અંતે ફ્લૉપ થઈ ગઈ હિમ્મતવાલા, માત્ર 30 કરોડની કમાણી
મુંબઈ, 1 એપ્રિલ : સાજિદ ખાનના દિગ્દર્શન હેઠળની હિમ્મતવાલા ફિલ્મ અંતે ફ્લૉપ સાબિત થઈ છે. હિમ્મતવાલા ફિલ્મની પ્રથમ વીકેન્ડની કમાણી માત્ર 30 કરોડ રુપિયા થઈ છે. એ પણ ત્યારે કે જ્યારે ફિલ્મને ટક્કર આપવા માટે બીજી કોઈ ફિલ્મ હતી જ નહીં.

હિમ્મતવાલા ફિલ્મ અજય દેવગણની સન ઑફ સરદાર ફિલ્મના કલેક્શનને પણ સ્પર્શી શકી નહીં. અજય દેવગણ અને તમન્ના ભાટિયાની ભૂમિકા ધરાવતી ફિલ્મ હિમ્મતવાલા અંગે ક્રિટિક્સ તરફથી પણ સારા પ્રત્યાઘાતો મળ્યા નહોતાં.
જિતેન્દ્ર અને શ્રીદેવીની 1983માં આવેલી હિમ્મતવાલા ફિલ્મની રીમેકમાં સોનાક્ષી સિન્હાનું આયટમ સૉંગ પણ હતું, પરંતુ તે પણ કંઈ કમાલ ન કરી શક્યો. સાજિદ ખાનના દિગ્દર્શનનો ફિયાસ્કો થઈ ગયો છે.
મળતી માહિતી મુજબ શનિવારે અને રવિવારે હિમ્મતવાલા ફિલ્મના બિઝનેસમાં મોટી ઓટ આવી. પ્રથમ વીકેન્ડમાં હિમ્મતવાલાએ માત્ર 31.1 કરોડ રુપિયાનો બિઝનેસ કર્યો. શુક્રવારે 12.1 કરોડ, શનિવારે 8.5 કરોડ અને રવિવારે 10.5 કરોડનો બિઝનેસ કરી શકી હિમ્મતવાલા.
-
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ -
આજ રાતથી ગુજરાતમાં માવઠાનું જોર વધશે, હવામાનની નવી આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Petrol Diesel Price: 2 એપ્રિલે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: UP-દિલ્હી સહિત 8 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
IPL 2026: KKRએ જીત્યો ટોસ, SRH પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, જાણો ક્યારે લેવાશે પરિક્ષા? -
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 48 કલાકમાં ગુજરાતમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની સંભાવના -
કેજરીવાલે પત્ર લખીને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મળવાનો સમય માંગ્યો, જાણો કેમ? -
Gold Rate Today: 2 એપ્રિલના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
KKR vs SRH: હૈદરાબાદની શાનદાર જીત, કોલકાતાને 65 રનથી હરાવ્યું -
Karmayogi Saptah: શું છે પીએમ મોદીનું 'કર્મયોગી' વિઝન? સરકારી કામકાજ માટે આપ્યો સેવાનો સર્વોચ્ચ મંત્ર










Click it and Unblock the Notifications
