ્રૃતિ કરી હતી કિસ
શ્રૃતિ હસન અને અભિનેત્રી તમન્ના ભાટિયાનું લિપ લોક વાઇરલ થતા શ્રૃતિ હસનનો એક બીજો વિવાદ સામે આવ્યો હતો.

ધનુષ સાથે અફેર
ફિલ્મી ગલિયારેથી મળેલી ખબર મુજબ ધનુષ અને શ્રૃતિ વચ્ચે હતું અફેર અને આ વાતની ખબર તેની પત્નીને પડતા ધનુષની લાઇફમાંથી શ્રૃતિ થઇ હતી આઉટ.

સિદ્ધાર્થ સાથે લિવ ઇન
સાઉથના જાણીતા સ્ટાર સિદ્ધાર્થ સાથે શ્રૃતિ હસન ત્રણ મહિના સુધી લિવ ઇન રિલેશનશિપમાં રહી હતી. અને આ માટે તેના પિતા કમલ હસને જ તેને હા પાડી હતી.

સિદ્ધાર્થ મલ્હોત્રા
જો કે શ્રૃતિ હસનનું નામ ધનુષ અને સિદ્ઘાર્થ બાદ સિદ્ધાર્થ મલ્હોત્રા અને અર્જૂન કપૂર સાથે પણ ઉઠ્યું હતું પણ શ્રૃતિ આ બન્નેને જસ્ટ ગૂડ ફ્રેન્ડ જ ગણાવ્યા છે.

કોલાવેરી ડી
એટલું જ નહીં ગપશપ તો એ પણ હતી કે કોલાવેરી ડિના સંગીતકાર અનિરુદ્ધ જોડે પણ શ્રૃતિનો હતો અફેર.

100ની વધુ જૂતા
શ્રૃતિ હસનને કપડા કરતા જૂતા-ચંપલનો વધુ શોખ છે તેની પાસે 100 વધુ જૂતાની જોડ છે. અને તે જ્યાં જ્યાં જાય છે ત્યાંથી નવા ચંપલ ખરીદતી આવે છે.

રોક બેન્ડ સિંગર
શ્રૃતિ હસનનું પોતાનું એક રોક બેન્ડ પણ છે જેનું નામ છે એકસ્ટ્રા મેન્ટલ. અને વર્ષ 2007માં તે પોતાની એક લાઇવ કોન્સર્ટ પણ યોજી ચૂકી છે.

ગાયક
શ્રૃતિ હસનને પોતાનું સિંગગ ડેબ્યૂ તેના પિતાની ફિલ્મ ચાચી 420માં એક સોંગ ગાઇને કર્યું હતું.

6 વર્ષની ઉંમર
જ્યારે ફિલ્મ ચાચી 420માં શ્રૃતિ હસનને સિંગર તરીકે ડેબ્યૂ કર્યું હતું ત્યારે તેની ઉંમર હતી માત્ર 6 વર્ષ.

ડાયરેક્ટર
તમને જાણીને નવાઇ લાગશે પણ એક્ટિંગ અને ગાયકિને બાદ કરીને શ્રૃતિ નિર્દેશન પણ કરી જાણે છે. તે જ્યારે 14 વર્ષની હતી ત્યારે તેણે એક શોર્ટ ફિલ્મને ડાયરેક્ટ કરી હતી. અને તેની સ્કિપ્ટ પણ પોતે જ લખી હતી.

8 ભાષાઓ જાણે છે શ્રૃતિ હસન
એટલું જ નહીં શ્રૃતિ હસન 7 ભાષાઓ બોલી શકે છે. અને તમિલ, તેલુગુ, હિન્દીમાં તો તેને મહારથ હાંસલ છે.

મિત્રોને કહેતી હતી પોતાનું ખોટું નામ : શ્રૃતિ હસન
શ્રૃતિ હસન તેના મિત્રો આગળ પોતાનું ખોટું નામ કહેતી હતી. જેની કરીને લોકો તેને સ્ટારની પુત્રીની જેમ ટ્રીટ ના કરે. તે પોતાને પૂજા રામચંદ્રન તરીકે ઓળખાણ આપતી હતી.

કુચ્ચીપુડ્ડી ડાન્સર
શ્રૃતિ હસન ટ્રેન કુચ્ચીપુડ્ડી ડાન્સર છે. અને પિતા કમલ હસનની જેમ જ તે એક સારી ડાન્સર પણ છે.

શ્રૃતિ હસન
શ્રૃતિ રાજલક્ષ્મી હસનનો જન્મ ચેન્નઇમાં થયો હતો અને તેણે તેનું સ્કૂલિંગ અબેકસ સ્કૂલથી કર્યું છે. તે ભણવામાં પણ સારી હતી.












Click it and Unblock the Notifications
